આવી રીતે પણ ખવાય ગાજરનો હલવો

Published: Jan 09, 2020, 16:35 IST | Mumbai

જોકે આજે અહીં એવી જગ્યાઓ વિશે વાત કરીશું જ્યાં યુનિક અને ટ્રેડિશનલ ગાજર હલવો મળે છે જે કદાચ રૂટીન ગાજર હલવાથી ડિફરન્ટ અને સ્વાદિષ્ટ પણ છે

ફીસ્ટ ઑફ ફાઇવ
ફીસ્ટ ઑફ ફાઇવ

શિયાળો આવે અને ગાજરનો હલવો ન ખાધો હોય એવું બને નહીં. દરેક ગૃહિણી આ સીઝનમાં એક વાર તો હલવો બનાવતી જ હશે. જોકે આજે અહીં એવી જગ્યાઓ વિશે વાત કરીશું જ્યાં યુનિક અને ટ્રેડિશનલ ગાજર હલવો મળે છે જે કદાચ રૂટીન ગાજર હલવાથી ડિફરન્ટ અને સ્વાદિષ્ટ પણ છે.

આમ તો બારેમાસ ગાજર મળે છે, પરંતુ આ જ સીઝનમાં લાલ દેશી ગાજર મળે છે જે સ્વાદમાં કુદરતી રીતે જ મીઠાશ ધરાવે છે. એને કારણે ઠંડીની સીઝનમાં ગરમાગરમ ગાજરનો હલવો ખાવાની મજા જ કંઈક ઑર છે. મુગલ સામ્રાજ્યના સમયથી ચાલી આવતી આ વાનગી ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં જબરી ફેમસ છે. ઓરિજિનલ રેસિપીમાં ગાજર, દૂધ, માવો, ઘી અને એલચી-કેસર જેવાં સુગંધી દ્રવ્યો પડે છે. જોકે હવે તો સ્વાદરસિયાઓએ અનેક ટ્વિસ્ટ્સ લાવીને એને વધુ ડેલિશ્યસ બનાવી છે. આજે મુંબઈની એવી જગ્યાઓની આપણે સફર કરીશું જ્યાં ગાજરના હલવો ઑથેન્ટિક સ્ટાઇલમાં તો મળે જ છે, પણ એવીય કેટલીક જગ્યાઓ છે જ્યાં આ રેસિપી સાથે થોડાક હટકે પ્રયોગો થયા છે અને એ સ્વાદમાં પણ યમ્મી છે.

ફીસ્ટ ઑફ ફાઇવ

ગાજરના હલવાને થોડોક ક્રિસમસ-સ્ટાઇલ ટ્વિસ્ટ આપવો હોય તો લોઅર પરેલમાં એક જગ્યાએ પાંચ ટાઇપની ગાજરની ચીજોનો ઉપયોગ કરીને યુનિક ટાઇપની કેક બને છે. એનું નામ છે ધ દિલ્લી કૅરટ સ્વિસ રોલ. એકદમ સૉફ્ટ કેક જેવી આ વાનગીમાં લાલ અને કાળાં ગાજરનો હલવો, કૅરટ જૅમ, કાળા ગાજરની કૅન્ડી અને બ્લૅક કૅરટની જેલી એમ પાંચ ચીજો હોય છે. એની પર હળવું ક્રીમ ચીઝ જમાવેલું હોય છે. હંગર હૉસ્પિટાલિટીના પેસ્ટ્રી શેફ હીના પુનવાણી કહે છે, ‘દર શિયાળામાં મીઠાં અને લાલ ગાજર માર્કેટમાં આવી જાય છે એટલે ખબર પડી જાય કે હવે ગાજરના હલવાનો સમય થઈ ગયો છે. મારી બહેન અને હું ગાજર ખમણીએ અને મારી મમ્મી નટ્સ ઝીણાં સમારે. ગાજરનું છીણ શેકાતું હોય ત્યારે કિચનમાં ઘી અને શુગરની સોડમ પ્રસરી જાય. મારી મમ્મી હંમેશાં ગાજરમાં દૂધ નાખીને ખૂબ ધીમી આંચ પર હલવો બનાવતી એટલે ખૂબ સમય લાગતો. કોઈ શૉર્ટકટ નહીં વાપરવાનો. હું પણ અત્યાર સુધી એ જ ટ્રેડિશનલ રીત વાપરતી. આ પહેલી વાર મેં બ્લૅક કૅરટ યુઝ કર્યાં છે. મારી મમ્મીને ઇમ્પ્રેસ કરવી અઘરી છે, પણ મને માર્કેટમાં કાળાં ગાજર મળતાં જોઈને આ વિચાર આવેલો.’

ક્યાં?ઃ ધ બૉમ્બે કૅન્ટીન, યુનિટ-૧, કમલા મિલ્સ, લોઅર પરેલ

સમયઃ બપોરે ૧૨થી રાતે ૧૨

કિંમતઃ ૩૫૦ રૂપિયા

carrot-04

ગાજર હલવા પેસ્ટ્રી

જો તમે કેકના ચાહક હો તો તમને જુહુની એક ઈટરીમાં મળતી ગાજર હલવા પેસ્ટ્રી ગમશે. એમાં એલચીની અરોમાવાળા સ્પૉન્જી બેઝની વચ્ચે ગાજરના હલવાની લેયર કરેલી છે. એની ઉપર બદામ અને ચાંદીના વરખનું ગાર્નિશિંગ છે, જેને કારણે આ ડિશ ટ્રેડિશનલ-કમ-ટ્રેન્ડી બની ગઈ છે. નવી જ લૉન્ચ થયેલી આ ઈટરીના શેફ રાકેશ તલવાર કહે છે, ‘મેં દિલ્હીની ગલીઓમાં આવેલી એક દુકાનમાં જે ગાજરનો હલવો ખાધેલો એ બેસ્ટ હતો. એવા હલવાને મેં નવા અવતારમાં રજૂ કરવાની કોશિશ કરી છે. દરેકને પેસ્ટ્રી ખાવી તો ગમતી જ હોય છે એટલે વિચાર્યું કે કેમ આ બેનું કૉમ્બિનેશન જ ન કરીએ?’

ક્યાં? ઃ વાઇસ-ગ્લોબલ તપસ બાર,

જુહુ તારા રોડ, જુહુ

સમયઃ સાંજે ૬થી રાતના ૧.૩૦ સુધી

કિંમતઃ ૨૯૫ રૂપિયા

carrot-03

વીગન હલવો

ક્રિસમસ સેલિબ્રેશન પછી વધેલું વજન ઘટાડવું છે અને છતાં ગાજરનો હલવો ખાવો છે? તો વીગન, ગ્લુટન-ફ્રી અને રિફાઇન્ડ શુગર-ફ્રી વિકલ્પ પણ છે. વીગન હલવો બનાવવો હોય તો ઘી અને દૂધ વપરાય નહીં. ઘી વિના હલવો તે વળી કેવો બને? અહીં ઘીના બદલે ઑર્ગેનિક કોલ્ડ-પ્રેસ્ડ સનફ્લાવર ઑઇલ વપરાયું છે અને ગાય-ભેંસના દૂધને બદલે આમન્ડ મિલ્ક એમાં નંખાય છે. ગળપણ માટે આર્ટિફિશ્યલ સ્વીટનર નહીં, પણ ઑર્ગેનિક અનરિફાઇન્ડ કોકોનટ શુગરની મીઠાશ હલવાને યુનિક ફ્લેવર આપે છે. શેફ રવીના તૌરાણી કહે છે, ‘નાનપણથી અમે દરેક શિયાળામાં લાલ ગાજર આવે એની રાહ જોતા. આ સીઝનમાં એનો જ હલવાના બેઝ તરીકે ઉપયોગ થતો. મારે આ ડિશનું વીગન વર્ઝન બનાવવું હતું, પણ હું આ ડિશની યુનિક ફ્લેવરને ગુમાવવા નહોતી માગતી. ગાજરનો હલવો હળવા, ક્રન્ચી ટેક્સ્ચર માટે જાણીતો છે જે મારે વીગન સ્ટાઇલથી બનાવવાનો હતો. એમાં મેં દૂધને બદલે આમન્ડ મિલ્ક અને ઘીને બદલે સનફ્લાવર ઑઇલ જેવો વિકલ્પ શોધી લીધો. ડ્રાયફ્રૂટ્સને પહેલેથી જ કુક કરી લેવાથી હલવામાં ખાસ નટી ફ્લેવર પણ ઉમેરાય છે.’

ક્યાંઃ યોગસત્ત્વ, પિનૅકલ હાઉસ, ૭મો માળ, ૧૫મો રોડ, પી.ડી. હિન્દુજા જંક્શન, ખાર (વેસ્ટ).

સમયઃ બપોરે ૧૨થી સાંજે ૭

કિંમતઃ ૪૫૦ રૂપિયા (૨૫૦ ગ્રામ)

carrot-05

ફિલ્મી ટ્રાયો

૧૯૭૭માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અમર અકબર ઍન્થની’ ફિલ્મ પર આધારિત ત્રણ લેયરની એક યુનિક ડિશમાં ગાજર ઉપરાંત દૂધી અને બીટરૂટ પણ છે. જેમ ગાજરનો હલવો બને એવી જ રીતે દૂધી અને બીટરૂટનો હલવો પણ ધીમી આંચ પર પકવવાનો અને ત્રણેયમાં એલચીની ફ્લેવર. એક્ઝિક્યુટિવ શેફ રુફી શેખ કહે છે, ‘આપણી દાદી-પરદાદીઓ દ્વારા બનતા ઑથેન્ટિક હલવાની ફ્લેવર યાદ કરીએ તો જૂની યાદોમાં ખોવાઈ જવાય. મારા પરિવારની ટ્રેડિશનલ રેસિપીની અસર મારી આ નવી ડિશમાં પણ છે. માવાનો ઉપયોગ કરવાથી ડિશને ક્રીમી અને રિચ ટેક્સ્ચર મળે છે.’

ક્યાંઃ વાયા બૉમ્બે, ફર્સ્ટ રોડ, ચેમ્બુર

સમયઃ બપોરે ૧૨થી ૩ અને રાતે ૭થી ૧૧.૩૦

કિંમતઃ ૨૫૦ રૂપિયા

carrot-06

બર્ન્ટ ક્રીમ અને ક્રમ્બલ

કલર, અરોમા, ટેક્સ્ચર અને ટેસ્ટમાં ઑથેન્ટિસિટી જાળવીને પછી એમાં અનોખો બદલાવ લાવવામાં આવ્યો છે લોઅર પરેલના એક આઉટલેટમાં. ગાજર હલવા ક્રમ્બલ એ વિન્ટર સ્વીટનું જરાક હળવું વર્ઝન છે જે શૉર્ટક્રસ્ટ કપમાં બર્ન્ટ ક્રીમથી કવર કરીને સર્વ થાય છે, જેને કારણે અરોમા અદ્ભુત આવે છે. રેસ્ટોરાંના કો-ફાઉન્ડર પ્રશાંત ઇસ્સાર કહે છે, ‘નાનો હતો ત્યારે ઉનાળાની રજાઓ મસૂરીની હિલ્સમાં ગાળતો અને શિયાળો અજમેરમાં. મને હજીયે બરાબર યાદ છે શિયાળામાં કિચનની બહાર કોલસાના ચૂલા પર બનતા એ ગાજરના હલવાની અરોમા. મારી મમ્મી અમને ગાજરનો હલવો બર્ન્ટ મિલ્ક ક્રીમની સાથે સર્વ કરતી હતી.’

ક્યાં?ઃ ઇશારા, ત્રીજો માળ, પલેડિયમ મૉલ, તુલસી પાઇપ રોડ, લોઅર પરેલ

સમયઃ બપોરે ૧૨થી રાતે ૧૨

કિંમતઃ ૩૪૦ રૂપિયા

carrot-02

મૅન્ગો ટ્‍વિસ્ટ

અહીં ચિક્કી અને હલવાનું કૉમ્બિનેશન તૈયાર થયું છે. કાનપુરની બે ફેમસ ડીઝર્ટ્સને મિક્સ કરવામાં આવી છે જેમાં કૅરટની જગ્યાએ મૅન્ગો વાપરવામાં આવી છે. શેફ સૌરભ ઉદિનિયા કહે છે, ‘બદામની ચિક્કીના ટ્રાયેન્ગલ પીસ પર પાકી કેરીનો કેસર ફ્લેવરનો હલવો મૂકવામાં આવે છે.’

ક્યાંઃ મસાલા લાઇબ્રેરી બાય જિગ્સ કાલરા, બીકેસી

સમયઃ બપોરે ૧૨થી ૨.૩૦ અને સાંજે ૭થી ૧૧.૩૦

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK