ડિલિવરી પછી યોનિમાર્ગ લૂઝ થવાથી સમાગમમાં સમસ્યા આવે છે?

Published: Apr 06, 2020, 18:56 IST | Dr. Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ: મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. છેલ્લા થોડાક સમયથી મને સમાગમ પછી પ્રાઇવેટ પાર્ટમાં બળતરા થાય છે. ઇન્દ્રિય લાલાશવાળી થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. છેલ્લા થોડાક સમયથી મને સમાગમ પછી પ્રાઇવેટ પાર્ટમાં બળતરા થાય છે. ઇન્દ્રિય લાલાશવાળી થઈ જાય છે. કદાચ ઘર્ષણને કારણે એમ થતું હશે એવું લાગે છે. પેનિટ્રેશન દરમ્યાન મારી વાઇફને ખૂબ જ દુખે છે. મારી વાઇફને પણ આવું જ થાય છે. અમે બન્ને ફોરપ્લેમાં પૂરતો સમય ગાળીએ છીએ એ છતાં મને એવું લાગે છે કે વાઇફને લુબ્રિકેશનમાં ઓટ આવી ગઈ છે. અમારી બન્નેની ઉંમર ૩૨ વર્ષ છે ત્યારે આવું થવાનું કારણ શું? લગ્નની શરૂઆતમાં અમને ક્યારેય એવું નહોતું થતું. બાળક આવ્યું એ પછીથી આ સમસ્યા શરૂ થઈ છે. સાત મહિના પહેલાં ડિલિવરી થઈ હતી. સામાન્ય રીતે એવું સાંભળ્યું છે કે ડિલિવરી પછી યોનિમાર્ગ લૂઝ થઈ જવાને કારણે સમાગમમાં સમસ્યા આવે છે. મને એવું નથી લાગતું. લુબ્રિકેશન ઘટી જાય એવું ખરું? મારી ઇન્દ્રિયની સાઇઝમાં પણ કંઈ ફરક નથી આવ્યો છતાં એવું લાગે છે કે પેનિટ્રેશન અઘરું થઈ ગયું છે. શું કરવું?

જવાબઃ તમારા કેસમાં હાલમાં પેનિટ્રેશન અઘરું બની રહ્નાં છે એનું કારણ લુબ્રિકેશન ઓછું હોવા ઉપરાંત બીજું પણ છે. જોકે એ તારણ પર આવો એ પહેલાં એક-બે વાર સમાગમ દરમ્યાન આર્ટિફિશ્યલ લુબ્રિકેશન વાપરી જુઓ. ફોરપ્લે દરમ્યાન પૂરતી ઉત્તેજના આવે એ પછીથી કોપરેલ તેલ અથવા તો જેલી લઈને યોનિમાર્ગ પાસે લગાવવી. એમ કરવાથી ઘર્ષણ ઘટશે અને પ્રવેશ કરવાનું સરળ બનશે. જો એ છતાં સમસ્યા ન સૂલઝે તો બીજી શક્યતા હોઈ શકે છે.

સામાન્ય રીતે નોર્મલ ડિલિવરી થાય એ વખતે ડોક્ટર બાળકને નીકળવાનો પૂરતો માર્ગ બનાવવા માટે યોનિમાર્ગમાં એક કટ મુકતા હોય છે. ડિલિવરી પછી એની પર સ્ટિચ લઈ લેવાનો હોય છે. ઘણી વાર ડોકટર એકાદ વધારાનો ટાંકો લેતા હોય છે જેને કારણે યોનિમાર્ગમાં આવેલી લૂઝનેસને કારણે સેક્સલાઇફમાં ગરબડ ન થાય. જોકે ક્યારેક જરૂર કરતાં વધુ સ્ટિરુચ લેવાઈ ગયો હોય તો યોનિમુખ વધુસાંકડું થઈ જાય છે. કદાચ ડોક્ટરે વધારાનો સ્ટિચ લીધો હોવાને કારણે પેનિટ્રેશનમાં તકલીફ પડતી હોઈ શકે છે. ગાયનેક પાસે જઈને વધારાનો સ્ટિચ દૂર કરીને ફરીથી એ ભાગને ખોલી શકાશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK