સ્ત્રી માટે કેવું હસ્તમૈથુન સલામત ગણાય?

Published: Aug 06, 2020, 17:47 IST | Dr.Ravi Kothari | Mumbai

કુદરતની રચના મુજબ યોનિર્માગમાં સતત એક પ્રકારનું ફ્લુઇડ પેદા થયા કરે છે જે એ ભાગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો એને બહાર કાઢી નાખવા માટે સક્રિય હોય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૨ વર્ષ છે અને લગ્ન ન કર્યા હોવાથી સંતોષ માટે મૅસ્ટરબેટ કરું છું. મને હાથ કે આંગળીનો ઉપયોગ કરવા કરતાં જેટ સ્પ્રેનો ઉપયોગ કરવાનું વધુ ગમે છે. એનાથી સારુંએવું એક્સાઇટમેન્ટ ફીલ થાય છે. જોકે એવું સાંભળ્યું છે કે પાણીનો સ્પ્રે ખૂબ જોરથી કરવામાં આવે તો પ્રાઇવેટ પાર્ટ્સને નુકસાન થઈ શકે છે. શું આ વાત સાચી છે? બીજું, મને દર વખતે અલગ-અલગ પૉઇન્ટ પર સ્પ્રે કરવાથી ઉત્તેજના આવે છે. થોડા વખત પહેલાં જે પૉઇન્ટ પર વધુ ગમતું એ થોડા જ દિવસમાં બદલાઈ જાય. પહેલાં મને ક્લિટોરિસ પર જસ્ટ પાણીનો સ્પ્રે થતો કે તરત જ ગમતું, પણ હવે એવું નથી થતું. ક્યારેક મૅસ્ટરબેશન પછી એ ભાગમાં સંવેદના ઘટી ગઈ હોય એવું લાગે છે. શું આ કરવું યોગ્ય છે? આંગળીથી મૅસ્ટરબેટ કરું તો ક્યારેક ત્વચા છોલાવાથી બળે છે. પાણીમાં એવી તકલીફ નથી થતી. આ ક્રિયા કરવી સેફ છે?
જવાબ- મૉડર્ન જમાનામાં મૅસ્ટરબેશનનાં સાધનો પણ વધ્યાં છે અને એમાં સ્ત્રીઓ માટે જેટ સ્પ્રે સરળ અને હાથવગું સાધન બની ગયું છે. જોકે આ રીતે સંતોષ મેળવવામાં કાળજી રાખીને ક્રિયા કરવામાં આવે તો એ સેફ જ છે. યોનિમાર્ગ અને એની આસપાસની ત્વચા ખૂબ જ પાતળી અને સંવેદનશીલ હોય છે. એના પર જેમ આંગળી ઘસવાથી બળતરા થાય છે એ જ રીતે જો પાણીનો પ્રવાહ પણ નિયંત્રિતપણે ન રાખવામાં આવે તો એનાથી પણ ત્વચાનું ઉપરનું આવરણ ડૅમેજ થાય છે. પાણીનો સ્પે્ર કરતી વખતે યોનિમાર્ગની અંદર ડાયરેક્ટ સ્પ્રે ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. સાદું નળનું પાણી યોનિમાર્ગ વાટે અંદર જાય અને જો એમાં કોઈ અશુદ્ધિ હોય તો નુકસાન થઈ શકે છે. વળી યોનિમાર્ગની અંદરની ત્વચા તો વધુ સંવેદનશલી હોય છે. ઘણા લોકો યોનિમાર્ગ સાફ થઈ જશે એમ માનીને પાણીનો સ્પ્રે અંદર સુધી કરતા હોય છે. જોકે એનાથી ફાયદો નહીં નુકસાન જ થાય છે. કુદરતની રચના મુજબ યોનિર્માગમાં સતત એક પ્રકારનું ફ્લુઇડ પેદા થયા કરે છે જે એ ભાગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો એને બહાર કાઢી નાખવા માટે સક્રિય હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK