સવાલ: અમારાં લગ્નને પચીસ વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી મારી પત્નીનું માસિક ખૂબ જ અનિયમિત થઈ ગયું છે. ચાર-પાંચ મહિને એકાદ વાર આવે છે અને એને કારણે તેને સંભોગમાં પણ રસ નથી રહ્યો. હું ખૂબ કહું તો તે તૈયાર થાય છે, પણ ખૂબ જ પીડા થાય છે. સમાગમ પછી બળતરા થાય છે અને ચામડી ઘસાવાને કારણે લોહી નીકળે છે. એને કારણે હવે અમે સમાગમ કરવાનું ટાળીએ છીએ. મારી પત્ની મને મુખમૈથુનથી સંતોષ આપે છે, પણ તેને સંતોષ મળતો નથી, એ તેને નથી ગમતું. પત્નીના પ્રાઇવેટ પાર્ટની ત્વચા ખૂબ જ પાતળી થઈ ગઈ છે એટલે હાથના ઘર્ષણથી પણ બળતરા થાય છે.
જવાબ: માસિકમાં અનિયમિતતાનો મતલબ એ કે તેને મેનોપૉઝની શરૂઆત થઈ ચૂકી છે. રજોનિવૃત્તિને કારણે સ્ત્રી પ્રજનન ક્ષમતામાંથી નિવૃત્ત થાય છે, સેક્સ માણવાની ક્ષમતામાંથી નહીં. સ્ત્રીઓ મેનોપૉઝ પછી પણ સેક્સ કરી શકે છે અને માણી પણ શકે છે. તમે ખોટી માન્યતાનો ભોગ બન્યા છો કે માસિક બંધ થયા પછી સમાગમ ન કરી શકાય.
મેનોપૉઝ દરમ્યાન એસ્ટ્રોજન હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. એને કારણે સ્ત્રીઓમાં ત્વચા પાતળી થવા લાગે છે. માત્ર પ્રાઇવેટ પાર્ટની જ નહીં, ઓવરઑલ એ અસર થઈ શકે છે. જોકે એની સાથે યોનિમાર્ગમાં લુબ્રિકેશનનું પ્રમાણ પણ ઘટી જાય છે. પાતળી અને ડ્રાય ત્વચા પર ઘર્ષણ થવાથી ઘસરકા થાય અને લોહી પડે એ પણ એટલું જ સ્વાભાવિક છે.
તમે પહેલાંની જેમ ઝટપટ ફોર-પ્લેમાંથી સીધા સમાગમ તરફ જતા હો તો એને કારણે યોનિમાર્ગ ઇન્દ્રિયપ્રવેશ માટે તૈયાર નથી હોતો. એટલે જ કદાચ તમે જ્યારે પણ પ્રયત્ન કર્યો હશે ત્યારે પત્નીને પીડા થઈ હશે. ચીકાશ ન હોવાથી ઘર્ષણને કારણે કોમળ ત્વચા ઘસાતાં એ પછી બળતરા પણ થાય છે. એટલે તમે પહેલાં કરતાં ફોર-પ્લેમાં થોડોક વધુ સમય ગાળો. ત્યાર બાદ શુદ્ધ કોપરેલ તેલથી એ ભાગમાં ચીકાશ વાપરી શકો છો. આંગળીથી ચેક કરી લો કે ચીકણો સ્રાવ થયો છે કે નહીં. ચીકાશ થયા પછી આંગળી ફેરવશો કે યોનિપ્રવેશ કરશો તો ઘર્ષણ અને ઘસરકાનું પ્રમાણ ઘટશે અને આનંદ વધશે.
કોઈ તમને કહે કે અરે, તમે તો સો વર્ષના થવાના તો તમારું રીઍક્શન શું હોય છે?
6th March, 2021 13:02 ISTમેડિક્લેમ નકારવા માટે તરંગી તુક્કા ચલાવનાર બાબુઓની સાન વીમા લોકપાલ ઠેકાણે લાવ્યા
6th March, 2021 12:55 ISTમેરા ગાંવ મેરા દેશ: રાજ ખોસલાના દેશમાં જબ્બર સિંહનું ગાંવ
6th March, 2021 12:44 ISTસપનામાં આવી ત્રણ દેવી અને બંધાઈ ગયું મહાલક્ષ્મીનું મંદિર
6th March, 2021 12:34 IST