મૅસ્ટરબેટ કરવાની જે આદત પડી ગઈ છે એ છોડવા શું કરું?

Published: Jan 13, 2020, 16:45 IST | Dr. ravi kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : કલ્પનાઓમાં હું કોઈની સાથે હોઉં છું અને વિચિત્ર આનંદ મળતો હોય છે. માનસિક સ્વસ્થતા પાછી મેળવવા શું કરવું?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું કૉલેજમાં ભણું છું અને ફ્રેન્ડ્સની સાથે અમે ઍડલ્ટ વાતો કરતાં થઈ ગયાં છીએ. સાથે વાંચવા ભેગી થઈએ ત્યારે એક ફ્રેન્ડે અમને મૅસ્ટરબેશન કરતાં શીખવ્યું હતું. શરૂઆતમાં તો મને એ બહુ વિચિત્ર લાગ્યું, પણ જ્યારે હું એકલી હોઉં અને મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમત કરું તો મને ખૂબ જ અજીબ ફીલિંગ્સ થવા માંડી. મારી ફ્રેન્ડ્સ બહુ ફૉર્વર્ડ છે અને બૉયફ્રેન્ડ સાથે પણ આગળ વધી ચૂકી છે. હું હજી સિંગલ છું. મારી સમસ્યા એ છે કે મૅસ્ટરબેટ કરવાની જે આદત પડી ગઈ છે એ છોડવી છે. મેં જાગ્રત અવસ્થામાં એમ કરવાનું રેઝિસ્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી ઘણી વાર હું ઊંઘમાં હોઉં ત્યારે પણ મારો હાથ ત્યાં જતો રહે છે. સાવ તંદ્રામાં જ હું મારી જાતે કંઈક મુસ્કુરાતી હોઉં છું અને ખુશ થતી હોઉં છું. કલ્પનાઓમાં હું કોઈની સાથે હોઉં છું અને વિચિત્ર આનંદ મળતો હોય છે. માનસિક સ્વસ્થતા પાછી મેળવવા શું કરવું? 

જવાબ: સૌથી પહેલાં તો સમજો કે તમે અત્યારે પણ માનસિક રીતે સ્વસ્થ જ છો. સ્ત્રીઓમાં પણ મૅસ્ટરબેશનની આદત સ્વસ્થતાની નિશાની છે. ટીનેજ પછીથી સેક્સ-હૉર્મોન્સમાં ઉછાળ આવે એટલે સ્વાભાવિકપણે કામુક આવેગો વધે. પાર્ટનર ન હોય એ વ્યક્તિ જાતે જ એ આવેગોને સંતોષી લે છે અને એ માટે મૅસ્ટરબેશન સૌથી સરળ અને સેફ રસ્તો છે. તમે કંઈ જ ખરાબ, ગંદું કે વિચિત્ર નથી કરતાં. પુખ્ત વયની એક વ્યક્તિના શરીરમાં હૉર્મોન્સની ઊથલપાથલ થાય અને એને સેક્સ માટેની ઇચ્છા થાય એ ખૂબ જ નૉર્મલ છે.
પ્યુબર્ટી-એજ પછી સેક્સ્યુઅલ ફૅન્ટસી પણ વિકસતી હોય છે. તમારી કલ્પના કે સપનામાં તમે કોઈકનો સંગાથ જોતાં હો તો એ પણ નૉર્મલ છે. સુંવાળી અને ગલગલિયા કરાવે એવી આ કલ્પનાઓ આવે ત્યારે તમે મૅસ્ટરબેશન કરીને સંતુષ્ટ થઈ જાઓ છો. જ્યારે તમે જાગ્રત અવસ્થામાં ફૅન્ટસી પર કન્ટ્રોલ કરો છો ત્યારે તંદ્રામાં એ ફૅન્ટસી હાવી થઈ જાય છે. મનગમતી વ્યક્તિ સાથે હોવાનો કાલ્પનિક રોમાંચ અનુભવવો કે પછી તેની સાથેની ઇન્ટિમસીની કલ્પના કરવી એમાં કંઈ જ ખોટું નથી. હા, તમે વગરવિચાર્યે એ કલ્પનાને હકીકત બનાવવા માટે કોઈની પણ સાથે ફિઝિકલી ઇન્ટિમેટ થઈ જાઓ એ ઠીક નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK