સેક્સ કરવાનું છોડી દેશો તો જીવનમાં આ ફેરફાર આવશે

Published: Sep 29, 2020, 22:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શરીર ઉપર આટલી પ્રતિકૂળ અસર પડશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાયરસને લીધે દેશવ્યાપી લૉકડાઉન થતા દરેક કપલે પોતાના વ્યસ્ત જીવનશૈલીમાંથી મુક્ત થઈને એકબીજાને પુરતો સમય આપ્યો હતો. જોકે ધીરે ધીરે જીવન ફરી પહેલા જેવુ થઈ રહ્યું છે. લોકો પરત પોતાના બીઝી શેડ્યુલમાં ફર્યા છે એવામાં બની શકે કે તમે તમારા પાર્ટનરને પુરતો સમય ન આપી શકો કારણ કે દિવસ પુરો થતા શારીરિક તેમ જ માનસિક થાક લાગે છે.

આ તો વાત થઈ સામાન્ય વાત થઈ પરંતુ ઘણા એવા કારણો હોય છે કે વ્યક્તિ સેક્સ કરવાનું જ છોડી દે છે. અંગત જીવનમાં બનતી અમૂક ઘટનાઓને લીધે ડિપ્રેશનમાં આવી જવાથી અથવા અન્ય માનસિક ત્રાસ કે નાણાકીય ચિંતાને લીધે પણ સેક્સમાં રસ રહેતો નથી. પરંતુ જો તમે સેક્સ સાવ જ છોડી દેશો તો તેનું ઘણું નુકસાન તમને થશે.

વેબએમડી.કોમના એક રિપોર્ટ મુજબ જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ નહીં કરો તો જે કનેક્શન રહેવુ જોઈએ તેવુ રહેશે નહીં. તમારી લાગણીઓને જે સપોર્ટ જોઈએ તે મળશે નહીં પરિણામે તમે માનસિક રીતે તો થાકેલા જ રહેશો. સેક્સ કરવાથી તમારા શરીરમાંથી હોર્મોન્સ છુટે છે જેથી તમારો થાક ઓછો થાય છે અને તમને સારી ઉંઘ આવે છે.

એક રિસર્ચ મુજબ જે વ્યક્તિ  સેક્સ ઓછુ કરે તેની યાદશક્તિ નબળી હોય છે. નિયમિત સેક્સ કરવાથી તમને બિમારીઓ સામે રક્ષણ મળે છે કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ સેક્સ કરવાથી વધતી હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK