અલાદીનની કહાની પરથી પ્રેરણા લઈ વૈજ્ઞાનિકોએ બનાવી આકાર બદલતી જાદુઈ શેતરંજી

Jan 09, 2019, 18:57 IST

અલાદીનની જાદુઈ શેતરંજી પરથી પ્રેરણા લઈને વૈજ્ઞાનિકોએ આકાર બદલી શકે તેવી જાદુઈ શેતરંજી બનાવી છે. જે પોતાની જાતે વળી પણ શકે છે.

અલાદીનની કહાની પરથી પ્રેરણા લઈ વૈજ્ઞાનિકોએ બનાવી આકાર બદલતી જાદુઈ શેતરંજી
અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાની જાદુઈ શેતરંજી

તમને યાદ છે અલાદીનની જાદુઈ દુનિયા? અને તેને જાદુઈ શેતરંજી જેના પર બેસીને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો હતો. તમને એવું લાગ્યું હશે કે તમારી પાસે પણ આવી જ શેતરંજી હોત. અમેરિકાના વૈજ્ઞાનિકોએ અલાદીનની કહાની પરથી પ્રેરણા લઈને આવી જ શેતરંજી બનાવી છે, જે ન માત્ર પોતાનો આકાર બદલી શકે છે પરંતુ પોતાની જાતે વળી પણ શકે છે.વૈજ્ઞાનિકોએ આ આકાર બદલતી શેતરંજીમાં ક્રિયાશીલ તરલ પદાર્થનો ઉપયોગ કર્યો છે, જેની મદદથી શેતરંજી જાતે જ આગળ અને જમીન પર ખસી શકે છે.

alladin and jasmine

વૈજ્ઞાનિકોએ બનાવી અલાદીન જેવી જાદુઈ શેતરંજી

આ શેતરંજી તૈયાર કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ચટાઈ ખાસ પ્રકારના તરલ પદાર્થમાંથી તૈયાર કરવામાં આવી છે, જે બીજા તરલ પદાર્થના સંપર્કમાં આવતા જ જાતે ચાલવા માંડે છે. તેમણે જણાવ્યું કે એક રાસાયણિક પ્રક્રિયાના કારણે આ ચટાઈ પોતાનો આકાર અને જગ્યા બદલી શકે છે.

અમેરિકાની યૂનિવર્સિટી ઑફ પિટ્સબર્ગના વૈજ્ઞાનિક એના સી બ્લૈજ્સના પ્રમાણે, રસાયણોની મદદથી એક નિર્જીવ વસ્તુને ચાલતી-ફરતી બનાવવી ખુબ જ મોટો પડકાર હતો. અને એ પણ એક એવી ચીજ જે આકાર બદલવામાં સક્ષમ હોય અને પોતાને વાતાવરણના હિસાબે ગતિ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. અમે એવી ચીજ તૈયાર કરવામાં સફળ થયા છે.

આ પણ વાંચોઃ હવે વીજળીના ચિંતા છોડો, ઘરમાં મૂકો આ ઝાડ અને મફત મેળવો વીજ પૂરવઠો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રસાયણોના કારણે ચટાઈ પોતાની જાતે ગતિ કરી શકે છે સાથે આકાર પણ બદલે છે. આ ચટાઈ 2Dમાંથી 3Dમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. આ ચટાઈ કોઈ ઓછું વજન ધરાવતી ચીજને પકડવાનું અને જમીનને સાફ કરવા જેવું કામ કરી  શકે છે. સાથે જો તેને ફૂલનો આકાર આપવામાં આવે તો તે પોતાની જાતે ખીલી શકે છે અને કળીમાં પણ ફેરવાઈ શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK