ગુદામૈથુનની પીડા ઘટાડવા શું થઈ શકે?

Published: Feb 06, 2020, 18:05 IST | Dr. Ravi Kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : સમસ્યા એ છે કે ગુદામૈથુન કરીએ ત્યારે મારે અધવચ્ચે જ સમાગમ અટકાવવો પડે છે. દુખાવાને કારણે તે યોનિપ્રવેશ માટે પણ તૈયાર નથી થતી.

સવાલ : હું ૩૪ વર્ષનો છું. મને અને મારી પત્નીને ગુદામૈથુન કરવાનું ગમે છે જોકે તમારી કૉલમમાં વાંચ્યું હતું કે ગુદામૈથુન કરવું ગેરકાનૂની છે. શું આ સાચું છે? મારી પત્નીને ગમતું હોવા છતાં થોડી જ વારમાં દુખાવો થતો હોવાથી ગુદામૈથુનમાં સ્ખલન નથી થતું. મારી પત્ની આમ તો ખૂબ જ કો-ઑપરેટિવ છે, પણ ગુદામૈથુનમાં થોડીક જ વારમાં તે થાકી જાય છે. એક વાર ઇન્દ્રિયને ગુદાપ્રવેશ કરાવ્યા પછી મને ઉત્તેજના ખૂબ વધી જાય છે. સમસ્યા એ છે કે ગુદામૈથુન કરીએ ત્યારે મારે અધવચ્ચે જ સમાગમ અટકાવવો પડે છે. દુખાવાને કારણે તે યોનિપ્રવેશ માટે પણ તૈયાર નથી થતી. શું એમ એક જ સમયે બન્ને પ્રકારનાં મૈથુન કરવાથી કોઈ તકલીફ થાય ખરી? ગુદામૈથુનની પીડા ઘટાડવા શું થઈ શકે? 

જવાબ : ગુદામૈથુનને આપણા ભારતીય કાયદા મુજબ ગેરકાનૂની ગણવામાં આવ્યું છે. જોકે બન્ને પાર્ટનર્સ એકમેકની સહમતી હોય તો આ ક્રિયા કરી શકે છે, કેમ કે કામસૂત્રમાં ગુદામૈથુનનો પણ ઉલ્લેખ થયો છે. યોનિમાર્ગની જેમ ગુદામાર્ગ ફ્લેક્સિબલ નથી હોતો. તમે જોયું હોય તો થોડોક કઠણ મળ નીકળે તોય મળમાર્ગ પર કાપા પડી જાય છે. એટલે જ યોગ્ય ચીકાશ ન હોય તો ઇન્દ્રિયના આવાગમનથી પીડા વધી જઈ શકે છે. તમારી પત્નીને ગુદામૈથુન વખતે દુખે છે એનું કારણ છે યોગ્ય લુબ્રિકેશનનો અભાવ. તમારે ખૂબબધું કોપરેલ તેલ આ ક્રિયા દરમ્યાન વાપરવું જોઈએ જેથી ઘર્ષણ ઓછું થાય અને પીડા ઘટે. યોનિમાર્ગના સ્નાયુઓ આપમેળે સંકોચાય અને વિસ્તરણ પામે છે. મળમાર્ગના સ્નાયુઓમાં એવો ગુણ નથી હોતો.
બીજી એક મહત્ત્વની વાત એ કે ગુદામૈથુન દરમ્યાન ઇન્ફેક્શનથી બચવા માટે કૉન્ડોમનો ઉપયોગ કરવો આવશ્યક છે. નહીંતર ઇન્દ્રિય ડાયરેક્ટ મળ સાથે સંસર્ગમાં આવવાથી ઇન્ફેક્શન થઈ શકે છે. કૉન્ડોમથી લુબ્રિકેશનમાં પણ મદદ થશે. જોકે એક વાર ગુદામૈથુન કર્યા પછી યોનિપ્રવેશ કરાવવો હોય તો કૉન્ડોમ ચેન્જ કરી લેવું જરૂરી છે. નહીંતર મળમાર્ગની અંદરનું દ્રવ્ય કૉન્ડોમ પર ચોંટે છે અને એ જ યોનિમાર્ગમાં જાય તો એનાથી ફીમેલ પાર્ટનરને ઇન્ફેક્શન થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK