Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પૂરેપૂરી ત્વચાને પાછળ લેતી વખતે દુખાવો ન થાય એ માટે શું કરવું?

પૂરેપૂરી ત્વચાને પાછળ લેતી વખતે દુખાવો ન થાય એ માટે શું કરવું?

17 July, 2020 12:01 PM IST | Mumbai Desk
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

પૂરેપૂરી ત્વચાને પાછળ લેતી વખતે દુખાવો ન થાય એ માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ : હું હજી ટીનેજર છું. મારી પેનિસ ઉપર ખૂબબધી લૂઝ ત્વચા છે એને કારણે ઉત્થાન ન હોય એ વખતે એ સાવ જ ચીમળાઈ ગયેલી અને નાની લાગે છે. ઇન્ટરનેટ પર ફરતી એક પૉર્ન-ક્લિપમાં જોયેલું તો એમાં દર્શાવેલા મૉડલ કરતાં મારી ઇન્દ્રિયની સાઇઝ ઘણી નાની હતી. ઉત્તેજના આવે અને હસ્તમૈથુન કરું ત્યારે પણ પૂરેપૂરી ત્વચા પાછળ જતી નથી. પેનિસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ખુલ્લો કરવા ત્વચાને પાછળ લેવી પડે છે અને ક્યારેક એવું કરતાં દુખાવો થાય છે. પાછળ ખેંચાયેલી ત્વચામાં પણ ખૂબ કરચલી હોય છે. શું મારી ફોરસ્કિન ખૂબ વધારે છે એટલે આવું થતું હશે? કે પછી હજી મારો પ્રાઇવેટ પાર્ટ પૂરેપૂરો વિકસવાનો બાકી છે? પુરુષોની પેનિસની સાઇઝ કઈ ઉંમર સુધીમાં સંપૂર્ણપણે વિકસિત થઈ જાય? પૂરેપૂરી ત્વચાને પાછળ લેતી વખતે દુખાવો ન થાય એ માટે શું કરવું?
જવાબ : ફોરસ્કિન એ પેનિસને પ્રોટેક્ટ કરવા માટેની કુદરતી રચના છે. જે લોકો ટીનેજથી જ ફોરસ્કિનને નિયમિતપણે પાછળ સરકાવવાની આદત રાખે તેમને આવી તકલીફ નથી પડતી.
ફોરસ્કિન વધુપડતી હોવાથી ઉત્તેજના વખતે તકલીફ પડે એવું શક્ય નથી. હા, જો એ ટાઇટ હોય અને આગળપાછળ સરકાવી શકાય એવી ફ્લેક્સિબિલિટી ખોઈ ચૂકી હોય તો આવું થઈ શકે છે. તમને દુખાવો થાય છે, પણ ફોરસ્કિન પાછળ સરકે તો છે જ. એ બતાવે છે કે સમસ્યા બહુ મોટી નથી. સફળ સેક્સલાઇફ માટે સુષુપ્ત અવસ્થામાં ઇન્દ્રિયની સાઇઝ શું છે એ નહીં, પણ ઉત્તેજિત અવસ્થામાં યોગ્ય લંબાઈ અને સ્ટ્રેન્ગ્થ જરૂરી હોય છે. માટે ઇન્દ્રિયની સાઇઝને ક્યાંય કોઈ પણ ઍડલ્ટ સાઇટ્સ પર સરખાવવાની કોશિશમાં ન જશો.
તમે હજી સેક્સ-લર્નિંગની પ્રક્રિયામાં છો એટલે ખોટેખોટું પૅનિક થવાને બદલે ધીરજ રાખો. રોજ ઇન્દ્રિય પર શુદ્ધ કોપરેલ તેલની માલિશ કરી ત્વચાને ધીમે-ધીમે પાછળ સરકાવો. ત્વચા વધુપડતી ખેંચવાની જરૂર નથી. નિયમિત આમ કરવાથી ધીમે-ધીમે દુખાવો ઘટતો જશે. તેલ લગાવ્યા પછી સાબુ અને ચોખ્ખા પાણીથી ઇન્દ્રિયની યોગ્ય સફાઈ પર ધ્યાન જરૂર આપશો. દિવસમાં બે વાર ત્વચા પાછળ ખેંચીને સાબુ-પાણીથી એ ભાગને સ્વચ્છ રાખવાની આદત કેળવો એટલું પૂરતું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2020 12:01 PM IST | Mumbai Desk | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK