વર્જિન છે એવું દેખાડવા માટે યુવતીઓ કરાવે છે આ સર્જરી, આટલો થાય છે ખર્ચ

Published: 9th October, 2020 16:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતમાં આ સર્જરી માટે યુવતીઓ ખર્ચે છે 15,000થી 60,000 રૂપિયા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારત એવો દેશ છે જ્યાં યુવતીઓ માટે વર્જિન હોવું એક મહત્વની અને ગર્વની બાબત ગણવામાં આવે છે. જો તેઓ વર્જિન ન હોય તો તેમના ચરિત્ર પર અનેક પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રશ્નોથી બચવા માટે અને લગ્ન સમયે તેઓ વર્જિન છે તેવું દેખાડવા માટે યુવતીઓ આજકાલ સિક્રેટ સર્જરી કરાવી રહી છે. ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ યુવતીઓ હાઇમનોપ્લાસ્ટી સર્જરી કરાવે છે. ભારતમાં અને વિદેશમાં આ સર્જરી કરાવવાની કિંમતો જુદી-જુદી છે.

બ્રિટન, ફિલિપાઇન્સ, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ડોકટરો વર્જિનિટી શાસન સર્જરી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તાજેતરમાં જ લંડનમાં થયેલા એક સર્વેક્ષણમાં આ વાત જાણવા મળી છે. લગભગ દરેક દેશમાં અનેક ઠેકાણે આવા સિક્રેટ ક્લિનિક છે. 30 થી 40 મિનિટ સુધી ચાલતી આ શસ્ત્રક્રિયા માટે યુવતીઓ ભારતમાં 15 થી 60 હજાર રૂપિયા અને યુરોપિયન દેશોમાં 2.50 લાખથી 2.75 લાખ રૂપિયા ચૂકવે છે. છેલ્લા 15 વર્ષમાં હાઇમનોપ્લાસ્ટીનું ચલણ ખુબ મોટાપાયે વધી રહ્યું છે અને અપરણિત છોકરીઓ આ સર્જરી મોટાપાયે કરાવી રહી છે.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, છોકરીઓના વજાઇનામાં એક પટલ રહેલું હોય છે જે હાઇમન તરીકે ઓળખાય છે. સેક્સ બાદ કેટલીકવાર છોકરીઓની પટલ તૂટી જાય છે. ડોક્ટર આ પટલને સામાન્ય સર્જરી દ્વારા ફરી રિસ્ટોર કરે છે જેને હાઇમનોપ્લાસ્ટી કહે છે. આ ઓપરેશન ખાસ કરીને કૌમાર્યની સારવારના રૂપમાં જાણીતું છે. આ ઓપરેશમાં પ્રાઇવેટ પાર્ટના પ્રવેશ દ્વાર પર ચામડીનું એક નિર્માણ કરવામાં આવે છે તે જ્યારે તૂટે છે જ્યારે પ્રથમ વખત મહિલા ઇન્ટરકોર્સ કરે છે.

આ કૃત્રિમ હાઇમનને કોમાર્યનું ટોકન માનવામાં આવે છે અને સાંસ્કૃતિ અને ધાર્મિક કારણોથી લગ્ન માટે એક મહત્વનું કારણ છે. ખાસ કરીને સમાજમાં માનવામાં આવે છે કે જો હાઇમન ફાટેલું હોય તો છોકરી લગ્ન પહેલા સંભોગ કરી ચૂકી છે અને આ સમયગાળામાં લગ્ન પણ તૂટી જવાની સંભાવના રહે છે. ભારતમાં જ નહીં પરંતુ કેટલાય એવા દેશ છે જ્યાં મહિલાઓને વર્જીનિટીને પવિત્રતા સાથે જોડવામાં આવે છે અને તેમની આબરૂ સાથે પણ સરખાવવામાં આવે છે. એટલે આ બધાથી બચવા માટે મહિલાઓ હાઇમનોપ્લાસ્ટી સર્જરી કરાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK