જ્યારે પણ મૅસ્ટરબેટ કરું ત્યારે બહુ સારું લાગે, પણ એ પછી અતિશય થાક અને નબળાઈ અનુભવાય છે

Published: 25th December, 2018 14:05 IST | સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સૌથી પહેલાં તો તમારે એ જાણવું જરૂરી છે કે વીર્ય અંદર સંઘરી રાખવાથી કોઈ જ ફાયદો નથી. તમે હસ્તમૈથુન કરીને આનંદ મેળવો એ પછીથી વીર્યને કાઢી નાખવાને બદલે સંઘરી રાખશો તો એ અંદર ભરાઈ રહેશે એવું માનવાની જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૧ વરસની છે. છેલ્લાં ત્રણેક વરસથી મૅસ્ટરબેશનની આદત પડી છે. કલ્પના ન કરું તો બેચેની થઈ આવે. જ્યારે પણ મૅસ્ટરબેટ કરું ત્યારે બહુ સારું લાગે, પણ એ પછી અતિશય થાક અને નબળાઈ અનુભવાય. કહેવાય છે કે વધુ ઇજેક્યુલેશન થવાથી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ઘટતી જતી હોય છે અને એને કારણે નબળાઈ આવે છે. મારા ફ્યુચર પ્લાનિંગ મુજબ ઓછામાં ઓછાં પાંચેક વર્ષ પહેલાં હું લગ્ન કરવાનો નથી. આવા સમયે લગ્ન સુધી ફર્ટિલિટી સારી રહે એ માટે મેં વચલો રસ્તો કાઢ્યો છે. એ માટે મૅસ્ટરબેશન પછી ઇજેક્યુલેશન નથી કરતો. જ્યારે વીર્ય બહાર નીકળવાનું હોય ત્યારે મૂવમેન્ટ બંધ કરીને એનાપર અંગૂઠો દબાવી દઉં છું જેથી એ બહાર ન નીકળે. એમ છતાં નાઇટફૉલ થઈ જાય છે અને ટેસ્ટિકલ્સમાં બહુ ભારણ લાગે છે.

જવાબ : સૌથી પહેલાં તો તમારે એ જાણવું જરૂરી છે કે વીર્ય અંદર સંઘરી રાખવાથી કોઈ જ ફાયદો નથી. તમે હસ્તમૈથુન કરીને આનંદ મેળવો એ પછીથી વીર્યને કાઢી નાખવાને બદલે સંઘરી રાખશો તો એ અંદર ભરાઈ રહેશે એવું માનવાની જરૂર નથી. ધારો કે તમે એ કાઢી નાખશો તો પણ ચોવીસ કલાકમાં ફરી નવું વીર્ય બની જ જશે. વધુ વીર્ય વહાવી દેવાથી સ્પર્મ-કાઉન્ટ ઘટતા નથી, પરંતુ ખોટી લાઇફ-સ્ટાઇલ અને વ્યસનોને કારણે સ્પર્મ-કાઉન્ટ ઘટે છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કુદરતી વેગને ન રોકવો. એ પછી છીંક હોય, યુરિન હોય કે વીર્ય. પ્રકૃતિથી વિરુદ્ધ જઈને વેગો રોકવાથી વિકૃતિ સર્જાઈ શકે છે. વીર્યસ્ખલન એ મૈથુનની ચરમસીમા દરમ્યાન નીકળતો કુદરતી આવેગ છે. એને રોકવાથી તકલીફ થઈ શકે છે. જરૂરી નથી કે એનાથી વીર્યની ક્વૉલિટી કે ઈન્દ્રિયને જ નુકસાન થાય, પરંતુ ઓવરઑલ શરીરની ક્ષમતા પર પણ માઠી અસર પડે. પુરુષના શરીરમાં વીર્ય સતત બન્યા જ કરે છે. એ સંઘરી રાખવા માટે નથી. એ તમે સંઘરી રાખશો તો પણ નાઇટફૉલરૂપે નીકળી જશે. ભેગું કરવા ધારશો તોય નહીં કરી શકો. ઈન્દ્રિયને દબાવીને વીર્યસ્ખલન રોકવાનો કોઈ જ દેખીતો ફાયદો નથી, પણ નુકસાન થવાની શક્યતાઓ ચોક્કસ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK