Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વિન્ટેજ અને બોહો : ૨૦૧૧ના વર્ષમાં આ બે હટકે ટ્રેન્ડ ખૂબ હૉટ રહ્યા

વિન્ટેજ અને બોહો : ૨૦૧૧ના વર્ષમાં આ બે હટકે ટ્રેન્ડ ખૂબ હૉટ રહ્યા

23 December, 2011 07:47 AM IST |

વિન્ટેજ અને બોહો : ૨૦૧૧ના વર્ષમાં આ બે હટકે ટ્રેન્ડ ખૂબ હૉટ રહ્યા

વિન્ટેજ અને બોહો : ૨૦૧૧ના વર્ષમાં આ બે હટકે ટ્રેન્ડ ખૂબ હૉટ રહ્યા




વિન્ટેજ ફૅશન





આ ફૅશનમાં જોવા મળે છે હાઇ-વેસ્ટ પૅન્ટ, ડ્રૅપ સ્ટાઇલની મૅક્સી, લહેરાતાં કટ અને કફ્તાન. રેટ્રો લુકને પણ વિન્ટેજ સ્ટાઇલમાં જ ગણી શકાય. રેટ્રો સ્ટાઇલના ટ્રાઉઝર સાથે મૅચ કરેલું ટૉપ અને ઍનિમલ પ્રિન્ટવાળો સ્કાર્ફ વિન્ટેજ લુક આપે છે. આ વિન્ટેજ સ્ટાઇલ બૉલીવુડ અને હૉલીવુડ બન્ને જગ્યાએ ખૂબ ફેવરિટ બની રહી છે. આવી સ્ટાઇલમાં સોનમ કપૂર ખાસ જોવા મળે છે.

સ્કિન જીન્સ : ટાઇટ જીન્સ અને લાંબા ઓવરસાઇઝ પહેરેલી રવીના ટંડન અને માધુરી દીક્ષિત યાદ છે? ૧૯૯૦ના દાયકાની મોટા ભાગની ફિલ્મોમાં તેમનો આ લુક સરખો જ રહેતો અને આ સ્ટાઇલ પાછી આવી છે; પણ હા, થોડી ફ્રેશનેસ અને મોડિફિકેશન સાથે.



યલો, ગ્રીન, પર્પલ અને બ્લૅક કે વાઇટ રંગનાં સ્કિની જીન્સ તેમ જ પૅન્ટ આ વર્ષમાં ખૂબ હિટ રહ્યાં છે. કૅટરિના કૈફ અને મલઇકા અરોરા આ ટ્રેન્ડને ખાસ અપનાવતી જોવા મળી.

પ્રિન્ટ : જેટલી મોટી અને લાઉડ પ્રિન્ટ હોય એટલું વધારે સારું. આ સમયમાં પ્રિન્ટમાં પહેલાં ક્યારેય ન જોવા મળેલાં એક્સપરિમેન્ટ અને વેરિયેશન જોવા મળ્યાં. ફ્રૂટ પ્રિન્ટ, ઍનિમલ પ્રિન્ટ ડિઝાઇનરોની ફેવરિટ રહી.

બ્રાઇટ કલર્સ : યલો, ઑરેન્જ, કોબાલ્ટ બ્લુ, પર્પલની છટાવાળા બધા જ રંગો ફૅશન-એક્સપટોર્ના ટૉપ લિસ્ટ પર રહ્યા. ટૂંકમાં, બોલ્ડ અને બ્રાઇટ રંગોની આ સીઝનમાં બોલબાલા રહી; જેમાં ઍક્સેસરીઝ, બૅગ, શૂઝ, કપડાં બધાંનો સમાવેશ થયો.

બોહેમિયન લુક

બોહેમિયન કે બોહો લુક આખા વર્ષ દરમ્યાન પહેરી શકાતી સ્ટાઇલ છે અને એ આખા વર્ષ દરમ્યાન જોવા પણ મળી. એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે ઇન્ટરનૅશનલ પૉપસ્ટાર લેડી ગાગા. જે લોકો ફૅશનમાં કોઈ જ બંદિશોને માન્યા વિના જ મુક્ત રીતે ફૉલો કરવા માગતા હોય તેમના માટે બોહો લુક પર્ફેક્ટ છે. બોહો એટલે ઓરિજિનલી ૧૯૬૦ના દાયકાની સ્ટાઇલ.

રફલ અને લેયર : રફલ અને લેયર એટલે કે ઝાલર પહેલાં રૅમ્પ પર હિટ થઈ અને ત્યાર બાદ આખા ફૅશનવલ્ર્ડે અપનાવી. મોટા સ્ટોરમાં જાઓ કે સ્ટ્રીટ-શૉપિંગ પર - ટ્યુનિક, સ્ક્ટર્‍, પૅન્ટ, લેયર્ડ સ્કર્ટ આ આઉટફિટ બધા માટે મસ્ટ હૅવ ઇન વૉર્ડરોબ બની ગયાં છે. એમાં સૌથી કૂલ ટ્રેન્ડ રહ્યો રફલ્ડ સ્ક્ટર્‍ સાથે ટી-શર્ટનો.

મોટાં ફૂમતાં : કેટલીક વાર નાની-નાની ડીટેલિંગથી પણ કોઈ ગાર્મેન્ટને નોટિસેબલ બનાવી શકાય છે. આ થોડી જુદી ટાઇપનાં મોટી સાઇઝનાં ફૂમતાં ઘણાં ગાર્મેન્ટ્સની ડિઝાઇન માટે એક ઍડિશન બન્યાં. હૅન્ડબૅગથી લઈને શૂઝ, ડ્રેસિસ અને હૅટમાં ટસલ એટલે કે ફૂમતાં હિટ રહ્યાં.

હેડ ગિયર અને હૅટ : વર્ષની શરૂઆત પછી બ્રિટનમાં પ્રિન્સ વિલિયમ અને કૅટનાં લગ્ન વખતે આવેલા મહેમાનોની જુદી-જુદી ડિઝાઇનોવાળી હૅટ જોઈને ઈસ્ટ અને વેસ્ટ બન્ને બાજુના ફૅશનવર્લ્ડને હૅટનો એવો ચસકો લાગ્યો કે હૅટ અને હેડ ગિયર મસ્ટ હૅવ બની ગયાં. પછી એ ફેડોરા હૅટ પહેરેલી પ્રીતિ ઝિન્ટા હોય કે ફ્લાવર અને ફેધરના હેડ ગિયર પહેરતી કૅટરિના કૈફ - વાળની આ ઍક્સેસરી મસ્ટ રહી.

ભડકાઉ ઍક્સેસરી : નિયોન જેવા ભડકીલા રંગોની બૅગ, મોટા નેકલેસ, રંગબેરંગી દોરા વીંટેલી બંગડીઓ, ઇયરરિંગ્સ અને બેલ્ટ તેમ જ રેટ્રો લુકવાળા પ્લાસ્ટિકના મોટી ફ્રેમવાળા સનગ્લાસિસ હિટ રહ્યા. તાજું ઉદાહરણ એટલે વિદ્યા બાલનનો ‘ધ ડર્ટી પિક્ચર’ ફિલ્મના પ્રમોશન વખતનો લુક, જેણે બોહેમિયન લુકને એક નવી દિશા આપી છે.

વેજ હીલ્સ : સ્ટિલેટો અને ફ્લૅટ ચંપલ તો લોકો પહેરે જ છે. જો યુવતીઓને કોઈ ફૂટવેઅરે ખૂબ આકષ્ર્યા હોય તો એ છે વેજીસ. જોકે આ શૂઝ દેખાવમાં થોડા બલ્કી હોવાથી શૂ રૅક પર ખૂબ જગ્યા રોકે છે, પણ ફૅશનમાં જેણે ઇન રહેવું હોય તેના માટે આ કારણ સાથે કોઈ લેવા-દેવા જ નથી. જોકે આ ટ્રેન્ડ ખૂબ કમ્ફર્ટેબલ હોવાને લીધે ખૂબ વહેલો માર્કેટમાં આવી જવો જોઈતો હતો, પણ જ્યારે આ ટ્રેન્ડ આવ્યો ત્યારે બધાએ જ એને ખૂબ ખુલ્લા દિલે અપનાવ્યો હતો - પછી એ સામાન્ય લોકો હોય, કોઈ મૉડલ-ઍક્ટ્રેસ હો કે પછી ફૅશન-ડિઝાઇનર, વેજીસ આર ઇન. Whatsapp-channel Whatsapp-channel

23 December, 2011 07:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK