આખરે કેમ સેક્સ લાઈફથી અસંતુષ્ટ થઈ જાય છે મહિલાઓ? જાણો કારણો

Updated: 16th October, 2020 21:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘરની જવાબદારી સંભાળતી મહિલાઓને થાકના કારણે સેક્સમાં થાય છે તકલીફ

પ્રતીકાત્મ તસવીર
પ્રતીકાત્મ તસવીર

શારીરિક સંબંધ એક એવો સંબંધ છે, જે દરેક સંબંધમાં એક મહત્વનો ભાગ ભજવે છે. કોઈપણ સંબંધમાં શારીરિક સુખનું આગવું મહત્વ છે. પરંતુ દેશમાં ઘણી મહિલાઓ પાર્ટનર સાથે જાતીય સુખ માણી શકતી નથી અને અંદરોઅંદર ગૂંગળાઈ રહે છે. સૌથી મોટી સમસ્યા ખુલીને વાત ન કરવી, પાર્ટનરને પસંદ-નાપસંદ શેર ના કરવી જેવી સમસ્યાઓ રહેલી છે. આજે અમે તમને જણાવીશું કે આખરે કેમ સેક્સ લાઈફથી અસંતુષ્ટ થઈ જાય છે.

ભારતમાં મોટા ભાગની મહિલાઓને ઘરનાં કામની જવાબદારી સંભાળવાની રહે છે. જેથી તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર અસર પડે છે. થાક લાગવી જેવી સમસ્યાઓનાં કારણે સેક્સ માણવું મુશ્કેલ થઈ શકે છે. જો પાર્ટનર ફક્ત શારીરિક સંબંધ બાંધવા માટે જ તેમની પાસે આવતા હોય તો મહિલાઓ ભાવનાત્મક રૂપે તેનાથી દૂર થવા લાગે છે. એવામાં શારીરિક સંબંધમાં મહિલાઓ એન્જોય કરી શકતી નથી.

મહિલા જે સંબંધમાં હોય અને તેમાં જો પ્રેમ, સ્નેહ અને સન્માનમાં ઘટાડો આવી જાય તો ફિઝીકલ ઇંટીમેસી વિશે વિચારવાનું બંધ કરી શકે છે. તેમ છતાં, જો તે તેમાં સામેલ થઈ પણ જાય તો તેને બિલકુલ એન્જોય નથી કરતી.

મહિલાઓની બીજી મોટી સમસ્યા છે કે, મહિલાઓ પોતાના લૂકને લઈને ખૂબ સેન્સેટીવ હોય છે. જો પાર્ટનર પ્રેમની અભિવ્યક્તિ ન કરે તો મહિલાઓ પોતાની બોડીને લઈને કોન્ફિડન્સ ગુમાવી શકે છે. આ સિવાય વધેલું વજન પણ મહિલાઓને ટેન્શનમાં મૂકી શકે છે. એવામાં તે સેક્સ દરમિયાન અનુકુળ રહી શકતી નથી. શારીરિક સુખ પણ તે મેળવી શકતી નથી.

પાર્ટનર વચ્ચે સૌથી મહત્વની વસ્તુ છે કમ્યુનીકેશન. જો બન્ને એકબીજાને એકમેકની પસંદ-નાપસંદ શેર કરતા નથી તો માત્ર સેક્સ નહીં અન્ય વસ્તુઓમાં પણ સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ભારતની મહિલાઓ પોતાના પાર્ટનરને કહી જ નથી શકતી કે સેક્સ દરમિયાન તેમને કઈ વસ્તુ ગમે છે અને શું નથી ગમતુ. એવામાં ના ગમતી વસ્તુ કરવી પડે તો મહિલાઓ ચરમસીમા સુધી જાતીય સુખ માણી ન શકે.

First Published: 16th October, 2020 21:49 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK