Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?

સેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?

25 January, 2021 07:43 AM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

સેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ: કોઈ સાથી ન હોવાથી હું  સેક્સવર્કર પાસે જતો હતો. છેલ્લે જ્યારે ગયેલો ત્યારે એક્સ્ટ્રા પ્રિકૉશન માટે બે કૉન્ડોમ વાપરેલાં. વારંવાર એક કૉન્ડોમ સરકી જતું હોવાથી અધવચ્ચેથી ઉપરનું કૉન્ડોમ કાઢી નાખ્યું હતું. સીમેનનું ટીપું પણ બહાર છલકાયું નહોતું. શું આવા સંજોગોમાં મને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ લાગવાની શક્યતા ખરી? સેક્સવર્કર્સ પોતાની સેક્સ્યુઅલ હેલ્થ માટે કેટલી સભાન રહેતી હશે? વર્તનમાં તો તે ખૂબ સભાન હોય એવું લાગતું હતું અને અમુક-તમુક ચીજો નહીં કરવાની એવી તેણે પહેલેથી જ સ્પષ્ટતાઓ કરેલી. તેનું કહેવું હતું કે તે દર છ મહિને એચઆઇવીની ટેસ્ટ કરાવે છે અને તેને ચેપ નથી લાગ્યો. જોકે આમ માથે એચઆઇવીની લટકતી તલવાર ન રહે એ માટે ફરીથી સેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?

જવાબ: જો એચઆઇવીની લટકતી તલવાર માથે ન રાખવી હોય તો સેક્સવર્કર પાસે જવું જ નહીં એ બેસ્ટ ઉપાય છે. હસવું અને લોટ ફાકવો એ બે ક્રિયાઓ સાથે ન થઈ શકે. એક કરતાં વધુ પાર્ટનર્સ ધરાવતી વ્યક્તિ ગમે એટલી સાવચેતીઓ રાખતી હોય, તેને જાતીય સંસર્ગથી થતા રોગો થવાની સંભાવનાઓ અનેકગણી વધી જાય છે. પછી ભલે સેક્સવર્કર્સ આ બધી બાબતોથી સભાન હોય, કૉન્ડોમનો આગ્રહ રાખતી હોય અને જનાઇટલ ફલુઇડ એક્સચેન્જ ન થાય એની તકેદારી રાખતી હોય. એમ કરવાથી રિસ્ક ઘટે ખરું, પણ સંપૂર્ણ નાબૂદ તો ન જ થાય. ભલે તે નિયમિત ટેસ્ટ કરાવતી હોય, પણ ઘણી વાર વિન્ડો પિરિયડ દરમ્યાન પણ ઇન્ફેક્શન પ્રસરી જઈ શકે છે. અને હા, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝમાં માત્ર એચઆઇવી જ નથી હોતો, બીજા પણ ઘણા રોગો છે જેના વિશે સજાગ રહેવું જરૂરી છે.



જાતીય જીવનમાં સુખી અને સેફ રહેવું હોય તો વફાદાર હોય એવો પાર્ટનર રાખો અને એ પાર્ટનરને જ તમે પણ વફાદાર રહો.


બીજું, બે કૉન્ડોમ વાપરવાથી વધુ સલામતી રહેશે એ ભ્રમણા છે. એનાથી કૉન્ડોમ ફાટવાની કે સરકી જવાની શક્યતાઓ વધી જાય છે. સલામત સંભોગ દરમ્યાન એક કૉન્ડોમ જેટલી સેફ્ટી આપે છે એનાથી બમણું બે કૉન્ડોમ વાપરવાથી મળશે એવું ધારી લેવું ગલત છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 07:43 AM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK