ઉત્તેજના વધારવામાં કયો ઉપાય સારો?

Published: Jun 02, 2020, 19:43 IST | Dr. Ravi Kothari | Mumbai

આયુર્વેર્દિક દવાઓ કરતાં ફોરઝેસ્ટ નામની ગોળી ઇન્સ્ટન્ટ અસર કરે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૪૩ વર્ષ છે. બ્લડ-પ્રેશરની તકલીફ છેલ્લાં ચાર વર્ષથી છે. એ ઉપરાંત કૉલેસ્ટરોલ ઘટાડવા માટે પણ દવાઓ ચાલુ છે. હમણાંથી મને પહેલાંની જેમ જોઈએ એટલું કડકપણું નથી આવતું. હું કઈ-કઈ દવાઓ લઉં છું એનું ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આ પત્રની સાથે બીડેલું છે. મને મારા ફૅમિલી-ડૉક્ટરે જાતીય સમસ્યાના ઉકેલરૂપે ફોરઝેસ્ટ વીસ મિલીગ્રામની ગોળી લખી આપી છે. આ દવા લઉં તો એનાથી ઉત્તેજનામાં ફરક પડે છે, પણ એ ટેમ્પરરી જ હોય છે. જ્યારે સમાગમ કરવો હોય ત્યારે એ દવા લેવાની હોય છે. શું ફોરઝેસ્ટ મારા માટે સારી છે? મારા મિત્રોનું કહેવું છે કે આયુર્વેદિક વિકલ્પ તરીકે શિલાજિત ગોલ્ડ કે સ્ટે-ઑન જેવી દવા લેવી જોઈએ. મારે જાણવું છે કે મારા માટે આ બેમાંથી કયો ઑપ્શન સારો રહે? સાઇડ-ઇફેક્ટ વિના યોગ્ય કામ થઈ જાય એવો વિકલ્પ આપશો. એ સિવાય જો અન્ય કોઈ આયુર્વેદિક વિકલ્પ હોય તો એ પણ જણાવશો. 

જવાબ: તમને જે ફોરઝેસ્ટ નામની ગોળી લખી આપી છે એમાં ટાડાલાફિલ દવા હોય છે. ઇરેક્શન માટે અન્ય આયુર્વેર્દિક દવાઓ કરતાં આ ગોળી ઇન્સ્ટન્ટ અસર કરે છે અને એની લાંબા ગાળે કોઈ સાઇડ-ઇફેક્ટ પણ નથી હોતી. તમે બ્લડ-પ્રેશર માટે તમે જે દવાઓ લો છો એમાં ઍમ્લોડિપિન છે, નાઇટ્રેટ નહીં. એટલે તમે ફોરઝેસ્ટ લઈ શકો છો. સામાન્ય નિયમ તરીકે એક વાત યાદ રાખવી કે બ્લડ-પ્રેશર માટેની નાઇટ્રેટયુક્ત ગોળી લેતા હો તો ઉત્થાન માટેની સિલ્ડેનાફિલ સાઇટ્રેટ કે ટાડાલાફિલ ન લેવાય. 

તમે જે આયુર્વેદિક દવાઓ લખી છે એના કરતાં વાયેગ્રાથી આમાં વધુ ફરક પડશે. એનું કારણ એ છે કે આપણું પેટ સામાન્ય રીતે પચવામાં ભારે ચીજો પણ પચાવી નથી શકતું ત્યાં મેટલની ભસ્મવાળી દવાઓ પચાવી શકે એ બહુ દૂરની વાત છે. શિલાજિત ગોલ્ડમાં સુવર્ણની ભસ્મ આવે છે. શિલાજિતને વાજીકરણ કહ્યું છે, પણ એ ઇન્દ્રિયના ઉત્થાનમાં ડાયરેક્ટ્લી કારગર નથી.

બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ ઘટાડવા માટે દવાઓ ઉપરાંત સંતુલિત ડાયટ અને પૂરતી કસરતવાળી જીવનશૈલી બનાવશો તો લાંબા ગાળે ફાયદો થશે. માત્ર જાતીય જીવન માટે જ નહીં, જનરલ હેલ્થ માટે પણ એ આવશ્યક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK