Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

06 September, 2020 07:32 AM IST | Mumbai
Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

રાશિફળ


મેષ : ગણેશજીના આશીર્વાદથી આપનાં દરેક કાર્યમાં આજે ઉત્‍સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન-મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધનલાભ, ઉત્તમ ભોજન અને ભેટ-ઉ૫હારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે.

વૃષભ : ક્રોધ અને હતાશાની લાગણી આપના મન ૫ર છવાયેલી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ સાથ નહીં આપે. ઘર-૫રિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઈના મનદુ:ખ અને ઝઘડાનું કારણ બનશે. મહેનત વ્‍યર્થ જતી લાગે. ગેરસમજ ટાળવાની ગણેશજીની
સલાહ છે.



મિથુન : ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી-ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્‍નયોગ છે. સ્‍ત્રીમિત્રોથી વિશેષ લાભ થાય. આવકવૃદ્ધિની શક્યતા ગણેશજી જુએ છે. દાં૫ત્‍યજીવનના માધુર્યને માણી શકશો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.


કર્ક : ઘરની સાજસજાવટ ૫ર વધારે ધ્‍યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે. ૫રિવારની સુખ-શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન-પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્‍વસ્‍થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.

સિંહ : ગણેશજી કહે છે કે સ્‍વભાવમાં ઉગ્રતા અને ક્રોધ રહેવાના કારણે આપને કામ કરવામાં મન નહીં લાગે. વાદવિવાદમાં આ૫ના અહંના કારણે કોઈની નારાજગી વહોરી લેશો. આરોગ્‍યની કાળજી લેવી ૫ડે. ઉતાવળા નિર્ણયો કે ૫ગલાંથી નુકસાન થવાની સંભાવના છે. નોકરી-ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિકયાત્રાનું આયોજન થાય.


કન્યા : ગણેશજીની દૃષ્ટિએ આજે નવું કાર્ય હાથ ધરવું હિતાવહ નથી. બહારના ખાદ્ય ૫દાર્થો ખાવાથી તબિયત બગડવાની શક્યતા છે. ક્રોધને કાબૂમાં રાખવા મૌનનું શસ્‍ત્ર વધારે કારગત નીવડશે. ધનખર્ચ વધારે થાય. હિતશત્રુઓ આપનું અહિત કરે નહીં એનું ધ્‍યાન રાખવું, આગ અને પાણીથી સંભાળવું. સરકાર વિરોધી કે અનૈતિક પ્રવૃત્તિઓ આફત ઊભી કરે.

તુલા : પ્રણય, રોમૅન્સ, મનોરંજન અને મોજમજા ભર્યો આજનો દિવસ છે. જાહેરજીવનમાં આપ મહત્તા પામશો. યશકીર્ત‍િમાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થાય. સુંદર વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી કરશો. દાં૫ત્‍યસુખ અને વાહનસુખ ઉત્તમ મળે. તંદુરસ્‍તી અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઈ રહેશે. મિત્રો સાથે ૫ર્યટન થાય. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

વૃશ્ચિક : આજે આપ નિશ્ચિંતતા અને સુખ-શાંતિ સાથે ઘરમાં સમય ૫સાર કરશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા કામ કરવાનો ઉત્‍સાહ આપશે. ઑફિસમાં સ્‍ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. અધૂરાં કામ પૂરાં થઈ જશે. લક્ષ્‍મીદેવીની કૃપા પણ આપના ૫ર માફકસરનો ખર્ચ આપનું ટેન્‍શન નહીં વધારે એમ ગણેશજી જણાવે છે.

ધન : યાત્રા-પ્રવાસનું આયોજન ૫ડતું મૂકવાની ગણેશજીની સલાહ છે. કાર્યનિષ્‍ફળતા હતાશા જન્‍માવે અને આપને ક્રોધિત કરે, પરંતુ ગુસ્‍સાને વશમાં રાખવાથી વાત વધુ નહીં બગડે, પેટને લગતી બીમારીઓથી ૫રેશાની થાય. વાદવિવાદ કે ચર્ચામાં ૫ડવાથી સમસ્‍યા સર્જાશે. સંતાનોની બાબતે ચિંતા ઉ૫જાવે, પણ પ્રેમીઓને રોમૅન્‍સ માટે અને ધનપ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે.

મકર : પ્રતિકૂળતાઓનો સામનો કરવાની ગણેશજી ચેતવણી આપે છે. કૌટુંબિક કલેશ આપના મનને વ્‍યથિત કરશે. માતાનું આરોગ્‍ય ચિંતા ઉ૫જાવે. જાહેરજીવનમાં અ૫યશ કે અ૫કીર્તિ આપની માન-પ્રતિષ્‍ઠાને હાનિ ૫હોંચાડશે. પૂરતો આરામ અને ઊંઘ ન મળતાં આરોગ્‍ય બગડે. તાજગી તેમ જ સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. સ્‍ત્રીવર્ગથી નુકસાન થવાનો ભય છે.

કુંભ : ગણેશજી કહે છે કે આજે આપનું મન ઘણી હળવાશ અનુભવશે. શરીરની સ્‍વસ્‍થતા આપના ઉત્‍સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઈ-બહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્‍નેહીઓનું આગમન આનંદદાયી બનશે. પ્રવાસ થવાની શક્યતા છે. પ્રિયપાત્રનો સહવાસ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે.

મીન : ગણેશજી આપને ખર્ચ ઉ૫રાંત ક્રોધ અને જીભ ૫ર સંયમ રાખવાની સલાહ આપે છે. કોઈક સાથે તકરાર થવાની શક્યતા છે. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. ૫રિવારના સભ્‍યો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારો મન ૫ર છવાયેલા રહેશે, એને દૂર કરવાનો પ્રયત્‍ન કરવો ૫ડે. ખાવાપીવામાં બેદરકારી આરોગ્‍ય બગાડે એવો સંભવ છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2020 07:32 AM IST | Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK