500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ Wireless Earphones

Published: Aug 21, 2019, 14:05 IST | મુંબઈ

આજકાલ જમાનો વાયરલેસ ઈયરફોન્સનો છે. ચાલો અમે તમને જણાવીએ કે ક્યા ઈયરફોન્સ 500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે.

500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ Wireless Earphones
500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ Wireless Earphones

ભારતીય માર્કેટમાં અનેક ઈયરફોન્સ અને હેડફોન્સના વિકલ્પો ઉપલબ્ધ છે. માર્કેટમાં દરેક પ્રકારના યૂઝર્સ માટે ઈયરફોન્સ મળી રહે છે. બજેટથી લઈને પ્રીમિયમ સુધીના ઈયરફોન તમે ખરીદી શકો છો. આજકાલ જમાનો વાયરલેસ ઈયરફોન્સ નો છે પણ લોકોના બજેટની બહાર હોવાથી તેને નથી ખરીદી શકતા. પણ તમને જણાવી દઈએ કે કેટલાક વાયરલેસ ઈયરફોન્સ એવા પણ છે જે 500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. તેના જ કેટલાક વિકલ્પ અમે તમને આ પોસ્ટમાં આપી રહ્યા છે.

PTron Intunes Pro Headphone Magnetic Earphone Wireless Bluetooth Headset
આ એક વાયરલેસ ઈયરફોન છે. જેની કિંમત 2,000 રૂપિયા છે. પરંતુ તેને ડિસ્કાઉન્ટ સાથે 699માં ખરીદી શકાય છે. જે 12 મહિનાની વૉરંટી સાથે આવે છે. જેમાં ઈનબિલ્ટ માઈક,બ્લૂટૂશ, મેગ્નેટિક ડિઝાઈન, સારી સાઉન્ડ ક્વૉલિટી આવે છે.

EAR PHONES

Hetkrishi Magnetic Wireless Bluetooth Stereo Earphones
આ ઈયરફોન્સ તમામ એન્ડ્રોઈડ ફોન સાથે ઉપયોગ કરી શકાય છે. 700 રૂપિયાના આ ઈયરફોન્સને માત્ર 275 રૂપિયામાં ખરીદી શકાય છે. જેના પર 425 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મેગ્નેટિક ડિઝાઈન સાથે આવે છે. જેમાં 2 કલાકનું ચાર્જિંગ ટાઈમ આપવામાં આવ્યો છે. તેને પહેલી વાર ઉપયોગ કરતા પહેલા તેને 20 મિનિટ સુધી ચાર્જ કરવો પડશે. જેમાં મલ્ટી ફંક્શન પણ આપવામાં આવ્યા છે.

EAR PHONES

Stonx QC-10 Bluetooth Earphone Wireless Headphones
999 રૂપિયાના આ હેડફોન્સને માત્ર 513 રૂપિયામાં ખરીદી શકાય છે. તે એક વર્ષની વૉરંટી સાથે આવે છે. આ એક બ્લૂટૂશ હેડસેટ છે જે સારા બેટરી બેકઅપ સાથે આવે છે. તેનો શેઈપ અને સાઈડ ઓપ્ટિમાઈઝ્ડ છે. 8 કલાક સુધીનો પ્લે ટાઈમ, સ્ટનિંગ સાઉન્ડ, ત્રણ અલગ ઈયર ટિપ, હેન્ડ્સ ફ્રી કૉલિંગ જેવા ફીચર્સ છે.

EAR PHONES

ASGTRADE Magnetic Earphone MAGNET-101 Wireless Bluetooth Headphones
799 રૂપિયાના આ ઈયરફોનને માત્ર 298 રૂપિયામાં ખરીદી શકાય છે. તે ખૂબ જ લાઈટવેટ છે. બ્લૂટૂથ વર્ઝન V4.1 પર કામ કરે છે. તેની ડિઝાઈન પોર્ટેબલ છે. તેની સાઉન્ડ ક્વૉલિટી સારી છે જે ડીપ બાસ સાથે આવે છે.

EAR PHONES

Celrax QC-10 Bluetooth Earphone Wireless Headphones
આ વાયરલેસ હેડફોન તમામ ડિવાઈસીસ સાથે કંપેટિબલ છે. જેને 1, 299ની જગ્યાએ 224 રૂપિયામાં ખરીદી શકાય છે. તે એક વર્ષની વૉરંટી સાથે આવે છે.

EAR PHONES
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK