સેક્સલાઈફ સારી રીતે ન જવાથી પત્ની છૂટાં થવાની વાત કરી છે. શું કરું?

Published: Jan 30, 2020, 14:30 IST | Dr. Ravi Kothari | Mumbai

મારો દીકરો કહે છે કે તેની પત્ની જ તેને નજીક આવવા દેતી નથી, બાકી તે આ પહેલાં તેની ગર્લફ્રેન્ડ સાથે આગળ વધી ચૂક્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હાલમાં મારા દીકરાનાં લગ્ન ભંગાણના આરે છે. એની પાછળ કારણભૂત છે સેક્સલાઇફ. તેના બેડરૂમની વાતો છડેચોક બેઠકરૂમમાં થઈ રહી છે જેને કારણે તે ખૂબ ડિપ્રેશનમાં છે. લગ્ન પહેલાં છોકરી જોઈને તે ઘણો ખુશ હતો, પણ જેવી વહુ ઘરમાં આવી એ પછીથી દિવસો બદલાઈ ગયા છે. છોકરીવાળાઓને ઉતાવળ હતી એટલે સગાઈ પછીનો પિરિયડ ઝાઝો ન મળ્યો. જે છોકરી બહુ શાંત જણાતી હતી તે બેફામ જવાબો આપતી હતી. તેને આ ઘરના રિવાજો મુજબ રહેવાનું જરાય ફાવતું નહોતું એને કારણે તે પોતાની મનમાની કરતી રહી. મહિનામાં બેથી ત્રણ વાર પિયર જતી રહે છે અને આ વખતે તેણે છૂટાં થવાની વાત કરી છે અને તેણે આરોપ મૂક્યો છે કે મારો દીકરો પુરુષમાં નથી અને તે તેને કોઈ પ્રકારનો સંતોષ નથી આપી શક્યો. મારો દીકરો કહે છે કે તેની પત્ની જ તેને નજીક આવવા દેતી નથી, બાકી તે આ પહેલાં તેની ગર્લફ્રેન્ડ સાથે આગળ વધી ચૂક્યો છે. હવે આવા સંજોગોમાં દીકરો જાતીય રીતે નૉર્મલ છે એવું પુરવાર કરવા શું કરવું? મારા દીકરાનું તો ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે.

જવાબ : હજી તમારા દીકરાએ વહુ સાથે સમાગમ નથી કર્યો એ વાત તે પોતે પણ કબૂલે છે, પણ તેના કહેવા મુજબ તે બીજી છોકરી સાથે સેક્સનો અનુભવ લઈ ચૂક્યો છે. આ વાત સાચી હોય તો તમારે ડરવાની જરૂર નથી. હવે કેટલીક ટેસ્ટ્સ શોધાઈ છે જે તમારો દીકરો સમાગમ કરવા સક્ષમ છે કે નહીં એ કહી આપી શકે છે. જોકે એ પહેલાં તમારાં દીકરા-વહુને કોઈ સારા સેક્સોલૉજિસ્ટ અને રિલેશનશિપ-કાઉન્સેલર પાસે બેસાડવાની જરૂર છે. શા માટે તેઓ છ મહિના પછી પણ લગ્નજીવનની શરૂઆત કરતાં અચકાય છે એ શોધવું, સમજવું અને ઉકેલવું જરૂરી છે. બની શકે કે તમારી વહુ દુખે છે પેટ અને કૂટે છે માથું એવુંય કરતી હોય. યોગ્ય કાઉન્સેલિંગ થશે તો સમસ્યાનું મૂળ મળશે. એમ છતાં જો વાત ન બને તો તમારા દીકરાનાં કેટલાંક પરીક્ષણ કરાવવાનાં રહેશે. રિજિસ્કૅન કે પેનિસની ડૉપ્લર-સ્ટડી જેવાં કેટલાંક પરીક્ષણ છે જે પુરુષ નપુંસક છે કે નહીં એ કહી આપે છે. આ માટે કોઈ સારા સેક્સોલૉજિસ્ટ અને યુરોલૉજિસ્ટની મદદ લેવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK