Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Trai એ માન્યું કે 4G ડાઉનલોડ સ્પીડમાં Jio સૌથી આગળ

Trai એ માન્યું કે 4G ડાઉનલોડ સ્પીડમાં Jio સૌથી આગળ

18 September, 2019 07:40 PM IST | New Delhi

Trai એ માન્યું કે 4G ડાઉનલોડ સ્પીડમાં Jio સૌથી આગળ

Trai એ માન્યું કે 4G ડાઉનલોડ સ્પીડમાં Jio સૌથી આગળ


New Delhi : ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ જાહેર કરેલા સરેરાશ 4G ડાઉનલોડ સ્પીની લિસ્ટમાં રિલાયન્સ જિઓએ સતત તેની લીડ જાળવી રાખી છે. જિઓની વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.3 Mbps હતી. જે જુલાઈ મહિનામાં સરેરાશ 21.0 Mbps જોવા મળી હતી. રિલાયન્સ જિઓ વર્ષ 2018નાં તમામ 12 મહિનાઓમાં સૌથી વધુ સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે સૌથી વધુ ઝડપી 4G સ્પીડ આપનારી કંપની બની હતી. ચાલુ વર્ષે જિઓએ ઓગસ્ટ મહિના સુધીમાં 4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં અવ્વ્લ નંબર હાંસલ કર્યો છે.


TRAIના રિપોર્ટ મુજબ, એરટેલ કંપનનીની વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 8.2 Mbps હતી, જે જુલાઈ મહિનામાં 8.8 Mbps હતી. વોડાફોન અને આઇડિયા કંપનીએ તેમનો વ્યવસાય મર્જ કર્યો છે અને અત્યારે વોડાફોન આઇડિયા તરીકે કાર્યરત હોવા છતાં TRAIએ તેમનાં નેટવર્કવના અલગ-અલગ રિપોર્ટ જાહેર કર્યાં છે.


TRAIના રિપોર્ટ મુજબ, વોડાફોન નેટવર્કની 4G ડાઉનલોડ સ્પીડ જુલાઈની જેમ ઓગસ્ટમાં પણ 7.7 Mbps જળવાઈ છે. તો આઇડિયાની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જુલાઈમાં 6.6 Mbps ઘટીને ઓગસ્ટમાં 6.1 Mbps થઈ હતી. જિઓની અપલોડ સ્પીડ વધીને સરેરાશ 4.4 Mbps થઈ હતી. TRAI દ્વારા સરેરાશ સ્પીડની ગણતરી રિઅલ-ટાઇમ એની માયસ્પીડએપ્લિકેશનની મદદથી એકત્ર કરેલા ડેટાને આધારે કરવામાં આવી છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

TRAIના રિપોર્ટમાં બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ જૂન, 2019નાં અંત સુધીમાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા 59.49 કરોડ હતી. દેશમાં 33.12 કરોડ ગ્રાહકો જિઓ મોબાઇલ ફોન પર બ્રોડબેન્ડની સુવિધા મેળવે છે. દેશમાં બ્રોડબેન્ડ યુઝરની સંખ્યામાં એરટેલના 12.4 કરોડ, વોડાફોનના 11.05 કરોડ અને અન્ય કંપનીઓ બાકીનાં 2 કરોડ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 07:40 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK