કૉન્ડોમ કઈ બ્રાન્ડ અને સાઇઝનું વાપરવું જોઈએ? યોગ્ય સલાહ આપો

Published: 9th January, 2020 16:22 IST | Dr. Ravi Kothari | Mumbai

સમસ્યા એ છે કે મને કૉન્ડોમ પહેરવાનું બહુ ફાવતું નથી. ક્યારેક સરકી જાય, ક્યારેક ફાટી જાય તો ક્યારેક બરાબર ઉપર ચડે જ નહીં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : લગ્ન પહેલાંથી જ હું ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છું. હજી એક-બે વર્ષ લગ્ન કરવાનો વિચાર નથી એટલે આવા સંજોગોમાં અનવૉન્ટેડ પ્રેગ્નન્સી બાબતે બન્ને બહુ સભાન છીએ. એને કારણે ઘણી વાર ટેન્શનમાં પણ આવી જઈએ છીએ. સમસ્યા એ છે કે મને કૉન્ડોમ પહેરવાનું બહુ ફાવતું નથી. ક્યારેક સરકી જાય, ક્યારેક ફાટી જાય તો ક્યારેક બરાબર ઉપર ચડે જ નહીં. એક ફાટે તો બીજાથી પ્રોટેક્શન મળે એ માટે હું બે પીસ ચડાવું છું. એમ છતાં કંઈક ને કંઈક ગરબડ થાય જ છે. ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સથી કામ ચાલી જાય, પણ એ પછી અન્ય ઇન્ફેક્શનથી પ્રોટેક્શન ન મળે. કૉન્ડોમ કઈ બ્રૅન્ડ અને સાઇઝનું વાપરવું જોઈએ?

જવાબ: બહુ સારી વાત છે કે તમે સમજો છો કે કૉન્ડોમ માત્ર અનવૉન્ટેડ પ્રેગ્નન્સીમાં જ નહીં, ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે. જોકે બીજી એક વાત સમજવી જરૂરી છે કે એ બન્ને કાર્યો માટે એક જ કૉન્ડોમ કાફી છે. બે કૉન્ડોમ વાપરવાની જરૂર નથી. રાધર, બે વાપરવાથી જ સરકવાની, ફાટવાની સમસ્યા વધે છે. એક જ નિરોધ વાપરવામાં શું કાળજી રાખવી એની કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખો જેમ કે સૌપ્રથમ એક પૅકેટમાં એક જ નિરોધ હોય એવું પૅક ખરીદવું. પ્રત્યેક નવા સમાગમ વખતે નવું જ નિરોધ વાપરવું. ચિરાયેલું કે ફાટેલું હોય એવું નિરોધ ન વાપરવું. સંવનન એટલે કે ફોરપ્લે દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય સખતાઈ આવી જાય એ પછી જ્યારે તમે યોનિપ્રવેશ માટે તૈયાર થાઓ એ જ વખતે નિરોધ પહેરી લેવું. યોનિપ્રવેશ કરીને ‘સ્ખલન થશે એ પહેલાં અધવચ્ચે કૉન્ડોમ પહેરી લઈશ’ એવી ધારણા ખોટી પડવાની શક્યતાઓ વધારે છે. નિરોધ નીચેથી ઉપરની તરફ પહેરવું અને ઊંધું ન પહેરાઈ જાય એનું ધ્યાન રાખવું, કારણ કે એક વાર સંપૂર્ણ રીતે ખૂલી ગયા પછી એ ઉપયોગમાં નથી લઈ શકાતું. વીર્યસ્ખલન થયા પછી ઇન્દ્રિય સાવ જ નરમ પડી જાય એ પહેલાં એને યોનિમાર્ગમાંથી બહાર કાઢી લેવી. જો એમ કરવામાં કોઈ વાર થોડું પણ મોડું થાય તો વીર્ય યોનિમાર્ગમાં જવાની શક્યતા રહે છે.

કૉન્ડોમ એ માત્ર ગર્ભનિરોધક જ નથી, પરંતુ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પણ બચાવે છે એટલે એના જેવો સેફ વિકલ્પ બીજો કોઈ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK