શું વીર્ય પણ દૂધની જેમ ફાટી જાય? કે ઇન્ફેક્શનનું લક્ષણ છે

Published: Feb 11, 2020, 13:32 IST | Dr. Ravi Kothari | Mumbai

પહેલાં આવું નહોતું થતું, તો શું વારંવાર હસ્તમૈથુન કરવાને કારણે તો આવી મુસીબત નહીં હોયને?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૬ વર્ષનો છું અને કોઈ રિલેશનશિપમાં ન હોવાથી અવારનવાર મૅસ્ટરબેશન કરતો હોઉં છું. મોટા ભાગે રાત્રે આ ક્રિયા પતાવ્યા પછી એટલો થાક લાગી જાય છે કે એમ જ ઊંઘ આવી જાય છે. વીર્ય મારા અન્ડરવેઅરથી જ સાફ કરી લઉં છું. સવારે ઊઠીને જ્યારે બાથરૂમમાં જોઉં છું ત્યારે ઇન્દ્રિયની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે. શું વીર્ય પણ દૂધની જેમ ફાટી જાય? કે પછી આ દાણા એ કોઈક ઇન્ફેક્શનનું લક્ષણ છે? મારા વીર્યની ક્વૉન્ટિટી પૂરતી છે અને રંગ પણ સફેદ જ હોય છે. એમાંથી વાસ પણ નથી આવતી, પરંતુ સવારે જ્યારે સાફ કરું ત્યારે ઇન્દ્રિયના ફોલ્ડ કરેલા ભાગમાંથી ભયંકર વાસ આવે છે. પહેલાં આવું નહોતું થતું, તો શું વારંવાર હસ્તમૈથુન કરવાને કારણે તો આવી મુસીબત નહીં હોયને?

જવાબ : તમે જે વર્ણન કર્યું એ મુજબ વીર્યમાંથી ગઠ્ઠા કે દાણા નથી નીકળતા, પણ સવારે ઇન્દ્રિયની સફાઈ દરમ્યાન દાણા જેવું નીકળે છે બરાબર? તમારી સમસ્યાનું કારણ પણ તમે જ જણાવી દીધું છે. વીર્ય નીકળ્યા પછી તમે અન્ડરવેઅરથી જ સાફ કરી લો છો એને કારણે ઇન્દ્રિયની યોગ્ય સફાઈ નથી થઈ હોતી અને એટલે ઇન્દ્રિયની ફોરસ્કિનની અંદરના ભાગમાં વધુ કચરો જમા થાય છે જે સવારે તમને દાણા જેવો દેખાય છે.

ફોરસ્કિન આગળ-પાછળ કરીને અંદરના ભાગને રોજ બરાબર સાફ કરવામાં ન આવતો હોય તો એ જગ્યાએ સફેદ છારી જેવો કચરો બાઝે છે. એને સ્મેગ્મા કહે છે. એની સ્મેલ પણ ખરાબ હોય છે. તમે દિવસમાં બે વાર સ્વચ્છ પાણી અને સાબુથી ઇન્દ્રિયના ભાગને સાફ કરો એ જરૂરી છે. સફાઈને કારણે સ્મેગ્માની જમાવટ નહીં થાય. હવેથી હસ્તમૈથુન કર્યા પછી જો ઊભા થવાનો કંટાળો આવતો હોય તો અન્ડરવેઅરથી જ એ ભાગ સાફ કરવાને બદલે બીજો સ્વચ્છ નૅપ્કિન હાથવગો રાખો. બીજા દિવસે સવારે એને ધોઈ નાખો.

વધુપડતું હસ્તમૈથુન કરવાથી થાક લાગે અથવા તો ઇન્ફેક્શન થાય એવી માન્યતા સાવ જ પાયા વિનાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK