રોજ સવાર સાંજ કરો માત્ર આ કસરત, થશે જોરદાર ફાયદા

Published: Jun 11, 2019, 17:55 IST

વિશ્વના લાખો કરોડો લોકો આ સાદી સરળ કસરત અપનાવીને સારો સ્વાસ્‍થ્‍ય લાભ મેળવી રહ્યા છે વોકિંગ એકસરસાઇઝ ની ટેક્નિકલ ખુબીઓ અને તેનાથી શરીર પર પડતા પ્રભાવ વિશે થોડુ વધુ જાણી લેવામાં આવે તો વધુ લોકો તેને અપનાવી, સ્‍વાસ્‍થ્‍ય લાભ મેળવી શકાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જો ભૂખ બરાબર લાગતી હોય અને પૂરતી ઉંઘ પણ આવી જતી હોય તો આપણું શરીર સ્વસ્થ છે એવું કહી શકાય. સાથે જ ખોરાકમાંથી પૂરતું પોષણ પણ મેળવી લે છે. શરીરને સ્‍વસ્‍થ રાખવા ખોરાક, ઉંઘ અને આરામ કરતાં પણ વધુ જરૂરીયાત શારીરિક શ્રમ અથવા કસરત કરવાની છે. આજના વધુ પડતી સુખસગવડોવાળા આરામપ્રિય જીવનમાં રોજિંદા કામ આધુનિક સાધનો દ્વારા થઇ જતાં હોવાથી જીવનમાં શારીરિક શ્રમ કે મહેનતનું પ્રમાણ સાવ ઘટતું જઈ રહ્યું છે.

કસરતોમાં ‘વોકિંગ એકસરસાઇઝ' જ એક એવી કસરત છે જે શરૂ કરવા કોઇ પ્રકારની ટ્રેઇનિંગ લેવાની કે વિશેષ ખર્ચ કરવાની જરૂર પડતી નથી. વિશ્વના લાખો કરોડો લોકો આ સાદી સરળ કસરત અપનાવીને સારો સ્વાસ્‍થ્‍ય લાભ મેળવી રહ્યા છે વોકિંગ એકસરસાઇઝની ટેક્નિકલ ખુબીઓ અને તેનાથી શરીર પર પડતા પ્રભાવ વિશે થોડુ વધુ જાણી લેવામાં આવે તો વધુ લોકો તેને અપનાવી, સ્‍વાસ્‍થ્‍ય લાભ મેળવી સરળતાથી પોતાની સામાન્‍ય તકલીફોમાંથી છુટકારો મેળવી શકે છે.

મગજ, કરોડરજ્જુ, ફેફસાં, હૃદય, આંતરડા, લીવર, કિડની જેવા નાજુક અંગોને આપણે હલાવી ચલાવી કે કસરત કરાવી શકતા નથી. તેના ઉકેલ રૂપે કુદરતે શરીરના નાજુક અંગોને મદદરૂપ થવા આપણા હાથ અને પગને ઉચ્‍ચાલનવાળી ટેક્નીક આપેલી છે. તેથી દૈનિક કામકાજ દરમ્‍યાન કે કસરતો દરમ્‍યાન હાથ અને પગનું હલન ચલન થાય ત્‍યારે શરીરના સ્‍નાયુઓ, અંગો, ગ્રંથિઓ, સાંધાઓ અને લોહી રીચાર્જ થવા લાગે છે. પગના હલન ચલન દરમ્‍યાન પગના પંજાથી ઉપર છેક હૃદય અને ફેફસા સુધીના સ્‍નાયુઓ, અંગો, ગ્રંથિઓ, સાંધાઓ રીચાર્જ થવા લાગે છે.

આ પણ વાંચો: ફરવા જાઓ ગુજરાતના આ બીચ પર તમે ગોવાને પણ ભૂલી જશો

વોકિંગ દરમ્‍યાન હાથ અને ખભાનું હલનચલન અટકાવવાનો પ્રયત્‍ન કરીએ તો શરીરને આગળ ધકેલવામાં વધુ શ્રમ પડે છે. શરીર વજનવાળુ લાગે છે અને થાકી જવાય છે. પરંતુ પગના હલનચલન દરમ્‍યાન બન્ને હાથ અને ખભાની આગળ પાછળ લઇ જવાની ફ્રી મૂવમેન્‍ટ કરવાથી 70 કિલોનું શરીર 700 ગ્રામ વજન વાળું હોય તેમ સરળતાથી આગળ ધકેલી શકાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK