ઑટોમૅટિક ટોવેલ ડિસ્પેન્સર
તમે મશીનના સેન્સરની સામે હાથ રાખશો ત્યારે આ મશીન પેપરનો ટુકડો ડિસ્પેન્સરમાંથી બહાર કાઢશે. આ મશીનને બૅટરી રીચાર્જ કરવાની ચિંતા કર્યા વગર જ સળંગ એક વર્ષ સુધી વાપરી શકાશે. આ પ્રોડક્ટ ટચલેસ હોવાથી હાઇટેક કિચનવેઅરમાં એનો સમાવેશ કરી શકાય છે.