કેમ આવે લોકો પોતાની માનતાઓ લઈને વૈષ્ણવ દેવી?

Updated: Jan 19, 2019, 17:28 IST

આજે ભારત હોય કે વિશ્વના અન્ય દેશોના ખૂણે ખૂણેથી લોકો પોતાની માનતાઓ લઈને વૈષ્ણવ દેવીના દર્શને આવે છે.

વૈષ્ણવ દેવી મંદિર
વૈષ્ણવ દેવી મંદિર

વૈષ્ણવ દેવી જ્યાં કેટલાય ભક્તોની ઈચ્છાઓ પૂરી થાય છે, દર વર્ષે અહીં હજારો લોકો માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા માટે આવે છે પણ, શું તમે જાણો છો કે વૈષ્ણવ દેવી મંદિર પાછળ એક કથા છે. જેની જાણ થયા પછી સમજાશે કે, આખરે કયા કારણે અહીં હજારો ભક્તોની માનતાઓ પૂરી થાય છે.

18 માર્ચથી નવરાત્રી શરૂ થાય છે અને એવામાં દર વર્ષની જેમ આ વખતે પણ વૈષ્ણવ દેવી હજારો ભક્તોના જવાની આશા છે. અહીં નવરાત્રી પૂરી થઈ ગયા પછી પણ એક અઠવાડિયા સુધી શ્રદ્ધાળુઓની ભીડ એવી ને એવી જ જોવા મળે છે.

જાણીએ શું છે કહાણી વૈષ્ણવ દેવી મંદિરની

જમ્મૂના ત્રિકૂટ પર્વત પર એક ભવ્ય ગુફા છે અને ગુફામાં પ્રાકૃતિક રૂપે 3 પિન્ડ બનેલા છે. આ પિન્ડ દેવી સરસ્વતી, લક્ષ્મી અને કાલીકાના છે. ભક્તોને આ ત્રણ પિન્ડના દર્શન થાય છે પણ માઁ વૈષ્ણવ દેવીનો અહીં કોઈ જ પિન્ડ નથી. માતા વૈષ્ણવ અહીં અદ્રશ્ય રૂપે હાજર છે છતાં આ સ્થળ વૈષ્ણવ દેવી તીર્થને નામે ઓળખાય છે.

એમ કહેવાય છે કે વૈષ્ણવ દેવી મંદિરનું નિર્માણ કાર્ય લગભગ 700 વર્ષ પહેલાં એક બ્રાહ્મણ પુજારી પંડિત શ્રીધરે કરાવ્યું હતું. તે ખૂબ જ ગરીબ હતો, તેના મનમાં માઁ વૈષ્ણવ માટે અપાર ભક્તિ હતી. એવું કહેવામાં આવે છે કે એક દિવસ તેના સ્વપ્નમાં વૈષ્ણવ દેવી આવ્યા અને કહ્યું કે તેમની માટે એક ભંડારો કરાવવામાં આવે. માતા વૈષ્ણવ દેવીને સમર્પિત ભંડારા માટે એક શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો અને શ્રીધરે આસપાસના બધાં ગામડાંના લોકોને પ્રસાદ લેવા માટે આમંત્રણ પણ આપ્યું.

માતાના આ ભંડારા માટે તેને અમુક લોકોએ મદદ પણ કરી અને છતાં તે મદદ આ ભંડારા માટે પૂરતી નહોતી. જેમ જેમ ભંડારાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ બ્રાહ્મણની ચિંતા વધતી ગઈ. તે માત્ર એ જ વિચારી રહ્યો હતો કે આટલી ઓછી વસ્તુઓમાં ભંડારો કઈ રીતે કરી શકાશે...

ભંડારાના એક દિવસ પહેલા બ્રાહ્મણ એક પળવાર માટે પણ ઊંઘી શક્યો નહીં. તેને માત્ર આ એક જ વિચાર હેરાન કરી રહ્યો હતો કે, મહેમાનોને ભોજન પુરૂ કેવી રીતે પાડી શકીશું. તે સવાર સુધી સમસ્યાઓથી ઘેરાયેલો રહ્યો. એવામાં તેને દેવીમાઁના ચમત્કારનો આશરો હતો.

બ્રાહ્મણ પોતાની ઝૂંપડીની બહાર પૂજા માટે બેસી ગયો અને બપોર સુધીમાં તો ભંડારા માટે મહેમાનો આવવાના શરૂ પણ થઈ ગયા. બધાં લોકો બ્રાહ્મણની નાનકડી ઝૂંપડીમાં આરામથી બેસી ગયા. ત્યાર પછી પણ ત્યાં જગ્યા હતી.

ત્યાર પછી બ્રાહ્મણે પોતાની આંખો ખોલી અને વિચાર્યું કે હવે તે બધાંને જમાડશે કેવી રીતે. ત્યારે એકાએક નાનકડી બાળકીને ઝૂંપડીની બહાર આવતા જોઈ. જેનું નામ વૈષ્ણવી હતું. તે બધાંને જમાડતી હતી.

ભંડારા પછી બ્રાહ્મણ વૈષ્ણવી વિશે જાણવા માટે ઉત્સાહિત હતો પણ વૈષ્ણવી એકાએક ગાયબ થઈ ગઈ અને તેના પછી કોઈને પણ દેખાઈ નહીં. કેટલાક દિવસો પછી બ્રાહ્મણને વૈષ્ણવીનું સ્વપ્ન આવ્યું અને તેમાં સ્પષ્ટ થયું કે તે માતા વૈષ્ણવ દેવી હતા.

કન્યાના રૂપે આવેલ માતાએ બ્રાહ્મણને એક ગુફા વિશે જણાવ્યું. તે પછી બ્રાહ્મણ શ્રીધર માઁની ગુફાની શોધમાં નીકળી પડે છે. જ્યારે તેને ગુફા મળી તો તેણે નક્કી કરી લીધું કે તે પોતાનું આગામી જીવન માતાની સેવામાં પસાર કરશે.

આ પણ વાંચો : ભારતની અજોડ વાસ્તુ કળાનો અમૂલ્ય નમૂનો એટલે દૌલતાબાદનો કિલ્લો

આજે ભારત હોય કે વિશ્વના અન્ય દેશોના ખૂણે ખૂણેથી લોકો પોતાની માનતાઓ લઈને વૈષ્ણવ દેવીના દર્શને આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK