આકાશમાં હવે જોવા મળશે 'V' આકારના વિમાન

Jun 06, 2019, 16:09 IST

વાઈ યાત્રાઓ હવે લાંબી અને કંટાળાજનક નહી પરંતુ આરામદાયક અને એન્ટરટેઈનિંગ રહેશે. નેધરલેન્ડના ડેલ્ફ્ટ ટેક્નોલોજી યુનિવર્સિટીના રિસર્ચરે અત્યાધુનિક વિમાનનો નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે જેને ફ્લાઈંગ-V નામ આપવામાં આવ્યું છે.

આકાશમાં હવે જોવા મળશે 'V' આકારના વિમાન
પ્રતીકાત્મક તસવીર

એરોપ્લેન સેક્ટરમાં રોજ નવા નવા પરીક્ષણો કરવામાં આવે છે, જેથી મદદથી પ્રવાસીઓની યાત્રાઓનો અનુભવ સારો બને અને વધારે સુરક્ષા મળી રહે. હવાઈ યાત્રાઓ હવે લાંબી અને કંટાળાજનક નહી પરંતુ આરામદાયક અને એન્ટરટેઈનિંગ રહેશે. નેધરલેન્ડના ડેલ્ફ્ટ ટેક્નોલોજી યુનિવર્સિટીના રિસર્ચરે અત્યાધુનિક વિમાનનો નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે જેને ફ્લાઈંગ-V નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનનો આકાર V ટાઈપમાં રાખવામાં આવ્યો છે અને જોવામાં ગિબસન ગિટાર જેવો લાગે છે.

આટલા લોકો બેસી શક્શે

રિસર્ચ પ્રમાણે આ અત્યાધુનિક વિમાનમાં અન્ય વિમાનો કરતા વધારે જગ્યા રહેશે આ વિમાનમાં 314 જેટલા યાત્રીઓ એકસાથે મુસાફરી કરી શકે છે. વિમાનમાં વધારે જગ્યા હોવાના કારણે વિમાનમાં આરામદાયક અનુભવ મળશે. હાલ સામાન્ય વિમાન એરલાઈન્સ કંપનીઓ દ્વારા નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે હાલ જે વિમાન ઉપયોગ થઈ રહ્યા છે તેની કેપેસિટી 300 જેટલી છે. V આકારના વિમાનોમાં પંખાની જગ્યાએ પ્રવાસીઓ માટે બેસવાની જગ્યા અને કાર્ગોની જગ્યાએ ફ્યૂલ ટેન્ક આપવામાં આવશે.

આ પણ વાંચો: Apple iOS 13 લોન્ચ, જાણો શું છે નવા ફિચર્સ

કરાઈ રહ્યું છે ટેસ્ટિંગ

આ નવા પ્રકારના વિમાન માટે ડચ એરલાઈન્સ કંપની KLMના ડેલ્ફ્ટ ટેક્નોલોજી યૂનિવર્સિટી સાથે કરાર કર્યો છે. આ વિમાન સુરક્ષા ટેસ્ટિંગમાં સફળ થયું છે જેના કારણે આગળ કામ હાથ ધરાઈ રહ્યું છે. વિમાનને સુરક્ષિત બનાવવા માટે અલગ અલગ પ્રકારના સુરક્ષા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા જેમાં આ વિમાન સફળ રહ્યું હતું. ફ્લાઈગ-V કોન્સેપ્ટ સૌથી પહેલા 2015માં સામે આવ્યો હતો. ટીયૂ બર્લિનના વિદ્યાર્થીએ આ ડિઝાઈન બનાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK