WhatsApp પર હવે તમે કરી શકશો નવી ઈમોજીનો ઉપયોગ, જાણો કેવી રીતે

Updated: Nov 06, 2019, 16:13 IST | New Delhi

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફૉર્મ WhatsAppએ એક નવો સૉફ્ટવેર અપડેટ કરી દીધો છે. એને Google Play beta programme channel દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

WhatsApp
WhatsApp

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફૉર્મ WhatsAppએ એક નવો સૉફ્ટવેર અપડેટ કરી દીધો છે. એને Google Play beta programme channel દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ નવા અપડેટમાં યૂઝર્સને કેટલાક નવા ઈમોજીસ જોવા મળશે. જ્યાં કેટલાક હાલના ઈમોજીસનો લૂક બદલાઈ જશે. આ નવો બીટા વર્ઝન 2.19.315 છે. બીટા વર્ઝન યૂઝર્સ આ નવા અપડેટને ઉપયોગ કરી શકશે. જણાવી દઈએ કે આ અપડેટમાં હાલમાં નેટફ્લિક્સ ટ્રેલર વીડિયોઝ અને ડાર્ક મોડ ફીચરને જગ્યા નથી મળી.

WhatsApp યૂઝર્સને મળેલા નવા ઈમોજી:

નવા ઈમોજીમાં કલર બ્લૉક્સ, યૉનિંગ ફેસ અને વ્યક્તિના અલગ-અલગ પોશ્ચર્સવાળા ઈમોજી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જો ઈમોજી ડિઝાઈનના બદલાવની વાત કરીએ તો હાલના ત્રણ ઈમોજીસનો બદલાવ કરવામાં આવ્યો છે. નવા અપડેટમાં લેટેસ્ટ યૂનિકૉર્ડ સપોર્ટ પણ આપવામાં આવ્યા છે. એ સિવાય WhatsAppના નવા અપડેટમાં ડાર્ક સ્પેશિયલ સ્ક્રીન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ ફિંગરપ્રિન્ટ લૉક ફીચર પણ આપવામાં આવ્યું છે.

ફિંગરપ્રિન્ટ ફીચરનો આવી રીતે કરશો ઉપયોગ:

જો તમે WhatsApp પર આ ફીચરને ઈનેબલ કરો છો તો તમારું WhatsApp પોતે જ અનલૉક થઈ જશે. આને કેટલા ટાઈમમાં સિલેક્ટ કરવું છે એ તમે પોતે જ સેટ કરી શકશો. તમે 1 મિનિટથી લઈને 320 મિનિટ સુધી તમે કેટલો પણ સમય સિલેક્ટ કરી શકો છો. સાથે જ યૂઝર્સ એ પણ સિલેક્ટ કરી શકશે કે એમને મોકલવામાં આવેલા મેસેજ અથવા સેન્ડરની નોટિફિકેશન દેખાશે કે નહીં.

જલદી જ લૉન્ચ થશે WhatsApp Pay સર્વિસ:

માર્ક ઝુકરબર્ગે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારતમાં આ ફીચરનું પરિક્ષણ ચાલી રહ્યું છે. કંપની જલદી જ આ સર્વિસને ભારતમાં લૉન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે UPI આધારિત WhatsApp Pay સર્વિસને 400 મિલિયન યૂઝર્સ સુધી ઉપલબ્ધ કરવામાં આવશે. એને ખાસ કરીને નાના અને મિડિયમ બિઝનેસિઝ સુધી પહોંચાવવામાં આવશે જેનાથી ડિજિટલ ટ્રાન્જેક્શન બૂસ્ટ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK