તહેવારોમાં પહેરો ટ્રેડિશનલ વેઅર

Published: 4th October, 2011 18:42 IST

ફૅશન-ડિઝાઇનર સુરીલી ગોયલ આપે છે ફેસ્ટિવલ્સમાં શોભતા ડ્રેસિસ વિશે વિસ્તૃત જાણકારી. સામાન્ય દિવસોમાં કોઈ પ્રસંગોમાં જવા માટે કંઈ પણ પહેરી લઈએ એ એક વાર ચાલી જાય, પણ ઉત્સવના દિવસોમાં ભલે આખો દિવસ ઘરે રહેવાના હોઈએ તો પણ એને અનુરૂપ કપડાં ન પહેરવામાં આવે ત્યાં સુધી તહેવારનો ચાર્મ નથી દેખાતો.તહેવારોમાં રંગોનું ખાસ મહત્વ હોય છે. રંગબેરંગી કપડાં જાણે તહેવારોની ઓળખ છે, પણ દર વર્ષે શું નવું પહેરવું એ એક મૂંઝવણ. જાણીએ આ મૂંઝવણનું સૉલ્યુશન ફૅશન-ડિઝાઇનર સુરીલી ગોયલ પાસેથી જે પ્રીતિ ઝિન્ટાના ડ્રેસિસ ડિઝાઇન કરવા માટે ખાસ ફેમસ છે. 

ટ્રેડિશનલ વેઅરમાં નવો કૉન્સેપ્ટ

આ વખતે લોકોને લાઇટવેઇટ ઘાઘરા, સાડીઓ, વન શોલ્ડર ડ્રેસ તેમ જ સ્ટ્રેપલેસ ડ્રેસ વધુ પસંદ આવી રહ્યા છે. ટ્રેડિશનલ વેઅર સાથે થોડા વેસ્ટર્ન ટચની પણ ડિમાન્ડ છે. સાડીમાં પણ નવો મૉડર્ન લુક લોકો પસંદ કરી રહ્યા છે. થોડી જુદી રીતે ડ્રેપ કરેલી સાડીઓ યંગ ગલ્ર્સ માટે સારો ઑપ્શન છે. લોકો અત્યારે ઓછી અને લાઇટ એમ્બ્રૉઇડરી, ગોટા-વર્ક તેમ જ લાઇટવેઇટ કપડાં વધારે પ્રિફર કરે છે.

અનારકલીમાં ટ્વિસ્ટ

અનારકલી ડ્રેસિસ છેલ્લા થોડા સમયથી ખૂબ લોકપ્રિય થયા છે. અનારકલીમાં જ્યૉર્જેટ સારું લાગે છે. હાથને કવર કરે એવી લાંબી સ્લીવ કરાવવી. આની સાથે સ્ટ્રેચ ચૂડીદાર કે પાકિસ્તાની સલવાર સારો લાગશે. એ ઉપરાંત બીજા ડ્રેસિસમાં પણ સૉલિડ કલર, સિમ્પલ પરંતુ મૉડર્ન કટ વધારે પ્રિફરેબલ છે. લુક ભલે ટ્રેડિશનલ પણ ગ્લૅમરસ હોવો જોઈએ.

નેટનો જાદુ

આજકાલ નેટનો વપરાશ સાડી અને ડ્રેસિસ બન્નેમાં વધી ગયો છે. નેટ એ ખૂબ જ લાઇટ વેઇટ અને યુઝફુલ ફૅબ્રિક છે. નેટ દેખાવમાં સુંદર લાગે છે અને નેટનો વપરાશ ખૂબ જુદી-જુદી રીતે કરી શકાય છે.

ઘાઘરા સાડી

યંગ યુવતીઓ ઘાઘરા સાડી જે પર્હેયા બાદ ઘાઘરા-ચોળી જેવો લુક આવે એ પહેરવાનું વધારે પસંદ કરી રહી છે તેમ જ પ્રી-ફિક્સ એટલે કે રેડીમેડ પ્લીટ્સ અને પાલવ બનાવેલી સાડીઓ પણ સારો ઑપ્શન છે. હાફ-હાફ સાડી પણ એક નવો તેમ જ સુંદર ઑપ્શન છે. આવી સાડી બે પીસમાં બનેલી હોય છે અને પાલવ તેમ જ પ્લીટ્સમાં જુદી-જુદી ડિઝાઇનવાળો લુક આપે છે.

રંગોની રમઝટ

દિવાળી એટલે વધુ ને વધુ રંગો પહેરવાનો તહેવાર. જેટલા બ્રાઇટ અને ખુશનુમા રંગો પહેરવામાં આવે એટલો જ ટ્રેડિશનલ અને ફેસ્ટિવ ટચ મળે છે. દિવાળીમાં લાલ, લીલો, પીળો, ગુલાબી વગેરે રંગો વધારે શોભે છે
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK