તમારા ફોનની રિંગ કેટલો સમય વાગવી જોઈએ?

Updated: Oct 10, 2019, 17:51 IST | મુંબઈ ડેસ્ક

મોબાઈલ બનતાં સુધી પાસે જ હોવાથી તે માટે રિંગટોનનો ઓછો સમય રખાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આપે આપનો મત ટ્રાયને મોકલ્યો કે નહીં? રિંગટોનની સમય ઘટવાની શક્યતા...

મોબાઈલની રીંગ નિશ્ચિત કેટલો સમય વાગવી એ બાબતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફઈન્ડિયા (ટ્રાય) એ કન્સલ્ટેશન પેપર જાહેર કરી એ બાબતે સૂચનો તેમજ વાંધાઓ મંગાવ્યા છે. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સૂચનો તેમજ ૦૭ ઓક્ટોબર સુધીમાં વાંધા મોકલવાની મુદ્દત અપાઈ હતી.

વધુ સમય માટે ફોનની રિંગ વાગે તો ફોનનું નેટવર્ક વધુ સમય વ્યસ્ત રહે છે અને તેમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ વધે છે. અત્યારે સાધારણપણે મોબાઈલની રિંગ ૩૦ થી ૪પ સેકન્ડ સુધી વાગે છે તો લેન્ડલાઈન પર ફોન કર્યો હોય તો તે રિંગ ૬૦ સેકન્ડ કે ૨ મિનીટ સુધી વાગે છે. મોબાઈલનો ઉપયોગ મોટા પ્રમાણમાં શરૂ થવા પૂર્વે લેન્ડલાઈનનો ઉપયોગ સર્વાધિક હતો. તે સમયે ફિક્સ લાઈન હોવાથી ફોન સુધી પહોંચવા માટે લાગનાર સમય ધ્યાનમાં રાખી લાંબી રિંગ મર્યાદા રખાઈ હતી. તો મોબાઈલ બનતાં સુધી પાસે જ હોવાથી તે માટે રિંગટોનનો ઓછો સમય રખાય છે.

ઘણીવાર એવું બને કે મોબાઇલ પર આવેલા કોલને જવાબ ના આપવો હોય તો રિંગ વાગતી જ રહે. આવા કિસ્સામાં નેટવર્ક વ્યસ્ત રહે છે અને સ્પેક્ટ્રમનો વપરાશ થાય છે, આવી બાબતો ટાળવા માટે ટ્રાય એ આ પહેલ કરી છે. પરંતુ ગ્રાહકને તેનો ફટકો ન બેસે તેમજ કૉલ ઉપાડવા પહેલાં જ બંધ ન થાય તે માટે કેટલા સમયની રિંગટોન રાખવી એ માટે સૂચનો મગાવાયા છે. હાલનો ૩૦થી ૪પ સેકન્ડનો સમય ૨૦થી ૨૫ સેકન્ડનો કરવાનો વિચાર ચાલી રહ્યો છે. તે સાથે જ ગ્રાહકને મોબાઈલની રિંગ કેટલો સમય વાગવી જોઈએ તે માટેની સ્વતંત્રતા આપવાનો વિચાર કર્યો છે. ખાનગી કૉલ તેમજ વિવિધ જાહેરાતો માટે કરાતાં વ્યાવસાયિક ફોન માટે જુદી સમય મર્યાદા રાખવી જેથી ગ્રાહકને રિંગના સમય પરથી ફરક સમજાય એવો મત સ્પષ્ટ કરાયો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK