Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > વીકએન્ડનો પ્લાન કરવો છે તો આ જગ્યાઓ છે જોવા જેવી

વીકએન્ડનો પ્લાન કરવો છે તો આ જગ્યાઓ છે જોવા જેવી

14 July, 2019 07:11 PM IST | મુંબઈ ડેસ્ક

વીકએન્ડનો પ્લાન કરવો છે તો આ જગ્યાઓ છે જોવા જેવી

ખંડાલા ઘાટ

ખંડાલા ઘાટ


ફરવા જવાનો કે પોતાને એક બ્રેક આપવાનો તેમજ પ્રકૃતિને માણવાનો પ્લાન કરી રહ્યા છો તો આ કેટલાક સ્થળો છે જ્યાં તમને વરસાદ હેરાન નહીં કરે.

ચોમાસામાં લોકોને બહાર ફરવા જવાની ઇચ્છા થતી હોય છે પણ ભારે વરસાદને કારણે ક્યાંક અટકી જવાયું તો... એવા ડરથી લોકો ફરવા જવાના પ્લાન કરતાં નથી. તેવામાં આ કેટલાક સ્થળો છે જ્યાં તમે સરળતાથી તમારી રજાઓ માણી શકો છો તેમ જ અહીં વરસાદને કારણે તમે ક્યાંય અટકી નહીં જાઓ તેથી એક વાર જાણી લો આ સ્થળો વિશે....



જેસલમેર


રાજસ્થાનમાં ઉદયપૂર તો જાણીતું છે જ ત્યાં અનેક લોકો પ્રી-વેડિંગ કરાવી પણ ચૂક્યા છે. પણ તમે ઉદયપૂર સિવાય જેસલમેરમાં પણ ફરવા જઇ શકો છો. અહીંના કિલ્લાઓ અને રણ વચ્ચે ઊંટની સવારી માણી શકો છો અને ખરેખર આ જગ્યા તમને ખૂબ જ સુંદર લાગી શકે છે.

Camel


કચ્છનું રણ

જો તમને મુંબઇમાં પડતો વરસાદ વધારે લાગતો હોય અને સૂર્યપ્રકાશ માણવાની ઇચ્છા થાય તો ગુજરાતમાં આવેલા કચ્છમાં પણ તમે ફરવા જઈ શકો છો. આ એક એવું સ્થળ છે જેને લોકો માત્ર જોવા જ આવે છે પણ ફોટોશૂટ કરતાં નથી તેથી આ જગ્યા તમારા માટે નવી હશે. જેને જોઇને લોકો એમ નહીં કહે કે આ તો ફલાણી જગ્યા છે

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

ખંડાલા

જ્યાં અનેક ફિલ્મોની શૂટિંગ થઈ ગઇ છે અને તેના પર કેટલાય ગીતો પણ બન્યા છે અહીં વરસાદની સીઝનમાં ફરવા જવું એ એક જુદો જ અનુભવ પુરવાર થઈ શકે છે. ખંડાલા મહારાષ્ટ્રમાં આવેલું છે અને લોનાવલા પણ તેની બાજુમાં આવેલું છે અહીંથી લવાસા પણ નજીક છે આ બધાં એવા સ્થળો છે જ્યાં તમે પ્રકૃતિની મોજ સાથે સરસ રીતે મજા માણી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 07:11 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK