પુરુષો સેક્સથી કેમ જલદી કંટાળે છે?

Published: 7th October, 2020 21:57 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સ્ત્રી-પુરુષ બંનેના જીવનમાં ઘણા એવા સમયગાળા આવે છે જેમાં તેમનો સેક્સમાંથી મૂડ ઉડી જાય છે. આના ઘણા કારણો હોય છે. પરંતુ સાયકોલોજીના હિસાબે પુરુષોનો સેક્સથી જદલી કંટાળે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સ્ત્રી-પુરુષ બંનેના જીવનમાં ઘણા એવા સમયગાળા આવે છે જેમાં તેમનો સેક્સમાંથી મૂડ ઉડી જાય છે. આના ઘણા કારણો હોય છે. પરંતુ સાયકોલોજીના હિસાબે પુરુષોનો સેક્સથી જદલી કંટાળે છે, એની પાછળનું વિજ્ઞાન શું છે?

સાયકોલોજી ટુડેમાં આવેલા એક આર્ટિકલ મુજબ, ઘણી વખત એવુ બને છે કે પુરુષો બે અઠવાડિયા સુધી સેક્સ ન કરે. આમાં સંબંધોમાં ફ્રસ્ટેશન વધે છે કારણ કે સામી વ્યક્તિ પણ વિચારમાં પડે છે કે એવી તે શું ખામી છે કે હવે સેક્સમાં મૂડ જ નથી રહ્યો.

આમ તો સેક્સમાં રસ ન રહેવાના બે મુખ્ય કારણ છે- પહેલું પાર્ટનર પ્રત્યેનો ઈમોશનલ કનેક્શનનો અભાવ અથવા બિમારી. જોકે આ બે કારણો ઉપરાંત બાયોલોજીકલ કારણોને લીધે પણ ઘણીવાર સેક્સમાં રસ રહેતો નથી. બાહ્ય પરિબળો જેવા કે કામનો શારિરીક થાક, માનસિક થાક અને સામાજિક/કૌટુંબિક ચિંતાઓને લીધે પણ સેક્સ લાઈફ પ્રત્યે કોઈ આકર્ષણ રહેતું નથી.

જોકે જીવનચક્રમાં આ દરેક પડકારોનો સામનો કરવો જ પડે છે. નિષ્ણાતોનું સલાહ છે કે તમારે દરેક ચિંતાને બાજુમાં મૂકીને તમારા પાર્ટનર સાથે શ્રેષ્ઠ સમય પસાર કરવો જોઈએ. આજની તારીખમાં સ્ત્રીઓ ઉપર પણ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફનું પ્રેશર હોય છે જેથી ઉપરોક્ત દરેક કારણના લીધે સ્ત્રીઓને પણ ઘણીવાર સેક્સમાંથી મૂડ ઉડી જાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK