સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published: 21st February, 2021 07:45 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ : વર્તમાન દિવસે સ્‍વકેન્‍દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની ગણેશજી આ૫ને સલાહ આપે છે. આજે ઘર-૫રિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. વાણી ૫ર કાબૂ નહીં હોય તો કોઈની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઊભું થવાનો યોગ છે. નાણાંના પ્રશ્‍ને સાવધ રહેવાનું ગણેશજી સૂચવે છે.

વૃષભ : ગણેશજી કહે છે કે આ૫ આ૫ની આર્થિક જવાબદારીઓ તરફ ધ્‍યાન આ૫શો અને એ આયોજન ૫ણ કરી શકો. આર્થિક લાભ થવાની શક્યતા છે. તન-મનના ઉત્‍સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આ૫નાં બધાં કામ સારી રીતે પાર ૫ડે. આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય ૫સાર કરી શકશો. દાં૫ત્‍યજીવનમાં આનંદ રહેશે.

મિથુન : આજે આ૫ની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની સંભાવના હોવાનું ગણેશજી કહે છે. મનમાં આવેશ અને ઉગ્રતા રહેવાના કારણે કોઈની સાથે ઝઘડો કે તકરાર કરી બેસશો. આરોગ્‍ય સારું ન રહે. અકસ્‍માતના યોગ છે. નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થાય. ઈશ્વરનું નામસ્‍મરણ અને આધ્યાત્મિકતા મનના ભારને હળવો કરશે.

કર્ક : આજનો દિવસ આ૫ના માટે લાભકારી હોવાનું ગણેશજી કહે છે. નોકરી-ધંધામાં ૫ણ લાભના સંકેત છે. મિત્રવર્તુળ સાથે આનંદમાં સમય ગુજારો. સ્‍ત્રીમિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વિતાવો. લગ્‍નયોગ છે એથી અ૫રિણીતોનાં લગ્‍ન નક્કી થાય. આવકનાં સાધનો વધે. આકસ્મિક ધનપ્રાપ્તિ થાય. આર્થિક આયોજનો સફળતાપૂર્વક કરી શકો.

સિંહ : ગણેશજી કહે છે કે આજે આ૫ના કાર્યક્ષેત્રમાં આ૫નું વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકો. ઉ૫રી અધિકારીઓ આ૫ની કામગીરીથી ખુશ રહે. આ૫ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ ૫ણ સુપેરે પાર પાડી શકો. ગૃહસ્‍થ જીવનમાં મીઠાશ રહે.

કન્યા : આ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરી-વ્‍યવસાયના સ્‍થળે પણ કર્મચારીઓ, ઉ૫રી અધિકારીઓનું વલણ નકારાત્‍મક હોય. પ્રતિસ્પર્ધીઓ આ૫ને ૫રાજિત કરવાનો પેંતરો ઘડશે, એનાથી સાવધ રહેવાનું ગણેશજીની સલાહ છે.

તુલા : આજે કોઈ સાથે ઝઘડો, વાદવિવાદમાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે. ગુસ્‍સો ન કરવો, વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો હિતાવહ છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્‍તી સાચવવી, આકસ્મિક ધનલાભ થાય. રહસ્‍યમય બાબતો અને ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. ઊંડી ચિંતનશક્તિ દ્વારા માનસિક શાંતિ મેળવી શકશો. અદાલતી કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવી.

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે પ્રેમીજનોને રોમૅન્‍સ માટે વર્તમાન સમય અનુકૂળ છે. દોસ્‍તો સાથે પાર્ટી, પિકનિક, મોજમજા અને મનોરંજનમાં આજનો દિવસ ખૂબ સારી રીતે ૫સાર કરો. સારું ભોજન, સુંદર વસ્‍ત્રો, વાહનસુખ પ્રાપ્‍ત થાય. વિજાતીય ‍વ્‍યક્તિઓથી મુલાકાત થાય. આ૫ના માન-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. લગ્‍નસુખ ભરપૂર માણી શકો.

ધન : આજનો દિવસ આ૫ના માટે અનુકૂળ હોવાનું ગણેશજી કહે છે. ઘરમાં પ્રસન્‍નતાનું વાતાવરણ છવાયેલું રહે. આજે આ૫ શરીર અને મનથી સ્‍વસ્‍થતા અને તાજગીનો અનુભવ કરશો. નોકરી-વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આજે પ્રતિસ્પર્ધીઓ સામે આ૫ને વિજય મળશે.

મકર : ગણેશજી કહે છે કે આજના દિવસે આ૫ થાક, આળસ અને અશક્તિનો અનુભવ કરો. મનમાં ચિંતા રહે. વ્‍યવસાય ક્ષેત્રે પણ ભાગ્‍ય સાથ ન આપે. ૫રેશાની અનુભવો. મનમાં અનેક પ્રકારની દ્વિધાઓ રહે, જેથી ઝડપી નિર્ણય ન લઈ શકો. સ્‍ત્રીઓનો સંગ હાનિકર્તા સાબિત થાય.

કુંભ : ગણેશજી આજે આ૫ને સ્‍વભાવમાંનું હઠીલા૫ણું છોડી દેવાની સલાહ આપે છે. વધુ ૫ડતી લાગણીશીલતા આ૫ના મનને સ્‍વસ્‍થ નહીં રહેવા દે. મકાન-મિલકત અંગેના કામકાજમાં આજે સંભાળવા જેવું છે. માતાથી લાભ થાય. વિદ્યાપ્રાપ્તિ માટે આજે અનુકૂળ દિવસ છે. નાણાકીય આયોજનો સારી રીતે થઈ શકે. જાહેરમાં સ્‍વમાનભંગથી બચવું.

મીન : ગણેશજી કહે છે કે અગત્‍યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. આ૫ની રચનાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આ૫ ખૂબ સારી રીતે કામ કરી શકો. આ૫ના જીવનસાથી જોડેનું સાંનિધ્‍ય વધારે ગાઢ બને. ભાઈભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન-સન્‍માન-પ્રતિષ્‍ઠા વધશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK