વૉટ્સએપનું નવું ફીચર, વધશે તમારી રજાની મજા, જાણો કેમ?

Apr 12, 2019, 20:09 IST

વૉટ્સએપ એકવાર ફરી નવું ફીચર એડ કરશે. આ નવા ફીચરને કારણે તમારી રજાઓમાં આનંદનું પ્રમાણ વધી જશે.

વૉટ્સએપનું નવું ફીચર, વધશે તમારી રજાની મજા, જાણો કેમ?
વૉટ્સએપ

સોશિયલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર ટૂંક સમયમાં નવું ફીચર આવવાનું છે. આ ફીચર સાથે તમારી રજાની મજા વધી જશે. જો કે આ પહેલી વાર નથી થઈ રહ્યું જ્યારે વૉટ્સએપએ નવું ફિચર એડ કર્યું છે. ચૅટિંગ એક્સપિરિયન્સને વધારે રસપ્રદ અને રોમાંચક બનાવવા માટે વૉટ્સએપ કઇંક ને કઇ નવું કરતું રહે છે. આમ વૉટ્સએપ એકવાર ફરી નવું ફીચર એડ કરશે. આ નવા ફીચરને કારણે તમારી રજાઓમાં આનંદનું પ્રમાણ વધી જશે.

વૉટ્સએપનું નવું ફીચર

વૉટ્સએપ ટૂંક સમયમાં આ નવું ફીચર ઍડ કરશે. આ નવા ફીચરનું નામ વેકેશન મોડ છે. વૉટ્સએપનું આ નવું ફીચર બીટા મોટમાં છે અને તેની ટેસ્ટિંગ ચાલું છે, અને ટૂંક સમયમાં આ અપડેટ કરવામાં આવશે. કંપની અત્યારે વૉટ્સએપના એન્ડ્રોઇડ 2.19.101 બીટામાં આ વેકેશન મોડની ટેસ્ટિંગ કરી રહી છે. આવો જાણીએ આ ફીચર વિશે.

શું છે વૉટ્સએપનું નવું ફીચર

વૉટ્સએપનું નવું ફીચર વોકોશન મોડ તરીકે કામ કરશે. આ ફીચર અંતર્ગત જો તમે રજાઓમાં ક્યાંય બહાર છો અને ક્યાંય ફરવા ગયા છો તો તમે પોતાને વૉટ્સએપ રિંગટોનથી દૂર રાખી શકો છો. આ ફીચરની સાથે તમે પોતાની રજાઓ સુખેથી માણી શકો છો. તાજેતરમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને પ્લેટફોર્મ પર આ ફીચરની ટેસ્ટિંગ ચાલુ છે.

આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામ પર હવે નહીં શેર થાય પોસ્ટ, આવી નવી ગાઇડલાઈન્સ

શું છે આ ફીચરનો હેતુ

આ ફીચરની મદદથી તમે પોતાને વૉટ્સએપથી કેટલાક સમય માટે દૂર રાખી શકો છો. તમે આ ફીચરની મદદથી વૉટ્સએપ કન્વર્સેશન મ્યૂટ કરી શકો છો અને ફરી વૉટ્સએપ વાપરવા પર તમે તે ચેટમાં એક નવો મેસેજ રિસીવ કર્યા છતાં પોતાના આર્કાઇવ પર પાછા પહોંચી શકશો. આ ફીચર અપડેટ થતાં જ તમે નોટિફિકેશન સેટિંગમાં પ્રીવ્યૂ ઑપ્શન દેખાશે. એટલું જ નહીં કંપની વૉટ્સએપમાં નવું અપડેટ લાવવાનો પ્રયત્ન કરી રહી છે, જે યાહુ મેસેન્જરની જેમ એક નોટિફિકેશન જેવું હશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK