Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મોટા ભાગે ધાર્યા કરતાં વહેલું વીર્યસ્ખલન થઈ જાય, શું કરું?

મોટા ભાગે ધાર્યા કરતાં વહેલું વીર્યસ્ખલન થઈ જાય, શું કરું?

25 August, 2020 06:29 PM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

મોટા ભાગે ધાર્યા કરતાં વહેલું વીર્યસ્ખલન થઈ જાય, શું કરું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ: મારી ઉંમર ૪૧ વર્ષ છે. ઉત્તેજના આવવામાં ક્યારેય મુશ્કેલી નથી આવતી, પરંતુ મોટા ભાગે ધાર્યા કરતાં વહેલું વીર્યસ્ખલન થઈ જાય છે. એને કારણે મને પણ મજા નથી આવતી અને મારી વાઇફને પણ. ઇન્ટરનેટ પરથી એક સ્પ્રે લીધું હતું જે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશનની દવારૂપે વેચાતું હતું. એ વાપરવાથી સ્ખલન તો લંબાયું, પણ મને કે મારી વાઇફને બહુ મજા ન આવી. સમયની દૃષ્ટિએ લાંબો સમાગમ ચાલ્યો, પણ જેવી અપેક્ષા હતી એવો આનંદ ન મળ્યો. એક-બે વાર તો એવું થયું કે એ સ્પ્રે લગાવ્યા પછી ઉત્તેજના જ ન આવી. હવે મને સમજાતું નથી કે લાંબો સમાગમ થયા છતાં સ્પ્રેની કોઈ આડઅસરને કારણે આવું થતું હશે? વાઇફને તો સ્પ્રે વાપરવું ગમતું જ નથી. સંભોગના કેટલા સમય પહેલાં અને કેવી રીતે આ સ્પ્રે વાપરવું જોઈએ? એની કોઈ સાઇડ-ઇફેક્ટ ખરી?

જવાબ: ચરમસીમાને પાછી ઠેલે એવાં અઢળક સ્પ્રેની જાહેરાતો આજકાલ નીકળી છે. આ સ્પ્રે સમાગમનો સમય લંબાવી શકે છે, આનંદ નહીં. એક વાત સમજી લેવી જરૂરી છે કે જુદા-જુદા નામે વેચાતા આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કે ટકાવી રાખવાના કોઈ જ ગુણ નથી. બલ્કે એમાં ઍનેસ્થેટિક એજન્ટ હોય છે. એટલે કે જ્યાં આ સ્પ્રે લગાવવામાં આવે ત્યાંની ત્વચા બહેર મારી જાય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે, જ્યારે આ સ્પ્રે છાંટવાથી એની સંવેદના ચાલી જાય છે.



જો તમે આ સ્પ્રે પહેલાં જ લગાવીને પછી ઉત્તેજના લાવવાની કોશિશ કરશો તો ત્વચાની બહેરાશને કારણે સ્પર્શ-સંવેદના થશે નહીં. સામાન્ય રીતે વ્યક્તિ આનંદ મેળવવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છતી હોય છે, પણ સંવેદના ચાલી જવાને કારણે વ્યક્તિ સ્પર્શ અને ઘર્ષણનો આનંદ નથી મેળવી શકતી. આનંદ વિનાની ક્રિયા લાંબી ચાલે એ તમને વધુ ગમે કે આનંદ સાથેની થોડીક પળોની ક્રિયા? કદાચ તમારી વાઇફને આનંદની થોડીક પળો વધુ ગમે છે એવું લાગે છે. મારી દૃષ્ટિએ તો જો સમાગમ શક્ય ન બને એટલો ઉત્તેજનાનો પ્રૉબ્લેમ હોય તો તમારે અન્ય વૈજ્ઞાનિક રીતે વપરાતી દવાઓનો આશરો લેવો જોઈએ, સ્પ્રેનો નહીં.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 06:29 PM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK