નાઇટફૉલ બંધ થાય અને સમાગમ પછી પણ સ્ફૂર્તિ રહે એ માટે શું કરવું?

Published: Dec 13, 2019, 15:03 IST | Dr. Ravi Kothari | Mumbai

મારાં લગ્નને ત્રીસ વર્ષ થયાં છે અને પારિવારિક જવાબદારીઓમાંથી થોડોક મુક્ત થયો હોવાથી જાતીય સંબંધમાં રસ પડે છે. જોકે સમાગમ પછી ખૂબ થાકી જવાથી ફ્રીક્વન્સી ઘટી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્નને ત્રીસ વર્ષ થયાં છે અને પારિવારિક જવાબદારીઓમાંથી થોડોક મુક્ત થયો હોવાથી જાતીય સંબંધમાં રસ પડે છે. જોકે સમાગમ પછી ખૂબ થાકી જવાથી ફ્રીક્વન્સી ઘટી ગઈ છે. થાકને કારણે તેમ જ પત્નીની અનિચ્છાને કારણે જો લાંબો સમય સંબંધ ન રાખું તો નાઇટફૉલ થઈ જાય છે. યુવાનીમાં પણ મને વારંવાર ઊંઘમાં જ સ્ખલન થઈ જતું હતું. પહેલાં જેટલી તકલીફ તો નથી, પણ મહિને એકાદ વાર એવું થાય છે. આયુર્વેદિક દવાની દુકાનેથી સફેદ મૂસળી અને શિલાજિતનો પાઉડર લાવ્યો છું, જે ગરમ દૂધ સાથે લેવાથી તાકાત વધે છે એવું કહેવાય છે. બે મહિનાથી પ્રયોગ કરું છું, પણ ખાસ ફરક નથી. અન્ય વાજીકર દવાઓમાં અફીણ હોવાની શક્યતા હોય છે એવું તમારી કૉલમમાં જ વાંચ્યું છે એટલે એ લેવાની હિંમત નથી થતી. જોકે થાક ઘટે, નાઇટફૉલ બંધ થાય અને સમાગમ પછી પણ સ્ફૂર્તિ રહે એ માટે શું કરવું?

જવાબઃ શું તમને થાક માત્ર સંભોગ પછી જ લાગે છે કે પછી દિવસ દરમ્યાન પણ વારંવાર થાકી જાઓ છો? જો દિવસભરની સમસ્યા હોય તો એને માત્ર સંભોગ સાથે જોડીને બેસી રહેવું નહીં. કસરત કરીને સ્ટૅમિના વધારવો જરૂરી છે. બીજું, સંભોગ કર્યા પછી શરીરના હાથ-પગના મસલ્સમાં સ્પાઝમને કારણે થોડા સમય માટે દુખાવો કે હળવા ક્રૅમ્પ્સ અનુભવાય એ સ્વાભાવિક છે, પણ એ થાક એવો ન હોવો જોઈએ કે તમે કંઈ જ કરી ન શકો. ક્યારેક નાઇટફૉલ થાય છે એ સ્વસ્થ હૉર્મોન્સની નિશાની છે. એમાં ચિંતા જેવું કશું જ નથી. જનનાંગોમાં વીર્ય સતત બનતું રહેતું હોય છે.

સમાગમ પછી ગરમ પાણીથી નહાવાનું રાખો. બીજાં કોઈ પણ ઔષધોને બદલે એક ગ્લાસ ગાયનું ગરમ દૂધ લો, એમાં એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી ખડી સાકર ઉમેરીને પી જવું. આ કાર્ય રોજ સૂતાં પહેલાં પણ કરી શકો છો. શક્તિવર્ધક દ્રવ્યોમાં ગોખરુ, અશ્વગંધા, શતાવરી અને કૌંચાબીજ એ ચાર દ્રવ્યો સમ ભાગે લઈ એમાં ૫૦ ગ્રામ ત્રિફળા ઉમેરીને મિક્સ કરેલું ચૂર્ણ એક-એક ચમચી સવારે-સાંજે ભૂખ્યા પેટે ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે લેવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK