Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સાવધાન! સાચવીને વાપરજો ફેસબુક, પ્રાઈવસી છે ખતરામાં

સાવધાન! સાચવીને વાપરજો ફેસબુક, પ્રાઈવસી છે ખતરામાં

08 September, 2019 01:33 PM IST | મુંબઈ

સાવધાન! સાચવીને વાપરજો ફેસબુક, પ્રાઈવસી છે ખતરામાં

સાચવીને વાપરજો ફેસબુક, પ્રાઈવસી છે ખતરામાં

સાચવીને વાપરજો ફેસબુક, પ્રાઈવસી છે ખતરામાં


શોધકર્તાઓએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત બોટ્સ અથવા માણસો જેવો વહેવાર કરતા અકાઉન્ટ સામેલ છે. ફર્સ્ટ મંડે જનરલમાં પ્રકાશિત અધ્યયનમાં સદર્ન કેલિફોર્નિયા યૂનિર્વસિટીમાં શોધકર્તાઓએ 2018 અને તેના પહેલાની ચૂંટણીમાં બૉટના વહેવાર સાથે તુલના કરી છે.

શોધકર્તાઓએ જણાવ્યું કે અમારા વિચાર આ વાતની પુષ્ટિ કરે છે કે બૉટ્સ અને ડિટેક્શન એલ્ગોરિધમ વચ્ચે કોઈ દોડ ચાલી રહી છે. ડિેટેક્શન એલ્ગોરિધન તેને કહે છે જે કોઈ બૉટ્સ કે ફેક અકાઉન્ટને ઈન્ટરનેટને એક્સે કરવાથી રોકે છે. જેમ કે કેપ્ચા કોડ. જેમ જેમ સોશિયલ મીડિયા કંપની પોતાની વેબસાઈટને અનાધિકૃત પ્રવેશથી બચાવવા માટે ટેક્નિક લાવતા રહે છે. એવી જ રીતે બૉટ્સ મનુષ્યોની અને તેની સારી નકલ કરવા માટે વિકસિત થતા રહે છે.

અધ્યયના લેખર એમિલિયો ફેરારાએ કહ્યું કે AI બૉટ્સમાં સેંધ લગાવવા માટે વધારે વિકસિત કરી રહ્યું છે. પોતાના સ્ટડીમાં શોધકર્તાઓએ સોશિયલ મીડિયાએ 2, 50, 000ના એવા યૂઝર્સનું અધ્યયન કર્યું, જેમણે 2016-18માં અમેરિકાની ચૂંટણી પર ચર્ચા કરી. આ દરમિયાન તેમણે 30,000થી વધુ વધારે બૉટ્સની જાણકારી મેળવી. આ બૉટ્સ ટ્વીટ અને રીટ્વીટ પણ કરે છે. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં આવનારી ચૂંટણીમાં આ બૉટ્સ નવા પડકારો લઈને આવશે. તેની સાથે નિપટવું જરૂરી છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન



શું હોય છે બૉટ્સ?
આ એક સૉફ્ટવેર એપ્લિકેશ હોય છે. જે ઈન્ટરનેટ પર સ્વચાલિત રીતે કાર્ય કરે છે. ઉદાહરણ માટે જો તમે ઈચ્છો છોકે તમારા જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપનારને તમારી તરફથી પોતાની રીતે જ શુભેચ્છા સંદેશ પહોંચી જાય તો આ એપ્લિકેશન તમારે કામ આવી શકે છે. જ્યારે બૉટને AIથી સજ્જ કરવામાં આવે ત્યારે તે મનુષ્ય જેવું વર્તન કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 01:33 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK