Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

10 January, 2021 07:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેષ : ગણેશજી કહે છે કે આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને ઊંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્‍યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્‍ત કરવા માટે સારો યોગ છે. બોલવા ૫ર સંયમ અનર્થ નહીં સર્જે. હિતશત્રુઓ હાનિ કરી શકે છે. નવા કાર્યની શરૂઆત ન કરવી.

વૃષભ : ગણેશજીની કૃપાથી આપ જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્‍નતા અનુભવશો. જાહેર જીવનમાં યશ-કીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને ૫રદેશથી સમાચાર મળે.



મિથુન : અધૂરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે. કુટુંબમાં આનંદઉલ્‍લાસનો માહોલ રહેશે. તંદુરસ્‍તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્‍ય લોકો સાથેની વાતચીત દરમ્‍યાન ક્રોધ ૫ર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઊભા નહીં થાય. ધનલાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.


કર્ક : સ્‍વસ્‍થ ચિત્તથી દિવસ ૫સાર કરવાની ગણેશજી સલાહ આપે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગભર્યો રહેશે. પેટના દર્દોથી હેરાનગતિ થાય. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદ થવાથી ખટરાગ થાય. વિજાતીય પાત્ર તરફનું આકર્ષણ અથવા વધારે ૫ડતી કામુકતા આપના માટે સંકટ ન લાવે તેનું ધ્‍યાન રાખવું, નવા કામની શરૂઆત કે યાત્રાપ્રવાસ ન કરવા સલાહભરેલા છે.

સિંહ : ગણેશજી કહે છે કે તન અને મનની અસ્વસ્‍થતા ધરાવશો, ૫રિવારજનો સાથે મનદુ:ખનો પ્રસંગ બને. માતા સાથે અણબનાવ થાય અથવા તેની તબિયત બગડે. જમીન, મકાન, વાહનની ખરીદી કે તેના દસ્‍તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્‍મક વિચારોથી હતાશા ઊ૫જશે. જળાશય જોખમી સ્‍થળ બની શકે છે. નોકરીમાં સ્‍ત્રીવર્ગથી સંભાળવું.


કન્યા : વગર વિચાર્યું સાહસ કરવા સામે ગણેશજી ચેતવણી આપે છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઈ-બહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ ૫રત્‍વે આકર્ષણ થાય અને તેમાં ‍સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.

તુલા : આપનું માનસિક વલણ નકારાત્‍મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય. તંદુરસ્‍તી બગડે. મનમાં ગ્‍લાનિ રહે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ ન વળવાની ગણેશજી સલાહ આપે છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વિઘ્ન નડશે.

વૃશ્ચિક : ગણેશજી આજનો દિવસ શુભ હોવાનું જણાવે છે. તન અને મનની પ્રસન્‍નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્‍તો કે સગાંસ્‍નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે. પ્રિયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધનલાભ અને પ્રવાસના યોગ છે. દાં૫ત્‍યજીવનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો.

ધન : આજે ગુસ્‍સાના કારણે આપના ૫રિવારજનો તેમ જ અન્‍ય લોકો સાથેના સંબંધો બગડશે. આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે. અકસ્‍માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું ૫ગલું લેવા ગણેશજી જણાવે છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિનો વ્‍યય થશે.

મકર : આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી હોવાનું ગણેશજી જણાવે છે. સ્‍નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્‍નોત્‍સુક પાત્રોના લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્ને ઉકલી જશે. વેપારીઓને વેપારધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકવૃદ્ધિ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. નવી વસ્‍તુઓની ખરીદી થાય.

કુંભ : દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાનુકૂળ ૫રિસ્થિતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિઘ્ને પાર ૫ડે. ઉચ્‍ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્‍તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન-પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય.

મીન : આજના દિવસની શરૂઆત અજંપો અને ઉચાટ સાથે થાય. શરીરમાં સુસ્‍તી અને થાક અનુભવાય. કોઈ પણ કામ પાર ન ૫ડતાં હતાશા ઊ૫જે. નસીબ યારી ન આપતું હોય તેવું લાગે. ઑફિસમાં અધિકારીવર્ગ સાથે સંભાળીને કામ લેવાની ગણેશજી સલાહ આપે છે. સંતાનો આજે ચિંતાનું કારણ બને. ખોટો ‍નાણાંખર્ચ થાય.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK