બ્રેડ વિથ ટૉમેટો ઍન્ડ ગાર્લિક

Published: Nov 03, 2014, 04:56 IST

સૌથી પહેલાં તો ટમેટાંને ધોઈ છાલ સાથે જ ઝીણી છીણીથી છીણી લો અને એક બાઉલમાં સાઇડ પર મૂકી રાખો.
સામગ્રી


  • એક બગેટ
  • બે મિડિયમ સાઇઝનાં ટમેટાં
  • ત્રણથી ચાર કળી લસણ


રીત

લસણની એકદમ બારીક પેસ્ટ બનાવી દો. હવે બગેટને વચ્ચેથી હોરિઝોન્ટલ કાપી લો. બગેટને અવન અથવા તો તવા પર સરખા ક્રિસ્પી થાય એ રીતે પાંચથી સાત મિનિટ માટે ટોસ્ટ બને એ રીતે શેકાવા દેવા. હવે એના પર ગાર્લિકની પેસ્ટ સ્પ્રેડ કરી દો એટલે ગાર્લિકની ફ્લેવર આવશે. ત્યાર બાદ એના પર છીણેલા ટમેટાનો ગર પાથરો. વ્યવસ્થિત સ્વાદ આવે એ રીતે મીઠું ભભરાવો અને એના પર ઑલિવ ઑઇલ પણ છાંટો. તરત જ સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. ઈઝી અને ઇન્સ્ટન્ટ બનતી આ વાનગી સ્પેનની રેસ્ટોરાંમાં ખૂબ જ વખણાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK