Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જાણો whatsappને કેટલા વર્ષ પૂરા થયા

27 February, 2019 03:15 PM IST |

જાણો whatsappને કેટલા વર્ષ પૂરા થયા

Whatsapp આ વર્ષે પોતાનો 10મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે

Whatsapp આ વર્ષે પોતાનો 10મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે


આજકાલ સ્માર્ટફોનનો જમાનો છે. સ્માર્ટફોનના આ સમયમાં એવુ કોણ હશે જે સોશિયલ મીડિયા પર એક્ટીવ નહી હોય. ફેસબુક, Whatsapp, twitter જેવી એપનો ઉપયોગ કરે છે. જ્યારે Whatsapp જેવું એપ એવા ટૉચ પર પહોંચી ગયુ છે જ્યાં બીજી કોઈ એપ પહોંચી શકી નથી.

Whatsapp આ વર્ષે પોતાનો 10મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે. આ 10 વર્ષમાં આ ખુબજ લોકપ્રિય એપે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી ચુક્યું છે. ઈન્સ્ટન્ટ મેસેજીંગ સિવાય ફોટા, વીડિયો અને સ્ટેટસ અપડેટ અપડેટ અને શેર કરવા માટે Whatsapp દુનિયાભરમાં જાણીતું છે. છેલ્લા 10 વર્ષમાં whatsapp એપને ટક્કર આપવા કેટલીયે એપ આવી, પણ કોઈ એપ એની જગ્યા નથી લઈ શક્યું અને એની સામે ટકી શક્યુ નથી.



10મા જન્મદિવસના ખાસ અવસરે આજે જાણીએ 2009માં શરૂ થયેલા Whatsappનું અત્યાર સુધીની કેવી રહી સફર અને લોકો માટે શું રહ્યું ખાસ


વર્ષ 2009

વર્ષ 2009માં whatsappની શરૂઆત થઈ અને આઈફોન અને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યુ હતું. શરૂઆતમાં આ મેસેજિંગ એપ તરીકે લૉન્ચ કરવામાં આવી હતી. એક વર્ષ જેવા ટૂંકાગાળામાં Whatsapp ખુબજ લોકપ્રિય થવા લાગ્યુ અને તેમાં ફોટાઓ, વીડિયો શેરીંગ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો જેનાથી યૂઝર્સને આ એપ વધારે પસંદ આવી.


વર્ષ 2010

વર્ષ 2010 પછી Whatsappમાં મેજર અપડેટ વર્ષ 2013માં આવ્યા. આ ફીચરથી ખુબજ સરળતા મળી પોતાના સંબંધીઓ અને મિત્રોને પોતાની લોકેશન શેર કરવાથી સરળતાથી પહોંચી શકાતુ હતું.

વર્ષ 2013

વર્ષ 2010 પછી 2013માં ગ્રુપ ફીચર લૉન્ચ કરવામાં આવ્યુ. આ ફીચર પણ ખુબ જ લોકપ્રિય થયું. આ ફીચર આવતા યૂઝર્સ પોતાના મિત્રો, ફેમિલી મેમ્બર સાથે ગ્રુપ બનાવવાનું શક્ય બન્યું. અને લોકોને આ ફીચર પણ પસંદ આવવા લાગ્યુ.

વર્ષ 2014

દુનિયાભરમાં Whatsappના યૂઝર્સની સંખ્યામાં વધારો થયો અને આશરે 50 કરોડ થઈ ગઈ છે. આ વર્ષે Whatsapp ફેસબુક સાથે હાથ મિલાવી લીધો હતો. 2014માં Whatsappમાં ‘Read Receipts’નું નવુ ફીચર એડ કરવામાં આવ્યુ.

વર્ષ 2015

Whatsapp પોતાના યૂઝર્સની બેસને વધારવા ડેસ્કટોપ માટે Whatsapp WEB લૉન્ચ કર્યુ. એટલે બધા આ વેબ સેટિંગથી લોકો ડેસ્ક ટોપ અને લેપટોપથી પણ એક બીજાને મેસેજ કરી શકે છે.

2016

વર્ષ 2016માં Whatsappના કુલ યુઝર્સની સંખ્યા 100 કરોડે પહોંચી ગઈ. આ વર્ષે Whatsapp યૂઝર્સની સુરક્ષા અને પ્રાઈવસીને વધારવા એન્ડ ટૂ એન્ડ અનક્રિપ્શન ફીચર રોલ આઉટ કર્યુ છે. આટલુ જ નહી વર્ષ 2016ના અંત સુધીમાં Whatsappમાં વીડિયો કોલીંગ ફીચર આપવામાં આવ્યુ છે. જેથી તમે તમારા મિત્ર સાથે વીડિયો ચેટ કરી શકો છો.

2017

Whatsappને વધારે મનોરંજક બનાવવા માટે વર્ષ 2017માં Whatsapp સ્ટેટસ ફીચર એડ કરવામાં આવ્યુ. જે ખુબ જ લોકપ્રિય બન્યુ આ ફીચરે ખુબ જ ધુમ મચાવી અને લોકો પોતાના મુડ અનુસાર ફોટા અને વીડિયો આ સ્ટેટસમાં રાખી શકે છે અને બીજા લોકો પણ જોઈ શકતા હોવાથી આ ફીચર ખુબજ લોકપ્રિય બન્યુ.

2018

આ વર્ષે દુનિયાભરમાં એક્ટિવ Whatsapp યૂઝર્સની સંખ્યામાં વધારો થઈને 150 કરોડ પર પહોંચી ગઈ. આની સાથે જે Whatsapp પોતાના યૂઝર્સ સાથે બિઝનેસ એપ, Whatsapp ગ્રુપ કોલિંગ અને Whatsapp સ્ટીકર્સ જેવા ફીચરને જોડીને યૂઝર્સનો મનોરંજન થતો રહે છે.

આ પણ વાંચો : ફ્લિપકાર્ટ સેલમાં સ્માર્ટફોન્સ પર 8,000 રુપિયા સુધીની છૂટ

2019

આ વર્ષે Whatsappની શરૂઆત થયાને એક દશક પૂરો થઈ ગયો. હાલ એવુ કોઈ ભાગ્યે જ હશે જે આ એપથી અજાણ હોય અથવાતો તેનો ઉપયોગ કરતો ન હોય. Whatsapp વગર કોઈ રહી શક્તું નથી. જ્યાં જુઓ ત્યાં બસ લોકોને Whatsappની જ ધૂન લાગી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2019 03:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK