પત્નીનું માનવું છે કે પૉર્ન ફિલ્મોને જોવાથી સેક્સ લાઈફમાં તકલીફ થાય છે

Published: Jan 29, 2020, 17:19 IST | Dr. Ravi Kothari | Mumbai

પત્નીનું માનવું છે કે પૉર્ન ફિલ્મોને કારણે આ તકલીફ સર્જાઈ છે. હવે એનું નિવારણ શું કરવું? મેં ખરેખર છ મહિનાથી બધું જ બંધ કરી દીધું છે. શું એ પછી પણ અમારા સંબંધો પર એની અસર પડે? આ માટે શું કરવું એની સલાહ અને દવા સૂચવશો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: લગ્નને પાંચ વર્ષ થયાં છે અને આમ તો જીવનમાં બધું બરાબર હતું, પરંતુ વધુ મજાની લાયમાં મને પૉર્ન જોવાની આદત પડી હતી. મિત્રોના સંગાથમાં પૉર્ન ફિલ્મો જોવાના રવાડે ચડ્યો હતો પણ પત્નીને ખબર પડતાં તેણે ઝઘડા કરીને બંધ કરાવ્યું. એ વાતને હવે તો નવ મહિના થઈ ગયા છે. હમણાંથી પત્ની સાથે જ્યારે પણ સમાગમ કરતો હોઉં છું ત્યારે બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. એને કારણે અમારો મૂડ બગડી જાય છે. પત્નીનું માનવું છે કે પૉર્ન ફિલ્મોને કારણે આ તકલીફ સર્જાઈ છે. હવે એનું નિવારણ શું કરવું? મેં ખરેખર છ મહિનાથી બધું જ બંધ કરી દીધું છે. શું એ પછી પણ અમારા સંબંધો પર એની અસર પડે? આ માટે શું કરવું એની સલાહ અને દવા સૂચવશો.

જવાબ : પૉર્ન દૃશ્યોની માનસિક અસર થાય છે, શારીરિક નહીં. પતિ-પત્નીના સંબંધોમાં થયેલા આ ખાટામીઠા ઝઘડાને કારણે તમારા મનમાં ઍન્ગ્ઝાયટી ઘર કરી ગઈ હોય એવું લાગે છે. એમાં પાછું પૉર્ન ફિલ્મો જોવાને કારણે શીઘ સ્ખલન થઈ ગયું છે એવી માન્યતા બળતામાં ઘી હોમે છે. જોકે એ વિશે ખોટી ચિંતા કરીને હાથે કરીને બાજી બગાડશો નહીં. પૉર્નને કારણે તમને આ તકલીફ થઈ છે એ માન્યતા જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી તમારી સમસ્યા નહીં મટે. માટે બધું ભૂલીને તમે વાઇફ સાથે સમાગમ કરવાનું ચાલુ રાખો અને પોઝિશનમાં વૈવિધ્ય માણવાની કોશિશ કરો.

મેલ સુપિરિયર પોઝિશનની સરખામણીએ ફીમેલ સુપિરિયર પોઝિશનમાં સમાગમ કરવાથી સ્ખલન લંબાય છે. જો તમે હંમેશાં ઉપરની પોઝિશનમાં રહેતા હો તો આ ચેન્જ કરો.

જો એ પ્રયોગ પછી પણ તમને પૂરતું સૅટિસ્ફૅક્શન ન મળે તો શીઘ્રસ્ખલનને વિલંબિત કરવા માટેની દવા લઈ શકો છો. હવે ખાસ પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન માટે જ દવા આવી છે જેનું નામ છે ડીપોક્સિટિન. આ ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. એની કોઈ આડઅસર નથી હોતી. મન જેટલું જલદી સ્વસ્થ થશે એટલું ઝડપથી પરિણામ મળશે. ભ્રમણા દૂર થયા પછી તમને કોઈ ગોળીની પણ જરૂર નહીં રહે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK