નબળાઈ ઘટે અને કામશક્તિ વધે એ માટે શું કરવું?

Published: May 28, 2020, 21:25 IST | Dr.Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ- કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન મુનિએ કહ્યું છે કે માણસ ૧૭થી ૭૦ વર્ષ સુધી યુવાન રહે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ-અઢાર વર્ષનું લગ્નજીવન સુખી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંભોગ કર્યા પછી મને ખૂબ જ નબળાઈ લાગે છે. થાકને કારણે સમાગમ કરવાનું ટાળું તો ક્યારેક નાઇટફૉલ પણ થઈ જાય છે. આયુર્વેદના જાણકારે મને સફેદ મૂસળી અને ગાયનું દૂધ લેવાનું કહેલું. એ પછી ડુંગળીનો રસ અને મધ લેવાનું પણ કહેલું. મે આશરે એકાદ મહિનો આ મિશ્રણ લીધેલું, પણ કોઈ ફાયદો નહોતો થયો. ઉંમર વધવાને કારણે હવે હું નપુંસકતા તરફ તો આગળ નથી વધી રહ્યોને? નબળાઈ ઘટે અને કામશક્તિ વધે એ માટે શું કરવું? મને ઇન્દ્રિયના ઉત્થાનમાં તકલીફ નથી પડતી. હા, ક્યારેક શીઘ્રસ્ખલન થઈ જાય છે.
જવાબ- સંભોગ કર્યા પછી શરીરના લૉન્ગ મસલ્સમાં સ્પૅઝ્મને કારણે થોડાક સમય માટે સ્નાયુઓનો દુખાવો અનુભવાય છે. આ નબળાઈ સહેલાઈથી દૂર થઈ શકે છે.
કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન મુનિએ કહ્યું છે કે માણસ ૧૭થી ૭૦ વર્ષ સુધી યુવાન રહે છે. આ જાળવી રાખવા માટે રસાયણ દ્રવ્યોનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. આ દ્રવ્યોના સેવનથી બુઢાપાનો અને વ્યાધિનો નાશ થાય છે.
બીજું, ઊંઘમાં સ્ખલન થઈ જવું એ સૂચવે છે કે હૉર્મોન્સ સંપૂર્ણ સ્વસ્થ છે. નાઇટફૉલ અથવા તો સ્વપ્નદોષના નામે જાણીતી આ એક સ્વસ્થ શારીરિક ક્રિયા છે. નબળાઈ દૂર કરવા માટે સંભોગ પછી ગરમ પાણીથી નાહવું. એનાથી મસલ્સ રિલૅક્સ થશે. સફેદ મૂસળી, કાંદાનો રસ અને મધ એ બધી ચીજો લઈ શકાય; પરંતુ આવી ચીજો સાચી અને શુદ્ધ નથી મળતી એટલે એના બદલે એક ગ્લાસ ગાયનું ગરમ દૂધ લઈ એમાં એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી ખડી સાકર ઉમેરીને પી જવું.
રસાયણ દ્રવ્યોમાં ગોખરુ, અશ્વગંધા, શતાવરી અને કૌચાબીજ આ ચાર દ્રવ્યો સમભાગે લઈ એમાં ૫૦ ગ્રામ ત્રિફળા ઉમેરીને મિક્સ કરેલું ચૂર્ણ એક-એક ચમચી સવારે અને સાંજે ભૂખ્યા પેટે ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે લેવું.
નમક, મરચું, મસાલા અને ખારાં દ્રવ્યો શરૂઆતમાં ન લેવાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK