તમે સાંભળું છે કે જીભનું કેન્સર થાય છે, હા, દાંતની સફાઇ નહીં કરો તો જીભના કેન્સરની સંભાવના વધશે

Published: Jun 12, 2019, 23:36 IST | મુંબઈ

દાંતની સફાઈના કિસ્સામાં બેદરકારી રાખતા હોય એવા લોકોની સંખ્યા લગભગ 4 થી 5 ટકા હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો કોઈપણ સ્વરૂપમાં તમાકુનો ઉપયોગ કરતા નથી તેમ છતાં તેમને મોઢાનું કેન્સર અથવા જીભનું કેન્સર થવાનું જોખમ રહે છે.

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

દાંતની સફાઈના કિસ્સામાં બેદરકારી રાખતા હોય એવા લોકોની સંખ્યા લગભગ 4 થી 5 ટકા હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો કોઈપણ સ્વરૂપમાં તમાકુનો ઉપયોગ કરતા નથી તેમ છતાં તેમને મોઢાનું કેન્સર અથવા જીભનું કેન્સર થવાનું જોખમ રહે છે. આ લોકોના તૂટેલા દાંત વચ્ચે યોગ્ય સફાઈ ન થવાના કારણે મોઢાનું કેન્સર થવાનું જોખમ રહે છે. મોઢાની અંદર ત્વચામાં સતત બળતરા રહેવાથી અથવા અસ્વચ્છ દાંતના કારણે જીભનું કેન્સર પણ થઈ શકે છે.


હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (HCFI)ના અધ્યક્ષ ડો. કે.કે.અગ્રવાલે જીભનાં કેન્સરથી બચવા માટે કેટલાક સૂચનો કર્યાં છે. જે અનુસરીને આ કેન્સર થવાનું જોખમ અટકાવી શકાય છે.

 

1) તમાકુનો ઉપયોગ ન કરો. જો કરો છો તો આ આદત છોડવા માટે તાત્કાલિક પગલાં લો.

 

2) દારૂ મર્યાદિત માત્રામાં પીવો.

 

3) લાંબા સમય સુધી તડકામાં ન રહો. તડકામાં જતા પહેલાં 30 અથવા તેનાથી વધુ સન પ્રોટેક્શન ફેક્ટર (SPF)વાળું લિપ બામ લગાઓ.

 

4) જંક અને પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાનું ટાળો અથવા તેનો વપરાશ ઓછો કરી દો. બહુ બધાં તાજાં ફળો અને શાકભાજીઓ ખાઓ.

 

5) શોર્ટ એક્ટિંગ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપી જેમ કે લોઝિન્જ, નિકોટીન ગમ વગેરે ખાવાનો પ્રયાસ કરો.

 

6) તમને ધુમ્રપાન કરવા માટે ઉત્તેજિત કરનારી દરેક વસ્તુની ઓળખ કરો. તેનાથી બચવાની અથવા તેનો વિકલ્પ અપનાવવાની યોજના બનાવો.

 

7) તમાકુના બદલે શુગરલેસ ગમ, હાર્ડ કેન્ડી, કાચું ગાજર, અજમો, નટ્સ અથવા સૂર્યમુખીના બીજ ચાવો.

 

8) સક્રિય રહો. શારીરિક પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે વારંવાર સીડીઓથી ચઢ-ઉતર કરો. તેનાથી તમાકુ ખાવાની પ્રબળ ઈચ્છા ઓછી કરી શકશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK