શિયાળામાં સ્ત્રીઓ પોતાની ઉંમર કરતાં મોટી દેખાય છે?

Published: 29th December, 2011 06:34 IST

વિન્ટરમાં ત્વચા ફાટી જવી, સૂકી થઈ જવી જેવી સ્કિનને લગતી અનેક સમસ્યાઓ તો થાય છે, પણ સ્ત્રીઓ ટેન્શનમાં આવી જાય એવું એક રિસર્ચ ન્યુ યૉર્કના વૈજ્ઞાનિકોએ તારવ્યું છે.ન્યુ યૉર્કની એએમએ લૅબોરેટરીમાં ૨૭થી ૬૦ વર્ષની ઉંમરની ૫૦૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ શિયાળામાં મહિલાઓ પોતાની ઉંમર કરતાં ઍવરેજ ચાર વર્ષ અને આઠ મહિના મોટી દેખાય છે. ઠંડીની સીઝનમાં સૂર્યપકાશ ઓછો મળવાને લીધે શરીરમાં વિટામિન-ડી અને કેની ઊણપ અનુભવાય છે અને શરીરને ફીલગુડ કરાવતા સેરોટોનિન નામના કૅમિકલનું પ્રમાણ પણ ઘટી જાય છે એટલે થાક વધુ લાગે છે. આંખ આગળ કાળાં કુંડાળાં પડવાથી અને આંખોમાં સોજો આવ્યો હોય એવું લાગવાને કારણે ઉંમર વધુ દેખાય છે એમ રિસર્ચરો તારવે છે. સ્ત્રીની જેમ પુરુષોમાં પણ આ સેમ સમસ્યા લાગુ પડે છે, પરંતુ પુરુષોમાં એ એટલી જલદી નોટિસમાં નથી આવતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK