વધુ પડતા મેસેજ કર્યા તો WhatsApp લેશે લીગલ એક્શન

Published: 13th June, 2019 21:10 IST | મુંબઈ

હવે કંપની એવા લોકો સામે પગલાં લેવા જઈ રહી છે, જે એપનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

WhatsAppએ તાજેતરમાં જ ફેક ન્યૂઝ અને ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે જુદા જુદા ઘણાં પગલાં લીધા છે. સાથે જ સ્પામ રોકવા માટે પણ એપમાં નવા ફીચર્સ લોન્ચ કરાયા છે. હવે કંપની એવા લોકો સામે પગલાં લેવા જઈ રહી છે, જે એપનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

WhatsAppએ એક પોસ્ટમાં લખ્યું છે કે,'ડિસેમ્બર 2019 બાદ WhatsApp એવા લોકો સામે કાયદાકીય પગલાં લેશે જે એપની ટર્મ્સ એન્ડ સર્વિસનું ઉલ્લંઘન કરીને ખોટા કામ કરી રહ્યા છે, અથવા તો અન્ય લોકોને ખોટા કામ કરવામાં મદદ કરી રહ્યા છે. આમાં ઓટોમેટેડ મેસેજ, બલ્ક મેસેજ અને નોન પર્સનલ યુઝ પણ સામેલ છે.'

WhatsAppની આ પોસ્ટ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કંપની સ્પેમને ગંભીરતાથી લઈ રહી છે. દુનિયાભરમાં હાલ WhatsAppના 1.5 અરબ યુઝર્સ છે. તાજેતરમાં જકંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ દ્વારા કેટલાક સ્પામ અકાઉન્ટ્સની ઓળખ કરવાની વાત કરી છે.

WhatsAppના પ્રવક્તા ટેક ક્રંચનું કહેવું છે કે,'WhatsAppને પ્રાઈવેટ મેસેજિંગ માટે ડિઝાઈન કરાયું હતું, એટલે જ અમે વિશ્વભરમાં બલ્ક મેસેજ રોકવા માટે પગલાં લીધા છે અને વ્હોટ્સએપ અકાઉન્ટના ખોટા યુઝને મર્યાદિત કર્યો છે. અમે અબ્યુઝ કરતા મેસેજિસની ઓળખ કરવાની ક્ષમતા વધારી છે, હાલ વ્હોટ્સ એપ દર મહિને 2 અરબ અકાઉન્ટ્સની મદદ કરી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સતત વ્હોટ્સએપ પર અબ્યુઝ, ખોટી માહિતી અને ફેક ન્યૂઝ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં વોટ્સએપના સૌથી વધુ યુઝર્સ છે. એટલે આ બધાની સૌથી વધુ અસર ભારતમાં જ થાય છે. ભારત સરકારે WhatsApp પાસે ડિમાન્ડ કરી હતી કે ખોટા સમાચાર કે અફવાહ ફેલાવનારને શોધવા માટેનું ટૂલ વ્હોટ્સ એપ ડેવલપ કરે, પરંતુ વ્હોટ્સએપે આ ટૂલનો બનાવવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચોઃ Asus બાદ હવે Intel એ પણ ડ્યુઅલ સ્ક્રીનવાળું લેપટેપ લોન્ચ કર્યું

WhatsAppના નકાર પાછળ કંપનીની દલીલ એવી હતી કે આ પ્લેટફોર્મ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે અને આમ કરવાથી વ્હોટ્સએપની વિશ્વસનીયતા ખોરવાઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK