Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નેશનલ વિમન્સ હેલ્થ એન્ડ ફિટનેસ ડેના રોજ જાણીએ એક્સપર્ટની વાત

નેશનલ વિમન્સ હેલ્થ એન્ડ ફિટનેસ ડેના રોજ જાણીએ એક્સપર્ટની વાત

30 September, 2020 10:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેશનલ વિમન્સ હેલ્થ એન્ડ ફિટનેસ ડેના રોજ જાણીએ એક્સપર્ટની વાત

 મહિલાઓએ સમજવું પડશે કે તેમની જવાબદારીઓ તેમની જવાબદારીઓમાં અનેકગણો વધારો થયો છે એટલે તેમના સંપૂર્ણ સ્વાસ્થ્યની સારસંભાળ રાખવાનું મહત્ત્વ વધી ગયું છે.

મહિલાઓએ સમજવું પડશે કે તેમની જવાબદારીઓ તેમની જવાબદારીઓમાં અનેકગણો વધારો થયો છે એટલે તેમના સંપૂર્ણ સ્વાસ્થ્યની સારસંભાળ રાખવાનું મહત્ત્વ વધી ગયું છે.


દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લાં બુધવારને ‘નેશનલ વિમેન્સ હેલ્થ એન્ડ ફિટનેસ ડે’ (રાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય અને ફિટનેસ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ મહિલાઓની શારીરિક ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો છે. કોવિડ રોગચાળા વચ્ચે આ મુદ્દો વધારે મહત્ત્વપૂર્ણ બની ગયો છે. મહિલાઓ ઘરેથી કામ કરે છે અને ઘર માટે પણ કામ કરે છે તથા તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સારસંભાળ લેવાની ઉપેક્ષા કરે છે. મહિલાઓએ સમજવું પડશે કે તેમની જવાબદારીઓ તેમની જવાબદારીઓમાં અનેકગણો વધારો થયો છે એટલે તેમના સંપૂર્ણ સ્વાસ્થ્યની સારસંભાળ રાખવાનું મહત્ત્વ વધી ગયું છે.
મહિલાઓ માટે સરળ સૂચનાઓ નીચે મુજબ છેઃ
• પોઝિટવ રહેવું: નિયમિત શીડ્યુલ પ્રથમ પગલું છે. તમારા દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરો, તમે સારો ડ્રેસ પહેરો, કારણ કે એનાથી તમને આનંદ થાય છે. કામ પછી થોડી મિનિટ પણ હળવા થાવ. તમારો શોખ પૂરો કરો, ફિલ્મો જુઓ, પુસ્તક વાંચો, નવી વાનગી અજમાવો કે પછી તમારા મનને હળવું કરે એવું કંઈ પણ કરો.

• આહાર: આહાર તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમારે દિવસની શરૂઆત પ્રોટિનથી સભર સ્વસ્થ નાસ્તાથી કરવી જોઈએ, જેથી તમારા ચયાપચયની પ્રક્રિયા શરૂ થાય છે. બદામ-અખરોટ અને ફળફળાદિને નાસ્તામાં સામેલ કરવાથી તમે એક્ટિવ રહેશો. રાતે આશરે 7.30થી 8.30 વચ્ચે હળવું ડિનર લો, જેથી રાતે પાચનપ્રક્રિયા ધીમે ધીમે થાય. રાતે મોડા ભોજન લેવાથી તમે સવારી સુસ્તી અનુભવી શકો છો અને પેટ પર વધારે મેદ જામી શકે છે. તમારા શરીરનું હાઇડ્રેશન જાળવો, કારણ કે તમારું શરીર સરળતાપૂર્વક કામ કરે એ માટે તે જરૂરી છે. ઘરે હોવાથી તમારે ચિપ્સ, મીઠાઈ વગેરે જંક ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમારા ભોજનમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું અને પ્રોટિનથી સમૃદ્ધ આહાર વધારે હોવો જોઈએ. જો તમે લાઇટ લંચ લેવા ઇચ્છતાં હોય તો સલાહ લો.



• કસરત: દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ વર્કઆઉટ કરો. યોગા, શ્વાસોશ્વાસની કસરત, ઝુમ્બા વગેરે જેવી કસરત કરવાથી ઘરે સરળતાપૂર્વક કામ કરી શકાશે. દરરોજ ચિંતા દૂર કરવા ઓછામાં ઓછી 10 મિનિટ શ્વાસોશ્વાસની કસરત કરો, જેથી તમને ઘણી મદદ મળી શકશે. ઉપરાંત તમારે ધ્યાન રાખવું પડશે કે, તમારે શરીરનું વજન જાળવવા તમે જેટલી કેલરી બર્ન કરો છો એનાથી ઓછી કેલરીનું સેવન કરવું જોઈએ


• માનસિક તણાવ અને ચિંતામાંથી મુક્તિ: પરિવારજનો અને મિત્રો સાથે થોડો આનંદદાયક સમય પસાર કરો, કારણ કે એનાથી તણાવમાં રાહત મળશે. તમે તમારા મિત્રો સાથે આનંદદાયક વાતચીત કરો એ જરૂરી છે. બાળકો સાથે સમય પસાર કરો, તેમની સાથે ઇનડોર ગેમ રમો, આ રીતે તમે હળવા થશો અને તમને તેમની સાથે સારો સમય પસાર કરવા મળશે. જો તમારા ઘરમાં બાલ્કની હોય, તો ત્યાં થોડો સમય પસાર કરો, કારણ સૂર્યપ્રકાશ અને હરિયાળી રાહત આપે છે અને મૂડ સુધારે છે. છોડવાઓનું જતન કરવામાં સમય પસાર કરો, એનાથી તમારા મનને રાહત મળશે. તમારા જીવનની સારી બાબતો અને નાપસંદ હોય એવી ચીજો વિશે રોજનીશી કે નોંધપોથી લખો.

• પૂરક પોષક દ્રવ્યો: તમારો રોગપ્રતિકારક ક્ષમતા વધારવા અને તમારા જોમમાં વધારો કરવા ભોજનમાં વિટામિન ડી, વિટામિન બી12, મલ્ટિવિટામિન, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડન્ટને સામેલ કરો. તમને વધુ સૂર્યપ્રકાશ મળતો નથી એટલે વિટામિન ડી ઉમેરવાની સલાહ છે, જેની ઊણપ તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જોકે આ પૂરક પોષક દ્રવ્યોનું સેવન ડૉક્ટરની સલાહ લઈને કરવું


• ગેજેટ્સનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરો: ગેજેટ્સના વપરાશ માટે સમય નક્કી કરવો જોઈએ, કારણ કે એનાથી તમારી ઊંઘની પેટર્નમાં ખલેલ પડી શકે છે. સારી ઊંઘ મહત્ત્વપૂર્ણ છે, ઊંઘમાં ખલેલ પડવાથી તણાવ વધી શકે છે અને તમારા અંતઃસ્ત્રાવોને અસર થઈ શકે છે. કોવિડ-19 સાથે સંબંધિત સમાચારો સતત જોવાનું અને વાંચવાનું ટાળો

ડૉ. બંદિતા સિંહા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, રિલાયન્સ હોસ્પિટલ, નવી મુંબઈ

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2020 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK