Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ સરળ ટ્રિક્સ સાથે મેળવો, એથનિક વેઅર્સમાં ફ્યુઝન લૂક

આ સરળ ટ્રિક્સ સાથે મેળવો, એથનિક વેઅર્સમાં ફ્યુઝન લૂક

28 July, 2019 02:26 PM IST | મુંબઈ ડેસ્ક

આ સરળ ટ્રિક્સ સાથે મેળવો, એથનિક વેઅર્સમાં ફ્યુઝન લૂક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન વેઅર્સનું કલેક્શન લગભગ દરેક છોકરીના વૉર્ડરોબમાં જોવા મળે છે પણ જ્યારે વાત લૂક્સમાં વેરાઇટી લાવવા માટે કેવા એક્સપરિમેન્ટ્સ કરવા એ સમજાતું નથી. તો જો તમે રેડી નથી તેવા ફેશન ટ્રેન્ડ ટ્રાય કરવા માટે તો એથનિક વેઅર્સને વેસ્ટર્ન વેઅર્સ સાથે પેર કરી શકો છો, જાણો એવા એવા જ યૂનિક લૂક્સ વિશે....

જીન્સ સાથે પહેરો સ્લિટ કુર્તા



કુર્તાને જીન્સ સાથે પહેરવાનો ટ્રેન્ડ નવો નથી પણ એમાં એક્સપરિમેન્ટ ટ્રાય કરી શકાય છે તો રિપ્ડ કે સ્કિની જીન્સ સાથે એક વાર એ લાઇન કે ફ્લેયર્ડ નહીં, પણ સ્લિટ કુર્તાને કરો મેચ... આ જોવામાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. શિફૉન કે જૉર્જટના કુર્તા હોય તો લૂક વધુ સારું લાગશે, અને ફુટ વેઅર્સમાં હીલ્સ કેરી કરવી.


સાડીનો એક અલગ અંદાજ

પહેલા જ્યાં સાડી ડ્રેપ કરવાના એક કે બે જ ઑપ્શન હતા, ત્યાં હવે જુદી જુદી રીતે ડ્રેપ કરી શકાય છે. સાડી સાથે તમે બેલ્ટ કેરી કરી શકો છો, તો બોલ્ડ લૂક માટે તમે સાડીને પેન્ટ સાથે ટીમઅપ કરી શકો છો. એટલું જ નહીં સાડી સાથે તમે બ્લાઉઝની જગ્યાએ ક્રૉપ ટૉપ, ડેનિમ જેકેટ કે પેપ્લમ ટૉપ પહેરી શકાય છે. જેનાથી તમને એક ફ્યુઝન લૂક મળી જશે.


ધોતી સાથે કેરી કરો શ્રગ

આ પણ વાંચો : Happy Birthday Sanjubaba: કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે સંજય અને માન્યતાની લવ સ્ટોરી

પુરુષોના વૉર્ડરોબમાંથી ધોતી ક્યારે મહિલાઓના વૉર્ડરોબમાં શિફટ થઈ ગઈ તેનો તો ખ્યાલ નથી પણ ત્યાં તે વધુ લોકપ્રિય બની. ધોતીને કુર્તા સિવાય, ક્રોપ ટૉપ, એથનિક બ્લાઉઝ અને હવે લૉન્ગ શ્રગ સાથે પણ પેર કરી શકાય છે. ઇન્ડો ફ્યુઝનવાળા લૂકને ખાસ અવસરો સિવાય તમે ડેલીવેરમાં પણ કેરી કરી શકો છો. સ્ટાઇલિશ અને સુંદર દેખાવા માટે ધોતી અને ટૉપનો કલર એક અને શ્રગનો જુદો રાખવો.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 02:26 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK