સ્ટિમ્યુલેશન ક્યારેક પત્નીને ગમે છે ક્યારેક અકળાઈ જાય છે, મારે શું કરવું?

Published: Nov 07, 2019, 08:26 IST | Dr Ravi Kothari | Mumbai

સેક્સ સંવાદઃ પેનિટ્રેશન કરતાં આંગળીથી થતાં સ્ટિમ્યુલેશન દરમ્યાન તે વધુ સંતોષ લેતી હોય એવું લાગે છે. જોકે સમસ્યા એ છે કે ક્યારેક હું તેની ક્લિટોરિસને સ્ટિમ્યુલેટ કરતો હોઉં છું ત્યારે પહેલાં તેને ગમતું હોય, પણ પછી અચાનક જ તે અકળાઈ ઊઠે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સવાલઃ મારાં લગ્નને અઢી વર્ષ થયાં છે. મારી વાઇફ પણ ઇન્ટિમસી દરમ્યાન રોમૅન્ટિક અને ઍક્ટિવ હોય છે એટલે અંગત પળોનો અનુભવ ખૂબ જ સંતોષજનક રહે છે. પેનિટ્રેશન કરતાં આંગળીથી થતાં સ્ટિમ્યુલેશન દરમ્યાન તે વધુ સંતોષ લેતી હોય એવું લાગે છે. જોકે સમસ્યા એ છે કે ક્યારેક હું તેની ક્લિટોરિસને સ્ટિમ્યુલેટ કરતો હોઉં છું ત્યારે પહેલાં તેને ગમતું હોય, પણ પછી અચાનક જ તે અકળાઈ ઊઠે છે. તેને શું ગમે છે અને શું નહીં, ક્યાં સ્પર્શ કરવાથી તેને ગમે છે એ હું વારેઘડીએ તેને પૂછતો રહું છું. તેની ગમતી ચેષ્ટાઓ જ હું કરું છું. એમ છતાં ક્યારેક તે અકળાઈ જાય છે. બ્રેસ્ટની બાબતમાં પણ એવું જ છે. ક્યારેક તે સહેજ દબાણમાં પણ ખૂબ દુખાવો થાય છે એવું કહે છે તો ક્યારેક તે એ સ્પર્શ એન્જૉય પણ કરે છે અને પછી અચાનક જ મારો હાથ ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગે છે. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? 

જવાબઃએકબીજાને ગમતા સ્ટિમ્યુલેટિંગ પૉઇન્ટ્સ જાણીને એ મુજબની ચેષ્ટાઓ કરવી ખૂબ સારી વાત છે, પરંતુ સેક્સની બાબતમાં એવું જરૂરી નથી કે કોઈક ચેષ્ટા એક સમયે ગમી એ ચેષ્ટા હરહંમેશ ગમતી જ રહે. અમુક સ્થિતિમાં જે ચેષ્ટા ગમતી હોય એ જ કદાચ અન્ય સ્થિતિમાં એટલીબધી ન પણ ગમે. 

સ્ત્રીના શરીરમાં ક્લિટોરિસ ખૂબ જ સંવેદનશીલ પાર્ટ છે. ત્યાંના સ્ટિમ્યુલેશનથી સરળતાથી ચરમસીમાનો અનુભવ થાય છે. જોકે એક વાર પરાકાષ્ઠાનો અનુભવ થઈ જાય એ પછી કેટલીક સ્ત્રીઓમાં એ પાર્ટ અત્યંત સંવેદનશીલ થઈ જાય છે એટલે એ પછી જો તમે પહેલાં જેટલી જ ગતિથી આંગળીની મૂવમેન્ટ ચાલુ રાખો તો પત્નીને એનાથી અસુખ થાય છે. તે તમારો હાથ હટાવવાની કોશિશ કરે છે એનો મતલબ એ છે કે તેને ઑર્ગેઝમ અનુભવાઈ ચૂક્યું છે અને હવે તે સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગઈ છે. બ્રેસ્ટની બાબતમાં પણ એવું જ છે. ઘણી સ્ત્રીઓને માસિક નજીક હોય એ દરમ્યાન હેવીનેસને કારણે બ્રેસ્ટ્સ બહુ જ ટેન્ડર થઈ જાય છે એટલે ત્યાંનો સ્પર્શ ગમતો નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK