એક્ઝામમાં ટોપ કરવું છે, તો આ વાસ્તુ ટિપ્સ પર આપો ધ્યાન

Published: Jun 25, 2019, 11:48 IST | મુંબઈ

ભણવામાં સારું પ્રદર્શન દરેક વિદ્યાર્થીને કરવું હોય છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓ હોંશિયાર હોય છે, તો કેટલાકને અભ્યાસમાં ખાસ રસ હોતો નથી. જેની અસર તેમના પરિણામ પર પડે છે

ભણવામાં સારું પ્રદર્શન દરેક વિદ્યાર્થીને કરવું હોય છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓ હોંશિયાર હોય છે, તો કેટલાકને અભ્યાસમાં ખાસ રસ હોતો નથી. જેની અસર તેમના પરિણામ પર પડે છે. સ્થિતિ એવી સર્જાય છે કે આવા વિદ્યાર્થીઓ પર સારું રિઝલ્ટ લાવવાનું પ્રેશર સર્જાય છે, પરિણામે બાળક પોતાની અંદર જ ઘૂંટાયા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક્ઝામમાં સારું પ્રદર્શન કરવું એ માત્ર વિદ્યાર્થી પર જ આધારિત નથી, તેમાં વાસ્તુ પણ મહત્વનો ભાગ ભજવે છે.

તમારું બાળક તેના રૂમમાં કે તમારા ઘરમાં કેવા વાતાવરણમાં અભ્યાસ કરે છે, તેની પણ મોટી અસર કરે છે. વાસ્તુ પ્રમાણે આપણા જીવન પર આપણા ઘરની સ્થિતિની મહત્વની અસર પડતી હોય છે. ત્યારે જો તમે પણ ઈચ્છો છો કે તમારું બાળક ભણવામાં સારું પ્રદર્શન કરે તો કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપો અને આ ટિપ્સ ફોલો કરો.

1) ઘરમાં જો સ્ટડી રૂમ હોય તો તેને ઈશાન ખૂણામાં બનાવો.

2) ભણવામાં સારું પરિણામ લાવવા માટે ટેબલ પર હંમેશા વિદ્યાર્થીએ પૂર્વ દિશામાં ચહેરો રાખીને બેચવું જોઈએ. જો કે અભ્યાસ કરતા સમયે વિદ્યાર્થીની પીઠ દરવાજા તરફ ન હોવી જોઈએ.

3) સ્ટડી રૂમમાં પુસ્તકો દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખો

4) નિયમ રાખો કે સ્ટડી રૂમમાં ધાર્મિક સંગીત વાગે અને ખુદ વિદ્યાર્થી પણ કોઈ પ્રકારનું ધ્યાન કરે, તેનાથી એકાગ્રતા વધે છે.

5) જો વિદ્યાર્થી કમ્પ્યૂટરનો ઉપયોગ કરતો હોય તો કમ્પ્યૂટરને દક્ષિણ કે દક્ષિણ પૂર્વમાં રાખો.

6) સ્ટડી રૂમમાં પુસ્તકો ખુલ્લા રૅકમાં ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે. રૅકમાં દરવાજા હોવા જરૂરી છે.

7) સ્ટડી ટેબલ પર એમ્થ્યેસ્ટ રૉક હોવો જરૂરી છે.

8) બાળકોના સ્ટડી રૂમમાં લાઈટ રંગનો પેઈન્ટ હોવો જોઈએ. પડદા પણ એવા જ રંગના પસંદ કરો.

9) ધ્યાન રાખો કે સ્ટડી રૂમમાં કોઈ ઈલેક્ટ્રોનિક આઈટમ બગડેલી ન હોય, જો હોય તો તેને રિપેર કરાવો.

10) જો વિદ્યાર્થી વિજ્ઞાન કે ગણિતમાં વધુ ધ્યાન આપવા ઈચ્છતો હોય, તો પશ્ચિમ તરફ મોઢુ કરીને અભ્યાસ કરી શકે છે. તેનાથી સકારાત્મક પરિણામ આવશે.

11) જો બાળકો પોતાના સ્ટડી રૂમમાં ગ્રુપ સ્ટડી કરતા હોચ તો તેમનો ગ્રુપ ફોટો લગાવો. જેથી તેમનામાં ટીમ ભાવના વિકસશે.

12) ઘર પરિવારના લોકોએ સ્ટડી રૂમમાં ટીવીનો ઉપયોગ ન કરવો જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK