Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > આજે પાંચ ગ્રહોની યુતિ અને શુક્રવાર : ૨૯ વર્ષે રચાયો આવો અશુભ યોગ

આજે પાંચ ગ્રહોની યુતિ અને શુક્રવાર : ૨૯ વર્ષે રચાયો આવો અશુભ યોગ

30 August, 2019 12:43 PM IST | મુંબઈ

આજે પાંચ ગ્રહોની યુતિ અને શુક્રવાર : ૨૯ વર્ષે રચાયો આવો અશુભ યોગ

આજે પાંચ ગ્રહોની યુતિ અને શુક્રવાર

આજે પાંચ ગ્રહોની યુતિ અને શુક્રવાર


જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર આજે ઑગસ્ટ ક્રાંતિકારી મહિનાનો આખરી દ્વિતીય દિવસ શ્રાવણ અમાસ જેને પીઠોરી, કુશગ્રાહી અમાવસ્યા, અઘોર ચતુર્દશી ભાંગી તિથિ સાથે સિંહ રાશિ (સત્તા કે સતાધિશો) માટેની ગણાય જેમાં પાંચ ગ્રહોની યુતિ( સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર) જેવી બળવાનમાં થવાથી એ નૈસર્ગિક કુંડળી પ્રમાણે પાંચમી રાશિ, અગ્નિતત્ત્વની ગણાય છે. સૂર્ય-ચંદ્ર-કેતુ મઘા નક્ષત્ર સ્વામી કેતુ બને છે. આજે શુક્રવાર સાથે આવો અશુભ યોગ આવે છે જે આગામી ૨૯ વર્ષ પહેલાં આવેલો હતો. પંચગ્રહોની યુતિ વધારે અશુભ ગણી શકાય, કારણ કે સૂર્ય-મંગળનો અંગારાત્મક યોગ, સૂર્ય-ચન્દ્રનો અમાસ સાથે બુધ-શુક્રનો સંબંધ થવાથી બળતામાં ઘી હોમે યોગ બને છે. આવા દિવસે આગ, અકસ્માત, શૉર્ટ સર્કિટના અશુભ બનાવો સાથે કુદરતી કે અકુદરતી અશુભ ઘટના ગણાવી શકાય. વિશેષમાં મઘા નક્ષત્ર જેનો સ્વામી કેતુ થવાથી વાણી-વ્યવહાર દ્વારા વધુ સંબંધો વકરે તેમ જ નિર્ણયોની અપરિપક્વતાના કારણે અશુભ ઘટના બની શકે. સરકારી રાજદ્વારી માણસોએ આવા દિવસે નીતિવિષયક નિર્ણય લેતાં ખૂબ જ તકેદારી રાખવી જ રહી ! આ દિવસે સિંહ, વૃશ્ચિક, કુંભ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાની અને તકેદારી રાખવી. આવા દિવસે જે બાળકનો જન્મ થશે તે પ્રવ્રજ્યા યોગમાં ગણાશે જેને કારણે સાધુ, સંન્યાસી યોગ કહી શકાય જે સમાજને સારું યોગદાન આપશે, પરંતુ આજના દિવસે રોગીષ્ટ માણસો માટે વધારે કચરો ગણી શકાય તેમ જ જે જાતકો લાંબા સમયથી માનસિક પીડિત છે તેમણે અવશ્ય તકેદારીના ભાગરૂપે બહાર નીકળવું નહીં. સંધ્યા સમયે પીપળાના વૃક્ષ આગળ બે દીવા કરવા જેમાં એક શુદ્ધ ઘીનો અને બીજો કાચા તેલનો બતાવી એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી, કારણ કે અમાસ એ પિતૃઓની ગણાય છે સાથોસાથ લક્ષ્મી પ્રાપ્તિ માટે ગણવામાં આવે છે જેનાથી ધનશીઘ્ર ફળ પ્રાપ્તિ બની રહે.
ashishrawal13677@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 12:43 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK