બાથટબમાં સંભોગ કરવાનો પ્રયાસ કર્યો તો ડર છે કે કોઇ ઇન્ફેક્શન થયું હશે

Updated: 18th September, 2020 15:52 IST | Dr.Ravi Kothari | Mumbai

આ ચેષ્ટાઓ જાતીય સમાગમ માટે અનુકૂળ આવે એવી નથી હોતી. તમને લાગી શકે કે પાણીના માધ્યમને કારણે બન્નેના પ્રાઇવેટ પાર્ટ્સને નૅચરલ ભીનાશ મળી શકે છે, પરંતુ એવું થતું નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- અમારાં લગ્નને હજી આઠ મહિના થયાં છે. હનીમૂન દરમ્યાન હજી અમે એકબીજાને સમજી રહ્યાં હતાં એને કારણે ખાસ નજદીકી નહોતી બની. જોકે હવે અમને લાગે છે કે અમારો પ્રેમ અને રોમૅન્સ બન્ને ચરમસીમા પર છે. જોકે ક્રિસમસના વેકેશનમાં અમે ફરવા ગયેલાં. ત્યાં અમે સેક્સલાઇફને સ્પાઇસ અપ કરવા માટે અખતરો કર્યો. ટ્વિન બાથટબમાં અમે ઇન્ટિમેટ થવાનો પ્રયત્ન કર્યો. સ્વાભાવિક છે સાબુ લગાવીએ તો બધું ચીકણું થઈ જાય અને ઇન્જરીની સંભાવના રહે એટલે અમે સાદા પાણીમાં પેનિટ્રેશનનો પ્રયોગ કરેલો. અમે બન્ને ખૂબ જ એક્સાઇટેડ હતાં. એમ છતાં અમને ખૂબ જ ડ્રાયનેસ ફીલ થતી હતી. આ પ્રયોગ પછી વાઇફને ઈચિંગ અને વાઇટ ડિસ્ચાર્જની તકલીફ થઈ ગઈ છે. શું બાથટબના અમારા પ્રયોગને કારણે આમ થયું હશે? ડિસ્ચાર્જમાં વાઇટ રંગના ફોદા નીકળવાનું શરૂ થઈ ગયું છે. ડૉક્ટરને બાથટબવાળી વાત કહેવી પડશે?
જવાબ- બાથટબ અથવા તો બાથરૂમમાં જાતીય ચેષ્ટાની કલ્પના રોમાંચક અને ઉત્તેજના લાવનારી છે, પરંતુ વાસ્તવમાં આ ચેષ્ટાઓ જાતીય સમાગમ માટે અનુકૂળ આવે એવી નથી હોતી. તમને લાગી શકે કે પાણીના માધ્યમને કારણે બન્નેના પ્રાઇવેટ પાર્ટ્સને નૅચરલ ભીનાશ મળી શકે છે, પરંતુ એવું થતું નથી. યોનિપ્રવેશ માટે સ્ત્રી તૈયાર થાય ત્યારે આપમેળે એમાંથી ભીનાશ ઝરવા લાગે છે. જોકે તમે બાથરૂમ કે બાથટબમાં હો ત્યારે પાણીને કારણે એ ચીકાશ ધોવાઈ જાય છે. પાણીને કારણે લુબ્રિકેશન નથી મળતું, પરંતુ ડ્રાયનેસ સર્જાય છે.
બીજું, બાથટબમાં ભરેલા નળના પાણીમાં પણ અત્યંત સૂક્ષ્મ જંતુઓ હોવાની સંભાવના રહે છે. આ જંતુઓ લાંબો સમય બાથટબમાં પડી રહેવાથી તેમ જ એ જ પાણીમાં પેનિટ્રેશનનો પ્રયોગ કરવાથી યોનિમાર્ગમાં ઊંડે જાય એવી સંભાવના વધી જાય છે. આમ ડ્રાયનેસ વધવાની અને બૅક્ટેરિયા અંદર સુધી પહોંચવાની સંભાવના વધતી હોવાથી આવા પ્રયોગ પછી વાઇટ ડિસ્ચાર્જ થવાનું રિસ્ક વધી જાય છે. જો માત્ર ડ્રાયનેસના ઘર્ષણને કારણે ઈચિંગ થતું હોત તો બે ચાર દિવસમાં સારું થઈ જાય, પરંતુ જો બૅક્ટેરિયા કે યીસ્ટનું ઇન્ફેક્શન હોય તો સારવાર વિના કન્ટ્રોલમાં આવે એવી સંભાવના ઓછી છે. વજાઇનામાં મૂકવાની સાત દિવસની ગોળી આવે છે એનો પ્રયોગ કરી જુઓ. જો એ પછી પણ ડિસ્ચાર્જ ન મટે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.

First Published: 18th September, 2020 15:26 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK