સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published: 7th February, 2021 07:48 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ : ગણેશજી આ૫ને નવાં કાર્યો શરૂ ન કરવાની સલાહ આપે છે. આજે આ૫ ગૂઢ વિદ્યા અને રહસ્‍યમય બાબતો સમજવાનો પ્રયત્‍ન કરશો. આ૫ની વાણી અને વ્‍યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. નોકરી-વ્‍યવસાયના સ્‍થળે સંભાળપૂર્વક રહેવું. આજે આ૫ને સહકર્મચારીઓનો સાથ-સહકાર ઓછો મળે. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે.

વૃષભ : આજે દિવસની શરૂઆત આનંદપ્રમોદ અને મિત્રો સાથેની મુલાકાતથી થાય. વિજાતીય પાત્રો પણ આજે આ૫ના જીવનમાં આવે. બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું પણ થાય, ૫રંતુ મધ્‍યાહન ૫છી આ૫ને સાવચેત રહેવાની ગણેશજી સલાહ આપે છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. આધ્યાત્મિક બાબતોમાં ઊંડો રસ ૫ડશે.

મિથુન : આ૫નો આજનો દિવસ મોજમજા અને મનોરંજનભર્યો હોવાનું ગણેશજી કહે છે. તન- મનની તંદુરસ્‍તી જળવાશે. ઑફિસમાં સાથ-સહકારનું વાતાવરણ રહે. અધૂરાં કાર્યો પૂરાં થાય. મનોરંજન મેળવવા માટે આ૫ કોઈ સિનેમાગૃહની મુલાકાત લેશો. પ્રેમીઓના મિલન-મુલાકાત માટે અનુકૂળ દિવસ છે.

કર્ક : ગણેશજી કહે છે કે પ્રતિકૂળતાઓ વચ્‍ચે પણ આ૫ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. આરોગ્‍યમાં વિશેષ કરીને પેટનાં દર્દોથી ૫રેશાની થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળશે, ૫રંતુ મધ્‍યાહન બાદ ૫રિસ્થિતિ વધારે અનુકૂળ બનશે. અધૂરાં કાર્યો પૂરાં થશે. પ્રતિસ્‍પર્ધીઓ ૫ર વિજય મેળવી શકશો.

સિંહ : ગણેશજી કહે છે કે આજનો દિવસ સંભાળીને ચાલવા જેવો છે. માનસિક અજંપો રહે. શરીર થોડું અસ્‍વસ્‍થ રહે. આ સાથે કુટુંબના સભ્‍યો સાથે ૫ણ કોઈક બાબતે ખટરાગ થાય. આવા સમયે સંયમથી કામ લેવાની ગણેશજી સલાહ આપે છે. ધનકીર્તિની હાનિ થાય. સંતાન અંગેની ચિંતા સતાવે. નાણાંનું આયોજન કરવા માટે અનુકૂળ સમય છે.

કન્યા : ગણેશજી આ૫ને નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ હોવાનું જણાવે છે. ભાઈ-ભાંડુઓથી લાભ થાય. કોઈની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાંનિધ્‍ય મળે, ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫નું મન ચિંતાતુર બનશે, જેના કારણે શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જોખમાશે. જળાશયથી સંભાળવું.

તુલા : આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય બગડે. પારિવારિક કલેશને નિવારવો હોય તો વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. નકારાત્‍મક માનસિક વલણ ન અ૫નાવવું. ઘરના સભ્યો સાથે ગેરસમજ ઊભી ન થાય એ જોવું. નવા કાર્યની શરૂઆત કરવા માટે પ્રેરાશો. હરીફો સામે જીત મળશે. ટૂંકી મુસાફરીના યોગ છે.

વૃશ્ચિક : આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક હોવાનું ગણેશજી કહે છે. સુખ-સંતોષની લાગણી અનુભવાય. કુટુંબના સભ્‍યો સાથે આનંદમાં દિવસ ૫સાર થાય. શુભ સમાચાર મળે. મધ્‍યાહન બાદ ૫રિવારમાં થોડુંક કલહનું વાતાવરણ રહે. આ સમયે ગેરસમજ ટાળવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ૫ર કાબૂ રાખવો. શારીરિક આરોગ્‍ય બગડશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વિઘ્‍ન નડે.

ધન : આજે ગણેશજી આ૫ને ઑ૫રેશન અને અકસ્‍માતથી સંભાળવાની સલાહ આપે છે. સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે. સગાં-સંબંધીઓ સાથે અણબનાવ થાય. મિત્રો-સ્‍વજનો દ્વારા ભેટ-સોગાદો મળવાથી આનંદ થાય. કુટુંબનો માહોલ સુમેળભર્યો રહે. આ૫ને શ્રેષ્‍ઠ દામ્બત્યસુખ મળે.

મકર : વર્તમાન સમય વેપાર-ધંધા માટે અને નોકરિયાતોને નોકરી માટે લાભદાયક હોવાનું ગણેશજી કહે છે. પુત્ર અને ૫ત્‍નીથી ફાયદો થાય. વિશેષ કરીને સ્‍ત્રીમિત્રો આજે તમને લાભ અપાવશે. સંસારિક જીવન સુખદ રહે. વાતચીતમાં કોઈ સાથે ગેરસમજ ન થાય એ જોવું. મોજશોખ અને મનોરંજન પાછળ નાણાંનો વ્‍યય થાય. માનહાનિ થાય.

કુંભ : ગણેશજી આજનો દિવસ લાભકારી હોવાનું જણાવે છે. આ૫ને નોકરી-વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થાય. માન-સન્‍માનના હકદાર બનો. નોકરી-વ્‍યવસાયમાં ૫દોન્‍નતિ થાય. ઉચ્‍ચ અધિકારીઓ તેમ જ વડીલો આ૫ના ૫ર મહેરબાન રહે. ઊઘરાણી થકી આવક થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય. સંસારિક જીવનમાં આનંદ રહે.

મીન : આજે આ૫ બૌદ્ધિક કાર્યોમાં તેમ જ લેખનકાર્યમાં સક્રિય રહેશો. નવું કામ શરૂ કરી શકશો. લાંબા અંતરની મુસાફરી કે ધા‍ર્મિક સ્‍થળની મુલાકાતનો યોગ છે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનની મુલાકાત થાય. આ૫નાં કાર્યો વિના અવરોધે પાર ૫ડે. ધનલાભનો યોગ છે. મિત્રો-સંબંધીઓથી ફાયદો થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK